________________
શ્રી રત્નસાગરસૂરિ
૫૪૯ ૨૪૦૬. પાલીતાણુને વહીવટ દામજી મેઘજીને સેંપી, સંઘ સહિત કેશવછોક ગિરનારજીની યાત્રાએ પધાર્યા અને ભાવપૂર્વક જિનભક્તિ કરી. અહીંનાં મંદિર ખુલ્લાં હાઈને કાટ બંધાવવાની આવશ્યકતા હતી. આ કાર્ય તેમણે રૂા. ૪૫૦૦૦ ના ખર્ચે પૂરું કરાવી આપ્યું. જુએ વસ્તુપાલ-તેજપાલની ટેકના વંડાના દ્વાર પાસેનો શિલાલેખ. સં. ૧૯૨૯થી ૩૨ સુધીમાં એમણે ત્યાં જીર્ણોદ્ધારનાં કાર્યો કર્યા. માનસંવ ભોજરાજ ટ્રકમાં સૂરજકુંડનો તેમણે ઉદ્ધાર કરાવ્યો તેમજ શ્રી નેમિનાથના કરના દરવાજા પર ભાળ બંધાવી આપે. ૧૪ મા સૈકામાં સમરસિંહ, ૧૭મા સેકામાં લાલણ વર્ધમાન અને પદ્મસિહે અને તે પછી ૨૦ મા સૈકામાં કેવળશેઠે આ તીર્થનો ઉદ્ધાર કર્યો.
૨૪૦૭. સંઘ પાછો ફરતાં અમદાવાદ આવ્યો. ત્યારે નગરશેઠ પ્રમુખ સાથે તેનું સામૈયું કર્યું. કેશવજી શેઠની પ્રતિભાથી અંજાઈને ત્યાંના આગેવાનોએ એવી ઈચ્છા પ્રદર્શિત કરી કે તેઓ એમની જ્ઞાતિ સાથે લગ્નાદિ સંબંધ બાંધવા આતુર છે. કેશવજીશેકે આ બાબત સંઘના ભાઈઓ સમક્ષ મૂકવાની ખાતરી આપી. એ સમયે પટેલનું ઘણું જ વર્ચસ્વ હતું. તેમણે પ્રસ્તાવ નામંજૂર કર્યો એટલે દશ કન્યાઓ લેવાની અને દશને ત્યાં પરણાવવાની વાત ઉડી ગઈ. આથી અમદાવાદના અગ્રણીઓને ઘણું માઠું લાગ્યું. તેઓ દશા ઓશવાળ જ્ઞાતિને નવકારશીમાં ભેળવવા તૈયાર હતા પરંતુ પછી નવકારશી પણ બંધ રહી. અમદાવાદના રોકાણથી લાભ એ થયો કે આણંદજી કલ્યાણજીની પેઢીમાં મુંબઈના સંઘ તરફથી એમની જ્ઞાતિનું પ્રતિનિધિત્વ મળ્યું, જે કેશવજી શેઠના પૌત્ર જેઠાભાઈ નરશીએ ઇટ સુધી ભોગવ્યું.
૨૪૦૮. સં. ૧૯૩૧ ના માઘ સુદી ૧૭ ને સોમવારે કેશવશેઠે સમેતશિખરમાં શ્રી કુંથુનાથ અને શ્રી ધર્મનાથ પ્રભુની દેવકુલિકાઓને જીર્ણોદ્ધાર કરાવી વિજયગ૭ના ભટ્ટારક જિનશાંતિસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવી. તેમણે કેશરીઆઇને તીર્થસંધ પણ કાઢ્યો. વાલકેશ્વરમાં પોતાના બંગલા પાસે જિનાલય બંધાવ્યું, જે હજી મોજૂદ છે. ભાવનગરમાં ગોડીજીનાં મંદિરમાં ગતગણધરનું મંદિર બંધાવ્યું. હાલારના મોટી-ખાવડી ગામમાં વિશાળ જમીન મેળવી સં. ૧૯૩૨ માં ગુચચ તેમજ ઉપાશ્રય બંધાવ્યાં અને સં. ૧૯૩૪ માં શ્રી પાર્શ્વનાથ, શ્રી વાસુપૂજ્ય અને શ્રી સુવિધિનાથ પ્રભુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આ જિનાલયને જામ વિભાજી તરફથી મદદ મળતી હતી, જે હજી પણ સરકાર દ્વારા અપાય છે. આકોલામાં જિનાલય માટે જમીન ખરીદી આપી. કચ્છમાં મહારાવ પાસેથી જશાપુર ગામ ખરીદી ત્યાં જ્ઞાતિજનોને વસાવવા રહેઠાણે બાંધ્યાં તથા સં. ૧૯૩૨ માં શ્રી આદિનાથ જિનાલય પણ બંધાવ્યું. આ જિનાલયને જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ તરફથી થયેલ છે. મુંબઈમાં બરાખવાશે: માળો ખરીદી તેમાં પોતાના ભાગીદારોને વસાવ્યા. સાહિત્ય પ્રત્યે પણ એમને ઘણો પ્રેમ હતો. ભીમશી માણેકે જૈનશ્રતને મુદ્રિત કરવા જે ભગીરથ પુરુષાર્થ કર્યો તેમાં કેશવજીશેઠે ઉદાર રીતે આર્થિક પોષણ આપ્યું.
૨૪૦૯. તેમનાં પત્ની વીરબાઈ સં. ૧૯૫ર ના વૈશાખ સુદી ૩ ને રવિવારે મુંબઈમાં મૃત્યુ પામ્યાં. તેમણે કરેલાં વસિયતનામા અનુસાર સર વશનજી અને હીરજી ઘેલાભાઈ એ વીરબાઈ પાઠશાળા, ગ્રંથભંડાર, શ્રી વીરપ્રભ જિનાલય બંધાવી ઉમદા કાર્ય પાર પાડ્યું. પાઠશાળામાં અનેક વિષયોના નિષ્ણાત ૫ડિતાને રોકીને સાધુ-સાધ્વીઓને અભ્યાસ કરાવવામાં આવતો. શેઠન મુનીમના પ્રયાસેથી ડુંગર ઉપર વલ્લભકુંડ, ગામમાં ગૌશાળા વિગેરે સ્થપાયાં, જેમાં કેશવજીશેઠે તથા નરશીશેઠે ઘણી મદદ કરેલી. નરશીશેઠની સામાજિક કારકિદી અજોડ હતી. તેઓ ૧૨ જુન સન ૧૯ ૦માં પૂના ખાતે મૃત્યુ પામ્યા. જ્ઞાતિના પ્રથમ બંધારણીય પ્રમુખ તરીકે તેઓ જ્ઞાતિના ઇતિહાસમાં અમર બની ગયા છે.
૨૪૧૦. કચ્છના અર્વાચીન કુબેર તરીકે પંકાયેલા કેશવજશેઠને જૈન સમાજ કદિયે ભૂલશે નહીં. તેમણે ઉદાર સખાવતાથી જગશાહની કીર્તિ પ્રાપ્ત કરી તથા લખલૂટ નાણું ધર્મક્ષેત્રે વહાવીને ધર્મ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com