________________
શ્રી રત્નસાગરસૂરિ
૫૫૧ વ્યાપાર બંધ કરી રૂનો વ્યાપાર મોટે પાયે શરુ કર્યા. પરબત લધા, ગોવિંદજી લધા, સામત બીમશી, પરબત પુનશી, નાગશી દેવસુંધ, હીરજી ઉકરડા, રતનશી દામજીને ભાગીદાર બનાવી ખાનદેશ, બીરાર, મુગલાઈ હુબલી, કુમઠા વગેરે સ્થળે રૂને વ્યાપાર ખીલ. સં. ૧૯૧૭ થી ૧૯ સુધીમાં ત્રીકમજી વેલજીની કંપનીની મૂડી પિણ્ કરોડની થઈ. પછી તો ભાગીદારો પણ સ્વેચ્છાએ સ્વતંત્ર વ્યાપાર કરવા લાગ્યા. ભોજરાજ દેશર જુદા થતાં શેઠે તેમને તેમના ભાગની રકમ લેખે રૂપીઆ ચાર લાખને ચેક લખી આપેલ, અને એ રીતે વ્યાપારમાં તેમણે તંદુરસ્ત પ્રણાલિકા સ્થાપેલી. અન્ય મોટી પેઢીઓમાં આવું ભાએ જ જોવા મળતું. વેલશેઠ અને કેશવશેઠ એવી ભાવના સેવતા કે પિતાને નેકર પણ બરોબરી બને ! - - ૨૪૧૭, દેશપરદેશનાં પાણી પીનાર વેલજી શેઠની સમૃદ્ધિ દિન પ્રતિદિન વધતી જતી હતી. એમને ત્યાં ત્રીસેક મહેતાજીઓ કામ કરતા થયા, ગામો-ગામ શોખા પટીઓ સ્થપાઈ, ઘરનાં ગાડી–ઘેડા થયાં. માળા બંધાયા અને આ રીતે આબરૂ સંપત્તિની વૃદ્ધિ સાથે સં. ૧૯૦૨ માં પુત્ર ત્રીકમજીને જન્મ થયો. બીજો પુત્ર ઉમરશી થયો તથા પુત્રી પાબાઈ થઈ.
૨૪૧૮. સં. ૧૯૧૭ ની શરુઆતમાં રૂને ભાવ રૂ. ૧૦ હતો તે લેન્ડ-અમેરીકા વચ્ચેના યુદ્ધને કારણે અમેરીકન કપાસ ઈંગ્લેન્ડ આવતું બંધ થતાં રૂા. ૮૨૭ ના ભાવે વેંચાયું ! એ લડાઈ દરમિયાન ખૂબ કમાણ થઈ. પણ બીજી તરફ લડાઈમાં એકાએક સમાધાન થતાં રૂના ભાવ ગગડી ગયા. આ વખતે દેશાવરોની એક સામટી રૂપીઆ પચીસેક લાખની હુંડીઓ ખડી રહી જે મહિનાઓ સુધી ભરાઈ નહીં. વેલશેઠને પ્રતિષ્ઠા જળવાશે કે નહીં તે ભય સતાવવા લાગ્યો. એ વખતે અંગ્રેજી વ્યાપારીઓમાં એમની આંટ સારી હતી. અંગ્રેજો પાસે રોકડ નાણું ન હોવાથી વેલજી શેઠને વીસેક લાખની સેનાની પાટો આપી. આથી એનું આપી હુંડીઓ ભરપાઈ કરી. આમ ત્રણેક મહિના સુધી વેલજશેઠે બહુ જ ચિન્તા અને સંકટ ભોગવ્યાં. તે પછી ભારતમાં ખપત ન થતાં ૩ વિલાયત ચડાવ્યું અને ખૂબ નુકશાની ખમવી પડી. વર્ષ આખરે સરવૈયું કાઢતાં બહુ નુકશાન જણાયું નહીં. સભાગે તેઓ આક્તમાંથી સહિસલામત પાર નીકળી ગયા.
૨૪૧૯. વેલશેઠના વખતમાં શેરોને સટ્ટો પૂર જોશમાં ચાલતો હતો. તેમને આ ધંધા માટે અતિશય ધિક્કાર હોવાથી પિતે તેમાં સંડોવાયા નહતા, એટલું જ નહીં દેતાના પુત્ર ત્રીકમજીને પણ એ ધંધાથી દૂર રહેવાની ભારપૂર્વક ભલામણ કરી હતી એમ પારસી ગૃહસ્થ લિખિત “મુંબઈના શેર સટ્ટાની તવારીખ ” નામના ગ્રંથ દારા જાણી શકાય છે. ત્રીકમજીએ પિતાની એ શિખામણું ન ગણકારતાં આ ધંધામાં પડ્યા હતા અને વેસ્ટર્ન ઈન્ડિયા ફાઈનસ એન્ડ એક્ષચેંજ કેરપોરેશન લિ. કાઢી પોતાની અખૂટ પૂઇને મોટો ભાગ ખોયો હતો. વડિલેના પુણ્ય પ્રતાપે પૂજીનો સારો એવો ભાગ બચાવી પોતાની આબરૂ સંભાળી લીધી હતી. આ શેર “મેનીઆ' નામે ખ્યાતિ પામેલ પ્રસંગની વિસ્તૃત માહિતી માટે વિશેષમાં જુઓ-મનચેરછ કાવસજી શાપુરજી કૃત “શેર અને સટ્ટાબાજી', શાવકશા શરાફ કૃત “ શેર સોદા અને શેર બજાર ” ઈત્યાદિ.
૨૪૨૦. એમની જ્ઞાતિમાં તેઓ શેઠની પદવી પામ્યા, એટલું જ નહીં સમગ્ર જૈન સમાજના નામાંકિત વ્યાપારી અને મુંબઈના અગ્રગણ્ય નાગરિક તરીકે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા. “મુંબઈને બહાર માં પારસી મંથકારે આ સાહસવીરની ભારોભાર પ્રશંસા કરી છે. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ “શેઠ મોતીશાહ' નામના ગ્રંથમાં એમને નામાંકિત નાગરિક તરીકે બિરદાવ્યા છે. બીજા પણ અનેક ગ્રંથમાં એમને વિશે ગૌરવપૂર્ણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com