________________
૫૫૨
અંચલગચ૭ દિગ્દન - ૨૪૨૧. એમનું સૌથી યાદગાર કાર્ય તો એમણે બંધાવેલે શ્રી શાંતિનાથ પ્રભુનો જિનપ્રાસાદ છે. આ મંદિર કોઠારામાં જ નહીં સમગ્ર કચ્છમાં સર્વોત્કૃષ્ટ અને સમગ્ર પશ્ચિમ ભારતમાં આ શૈલીનું બેનમૂન સ્થાપત્ય છે. સં. ૧૯૧૪ માં જિનાલય બંધાવવાને તેમણે પ્રારંભ કર્યો. સં. ૧૯૧૮માં એનું કામ પૂર્ણ થયું. ત્યારબાદ વેલશેઠે સ્નેહી, સંબંધી, સ્વધર્મ પર કંકોતરી મોકલી મોટો સંઘ કાઢો. શત્રુંજય, ગિરનારની હજારો લોકોને યાત્રા કરાવી. મોરબી માર્ગે સંધ કચ્છ આવ્યું. કોઠારામાં અપૂર્વ પ્રતિષ્ઠા મહત્સવ ઉજવાયો. એ પ્રસંગે શ્રમણ સમુદાય પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. નવટુંકનો મેળો કરવામાં આવેલ. આ જિનાલય વિશે પાછળથી ઉલેખ કરીશું.
૨૪૨૨. આ કેટિધ્વજ શ્રેષ્ઠીને સૌ વેલા માલુનાં હુલામણું નામથી જ ઓળખતા. તેમના પુત્ર ત્રીકમજીનું લગ્ન હરભમ નરશી નાથાની પુત્રી દેવકુંવર સાથે સં. ૧૯૧૭ માં થયું. જ્ઞાતિ શિરોમણીની પૌત્રી કચ્છમાંથી મુંબઈ ધકેલી દીધેલ એક રખડુના દીકરાને મળે એ અજબ પલટો ગણાય એવી તે વખતની પ્રચલિત માન્યતા હતી.
૨૪૨૩. પ૬ વર્ષની વયે તેમને સારણગાંઠનો વ્યાધિ ઉપડ્યો. ગ્રાંટ મેડિક્ષના સર્જન ડો. બાલગલે ડો. ભાઉ દાજીને સાથે રાખીને શસ્ત્રક્રિયા કરી. પરંતુ દુર્ભાગ્યે તે નિષ્ફળ નીવડી. વિપુલ સંપત્તિ, મોટો વ્યાપાર અને સુદીર્ઘ કીર્તિ મુકીને જ્ઞાતિ-દીપક વેલજી ભાલુ તા. ૨૦-૧૧-૧૮૬૪ના દિને મૃત્યુ પામ્યા. શ્રી અનંતનાથ જિનાલયની વર્ષગાંઠ વખતે માતાજીની દેરીઓ ઉપર ધ્વજારોપણ કરવાને તથા પયુંષણના વ્યાખ્યાન પ્રસંગે ભાદરવા સુદી ૧ ના દિવસે ગહેલી કાઢવાને એમને વંશપરંપરાગત હક્ક આપીને જ્ઞાતિએ એમના પ્રત્યે વિશેષ આદરમાન વ્યક્ત કર્યું છે.
૨૪૨૪, ત્રીકમજશેઠ પણ ધર્મનિષ્ઠ પુરુષ હતા. તેમણે કેશવજી નાયકે કરાવેલી અંજનશલાકા પ્રસંગે ઘણાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવેલી. સં. ૧૯૨૨ ના કાતિક વદિ ૨ ને રવિવારે તેમણે સંધ સહિત કેશરીઆઇની યાત્રા કરેલી. મુંબઈથી સંધ સુરત, રાજનગર વિગેરે સ્થળે પ્રભુ સેવા-પૂજા કરતે કેશરીઆઇ પહોંચેલ. ત્રીકમજશેઠની માતા કમીબાઈ લધુ ભ્રાતા ઉમરશી, પત્ની દેવકુંવર, પુત્રી લક્ષ્મી વિગેરે કુટુંબ ઉપરાંત હરભમ નરશી નાથા, નરશી કેશવજી, માડણ ગોવિંદજી, વર્ધમાન નેણશી, જાદવ પરબત, લાલજી દેવશી રતનશી વિગેરે આગેવાને સંધમાં ઉપસ્થિત રહ્યા હતા. છ દિવસ સુધી સંઘ કેશરીઆ તીર્થમાં રહ્યો અને સંઘપતિએ ધર્મોત્સવો અને સ્વામીવાત્સલ્યમાં ઘણું ધન ખરચું, યાચકોને દાન દીધું. સંઘે સર્વે મળીને સત્તર તો સ્વામીવાત્સલ્ય કર્યા. આ સંઘમાં દેવચંદ્રના શિષ્ય સકલચંદ્ર, કવિ જિનદાસ વિગેરે પણ સાથે હતા, જેમણે આ સંધનું વર્ણન તેમણે રચેલાં સ્તવમાં કર્યું છે. - ૨૪૨૫. ત્રીકમજશેઠે કોઠારાનાં શ્રી શાંતિનાથ પ્રભુનાં જિનાલયને ઈશાન ખૂણે દેવકુલિકા કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રમુખ ત્રણ જિનબિંબો સ્થાપ્યાં, જુઓ અંચલગચ્છીય લેખ સંગ્રહ' લેખાંક ૩૩૬. ત્રીકમજી શેઠને બે પુત્રીઓ હતી. મોટી પુત્રી લક્ષ્મીબાઈને નવું ભેજરાજ સાથે તથા નાની પુત્રી ખેતભાઈને જખૌના જેઠાભાઈ વર્ધમાન સાથે પરણાવેલ, જેમને પરિવાર વિદ્યમાન છે. આ બન્ને પુત્રીઓએ પણ પ્રતિષ્ઠા કાર્યો કરેલ. જુઓ “અંચલગચ્છીય લેખ-સંગ્રહ' લેખાંક ૩૫૭, ૩૮૫.
૨૪૨૬. શ્રી અનંતનાથ જિનાલયના વહીવટમાં તેમજ જ્ઞાતિનાં કાર્યોમાં વેલજી માલની જેમ જ ત્રીકમજશેઠ આગેવાની ભાગ લેતા. તા. -૧૨-૧૮૯૨માં તેઓ મૃત્યુ પામ્યા. એ પછી એમનાં વિધવા દેવકુંવરબાઈ અને પુત્રી ખેતબાઈએ નરશી નાથાનું દ્રસ્ટ ડીડ સાકાર કરવામાં ખૂબ જ સાથ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com