________________
પપ
અંચલગરછ દિન ૨૪૩. હીરજી હંસરાજ કાયાણી એમને વિશે “દર્પણ”માં નેવે છે કે “તેઓ શરીરે પુષ્ટ, મહા તેજસ્વી અને બધી રીતે દેખાવડા હતા. બુદ્ધિએ ચંચલ અને ઘણું પ્રામાણિક, પરમાથી, જ્ઞાતિ શુભેચ્છા તથા સ્વભાવે શાંત, સમજુ અને મિલનસાર હતા. તેમના ભત્રીજા ઘેલાભાઈ પદમશીએ જ્ઞાતિનાં કાર્યોમાં ખૂબ જ આગેવાનીભર્યો ભાગ લઈ નામના કાઢેલી. ધર્મકાર્યોમાં પણ તેમણે મોખરાનું સ્થાન લીધેલું. - ૨૪૩૩. શ્રી અનંતનાથ જિનાલયની વર્ષગાંઠ વખતે જ્ઞાતિના શેર તરીકે શિવજીશેઠને જ્ઞાન ભંડાર ઉપર ખજારોપણ કરવાને વંશપરંપરાગત હક અપાયો. એમના પહેલા બે પુત્ર એમની હયાતિમાં જ યુવાન વયે મૃત્યુ પામ્યા હતા. એ પછી લખમશીભાઈ સં. ૧૯૩૩ માં અને ઉકાભા સં. ૧૯૪૦ માં પરલેક્વાસી થયેલા. કોઠારાની કીર્તિ-કથા
૨૪૩૪. કચ્છના સાહસિક સપૂતેએ પોતાની કારકિર્દી માત્ર વાણિજ્યક્ષેત્રે જ નહિ, કિન્તુ કળા અને સ્થાપત્યનાં ક્ષેત્રે પણ એવી જ દીપાવી છે. કચ્છના વ્યાપારપટુ શાહ સોદાગરોએ ધનના ઢગલાઓ ખડકીને જ પિતાનાં જીવનની ઈતિક્તવ્યતા માની નથી, પરંતુ કળામય સ્થાપત્યો દ્વારા તેઓ પોતાની જન્મભોમકાને આરિત કરતા ગયા છે. કોઠારાને ભવ્ય જિનપ્રાસાદ આ વાતની સાક્ષી પૂરાવે છે.
૨૪૩૫. કોઠારાની કીર્તિ-કથાની પતાકાઓ લહેરાવતા એ અડીખમ જૈનભવનના નિર્માતાઓ કેશવજી નાયક, વેલજી માલુ અને શિવજી નેણશી વિશે આગળ વ્યક્તિગત ઉલ્લેખ કરી ગયા છીએ. એ ત્રણેય શ્રેષ્ઠીઓએ ભવ્ય જિનપ્રાસાદ કરવાની છેજના તૈયાર કરી. અમદાવાદનાં પ્રખ્યાત જનમંદિરની શૈલીમાં કચ્છી કારીગરોને હાથે એ બધાય એવી ગોઠવણ થઈ. સાભરાઈને સલાટ નથને સૂત્રધાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. એની આગેવાની હેઠળ સેંકડો કારીગરોને રોકવામાં આવ્યા. આ કાર્ય માટે ૭૮ ફૂટ લંબાઈ ૬૪ ફૂટ પહોળાઈ અને ૭૩ ફૂટ ૬ ઈંચ ઊંચાઈ સૂચવતો પરિમાણદર્શક નકશો પણ જાડેજાઓની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું.
૨૪૩૬. તે વખતે કચ્છ પર મહારાવ પ્રાગમલજીનું રાજ્ય શાસન હતું. કોઠારાના રાજક્ત જાડેજા મકાજી હતા. તેમણે એ નકશો પ્રથમ નામંજૂર કર્યો, કેમકે જે બે માળનાં સ્થાપત્યને મંજૂર રાખવામાં આવે તે એટલી ઊંચાઈથી પોતાને ઝના વિલક્ય બને. એ એમની પરંપરાગત પ્રણાલિકાની વિરૂદ્ધ હતું. આખરે એવો તે કાઢવામાં આવ્યું કે મૂળ નકશો મંજૂર રાખવો અને જાડેજાઓને ઝનાને અવિલેય રહે એટલી ઊંચી ગઢની દીવાલે રાજમહેલને ફરતી શ્રેષ્ઠીઓએ બંધાવી આપવી.
૨૪૩૭. સં. ૧૯૧૪-૧૫ માં કામ તડામાર શરુ કરવામાં આવ્યું. શિવજી નેણશી જાતે દેખરેખ રાખવા મુંબઈથી ખાસ કચ્છ આવ્યા. સં. ૧૯૧૮ માં કામ સંપૂર્ણ થયું. જિનાલયોના ઝૂમખાને કલ્યાણ ટ્રક કહેવાય છે. શ્રી મેરુપ્રભ જિનાલય સાત ગભારાયુક્ત તથા ઉપર ત્રણ ચૌમુખ અને તે ઉપર પાંચ શિખર પ્રેસણુય થયાં રંગમંડપ અને મુખમંડપ ઉપર ચારે બાજુ સામણ તેમજ જિનાલયને નીચે મોટું ભેયરૂં કરવામાં આવ્યાં.
૨૪૩૮. જિનાલયની પ્રતિષ્ઠા વખતે ત્રણે શ્રેણીઓએ મને શત્રુંજયને મુંબઈથી સંધ કાલે, જેનું વર્ણન “કચ્છની પ્રસિદ્ધ પ્રતિષ્ઠાના ચોઢાળિયાં” માં આ પ્રમાણે મળે છે: “કેકણ દેશના મુંબઈ બંદરમાં માંડવી ૯ત્તામાં શ્રી અનંતનાથજીનું દહે છે. ત્યાં ચતુર્વિધ સંઘની ઘણી શોભા છે. દશા ઓશવાળા જ્ઞાતિમાં શિવજી ને શી, વેલજી માલુ અને કેશવજી નાયક થયા, જેમણે શત્રુંજયને મોટો સંઘ કાઢ્યો. ઘેલાભાઈ પદમશી પણ સાથે હતા. સં. ૧૯૧૮ના માગશર સુદી ૧૧ના દિને મુંબઈથી પ્રયાણ કરી સંધ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com