________________
પપ૦
અંચલગચ્છ દિદર્શન શ્રદ્ધાનો અનુપમ દાખલે બેસાડ્યો છે. “મુંજા ભા મેં જેડા કો ન થીએ?' એવી એમની ઉન્નત ભાવના અને તદનુસાર કાર્યો ખરેખર, સૌને હેરત પમાડે એવાં રોમાંચક છે!! શેઠ વેલજી માલુ
૨૪૧. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય, લેયા ગોત્રીય માલુ મેઘજી કેશવાણીની પત્ની વાલબાઈની એ સં. ૧૮૬૫માં એમનો જન્મ કોઠારામાં થયો હતો. એમના પિતા માંડવી બંદરમાં મજૂરી કરતા હતા. પાછળથી ત્યાંના ગુલાબશાહને ત્યાં માત્ર વાર્ષિક પાંચસો કોરીના પગારે નોકરી સ્વીકારી. પુત્ર વેલજી ખૂબ જ તોફાની હોઈને તેઓ દુ:ખી થતા. તે બારેક વર્ષને થતાં તેના મામા ગોધરાના શામજી સારંગને ત્યાં મુંબઈમાં ધકેલી પિતાએ સંતોષ અનુભવ્યું.
૨૪૧૨. મામાને ત્યાં એકાદ વર્ષ એ નામું–કામું શીખ્યો. ઠોઠ જણાતો હેકરો મામાને ધંધામાં ભારે પ્રવીણ જણ્યો. આથી તેમણે તેના બાપને પાંચ હજાર કોરી. મોકલવાની ભલામણ કરી. એ રકમમાંથી વેલજીએ કાથાની દુકાન માંડી. આ વખતે એની વય ચદેક વર્ષની હશે. પ્રથમ વર્ષમાં જ એણે
એક રૂપીઆ પેદા કર્યા અને એને ઉત્સાહ વધ્યો. પછી તો એક માણસ પણ રાખ્યો અને ધંધામાં સર્વ શક્તિઓ રાત દિવસ ખરચી. પરિણામે વ્યાપારમાં ઠીક સફળતા મેળવી અને “વેલિયા’માંથી તેઓ વેલજી-શેઠ થયા.
૨૪૧૩. સં. ૧૮૮૧માં સોળ વર્ષની વયે તેમનાં લગ્ન કમીબાઈ સાથે કચ્છમાં થયાં. લગ્ન કરીને પાછા વળતાં મા-બાપને એ મુંબઈ લઈ આવ્યા. એણે મા-બાપને આબૂ, પાલીતાણું, ગિરનારની યાત્રા કરાવી. પુત્રની સારી સફળતાથી માતપિતા હર્ષિત થયાં.
. ૨૪૧૪. વેલજીશેક ભારે સાહસિક હતા. તેમણે મુંબઈમાંથી કાથાના દોરડાં ખરીદીને વેચવાને બદલે મલબારથી માલ મંગાવવા માંડશે. વહાણ માટે મોટા રસાઓને વ્યાપાર પણ ચાલુ કર્યો. વહાણવટીઓ સાથે વિશેષ સંપર્ક થતાં દરિયાપારના દેશોમાં સફર ખેડવાના એમને કોડ થયા. એક વખત મામાની રજા લઈ બસરાવાળા અલકાસમનાં વાણમાં સં. ૧૮૯૨ માં એડન, હડેડા, બસરા, મોખા વિગેરે વ્યાપાર કેન્દ્રોની સફર માટે માલ સાથે પ્રયાણ કર્યું. માર્ગમાં અલકાસમની દાનત બગડી પણ વેલશેઠ ગાંજ્યા જાય એવા નહોતા. ત્યાંથી પસાર થતી મનવારના કેટનની એમણે મદદ માગી, અને યુક્તિ-પ્રયુક્તિથી અલકાસમને મિત્ર બનાવી દીધો. પછી આઠેક માસ સુધી નિયત બંદરોમાં તેઓ પહોંચ્યા, વેપાર કર્યો, આડતો બાંધી, અરબી ભાષાનો અભ્યાસ કર્યો, માલ વેચ્યો અને લીધે અને ઘણા નવા અનુભવો મેળવી ચખો રૂા. ૧૧૦૦૦૧ને નફો મેળવી ક્ષેમકુશળ સ્વદેશ પધાર્યા. આવી તે એમણે ચારેક લાંબી સફર ખેડી. સાંપ્રત જૈન ઈતિહાસમાં આવા સાહસવીર ભાગ્યે જ કોઈક થયા હશે. દરિયાપારની આવી લાં સફર ખેડનાર તે તેઓ પ્રથમ જ છે.
૨૪૧૫. લાંબી સફરો બાદ મુંબઈ આવી તેઓ મોટો વ્યાપાર કરવા લાગ્યા. મલબાર કિનારાનાં બંદરો સાથે વેપાર કરવા સાતતામાં પેઢી નાખી. પિતાના સાળા મેઘજી દેવશી સાંધણવાળાને કોચીન તથા અલપઈ મકલાવીને વ્યાપાર ખીલવ્યો. મલબારમાં તેઓ પ્રથમ પંક્તિના વ્યાપારી તરીકે પંકાયા.
૨૪૧. હીરજી હંસરાજ કાયાણી કચીન ગયા ત્યારે તેમણે જોયું કે ધંધાનો આધાર મુનીની હોંશિયારી, ચાલાકી અને પ્રામાણિક્તા પર જ હતો. મલબારનો વ્યાપારમાં દ્રવ્ય વૃદ્ધિ થવાથી રને વેપાર પણ શરુ કર્યો, અને ખરીદી માટે વર્ધમાન પુનશીને કુમઠા મોકલાવ્યા. રૂમાં ફાવતાં મલબાર સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com