________________
પ૪૮
અંચલગચ્છ દિદ થાપના કરાવી. ૧૨ ના દિને નંદાવર્ત પૂજન, નવગ્રહ સ્થાપના, દશ દિપાલ અને અષ્ટમંગલ પૂજન તેમજ બલિનો વિધિ થયાં. હમેશાં શ્રીફળ, મેવા વિગેરેની પ્રભાવના થતી. ચોથે દિવસે ક્ષેત્રપાલ તથા શાસન રખેવાળ દેવદેવીઓને આમંત્રણ અપાયું તથા ચોસઠ ઈન્દ્રદર્શન, ભૂત બલિ-બાકુળા, સિદ્ધચક્ર પૂજન વિગેરે થયાં. પાંચમે દિવસે શેઠના પુત્ર અને પુત્રવધૂ ઈન્દ્ર-ઈન્દ્રાણુ થયાં. છ દિવસે પવન કલ્યાણક, ચૌદ સ્વપ્ન-દર્શન વિગેરે. સાતમે દિવસે જન્મ મહોત્સવ, છપ્પન દિફ કુમારીકાઓએ પ્રભુને નવરાવ્યા. કેશવજીશેઠ અરાવત હાથી ઉપર ચામર ઢાળતા હતા. હરભમશેઠ અય્યત ઈન્ન થયા. ઘેલાભાઈ વિગેરે ઈન્દ્રદેવ થયા. જન્મ વખતે સેના-રૂપાની વૃષ્ટિ થઈ આઠમે દિવસે અષ્ટોત્તરી સ્નાત્રવિધિ, નવમે દિવસે પ્રભુ નિશાળે જાય તેને વરઘોડો તથા દશમે દિવસે પ્રભુના વિવાહનો શાનદાર વરઘોડો કાઢવામાં આવ્યો. કેશવજીશેઠ જાનૈયા થઈ, વેવાઈ બનેલા ઘેલાભાઈનાં ઘેર વાજતે ગાજતે લઈ ગયા. માંકબાઈએ લામણું દીવડો લીધો. પદ્માબાઈએ પ્રભુને પાંખ્યાં. સોના-રૂપાનાં વાસણની ચોરી બાંધીને પ્રભુને પરણવ્યા. કાનજી લાલજી સાળા થયા. માંકબાઈના ભાઈને મોસાળ કર્યા. એ પછી પ્રભુનો રાજ્યાભિષેક થયો. અગિયારમે દિવસે દીક્ષા મહોત્સવને વરઘોડો નીકળ્યો અને વરસીદાન અપાયું. બારમેં દિવસે મોક્ષગમનને મહત્સવ ઉજવાયો. આમ માઘ સુદી ૬ સુધી બાર દિવસને અપૂર્વ મહોત્સવ ઉજવા. પાલીતાણાના રાજા તથા અગ્રગણ્ય શ્રેણીએ આ પ્રસંગે ઉપસ્થિત રહેલા.
૨૪૦૩. સં. ૧૯૨૧ના માધ સુદી ૭ને ગુરુવારે એક ઘટી ચોવીશ પળે સાતેક હજાર જિનબિંબોને ગચ્છનાયક રત્નસાગરસૂરિએ સોનાની અમીએ અંજન કરી પ્રાણપ્રતિષ્ઠા કરી. માઘ સુદી ૧૩ને બુધવારે શત્રુંજયગિરિ ઉપર નરશી કેશવજીનાં નામથી બંધાવેલ ટ્રકમાં શ્રી અભિનંદન સ્વામી આદિ પ્રતિમાઓને ધામધૂમથી બિરાજિત કરવામાં આવ્યાં તથા ધર્મશાળામાં બંધાવેલ મંદિરમાં ઋષભાનન, ચંદ્રાનન, વર્ધ માન અને વારિણએ ચાર શાશ્વતા જિનેશ્વરનાં ચતુર્મુખ જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. અન્ય શ્રેષ્ઠીવર્યોએ પણું એ પ્રસંગે પ્રતિષ્ઠાદિ કાર્યો કરી લક્ષ્મીને કૃતાર્થ કરી. સં. ૧૯૨૮માં ગિરિ ઉપર વાઘણુ પિળની પાસે શ્રી અનંતનાથ ટૂક બંધાવી પ્રતિષ્ઠા કરવી. આ કેશવજી નાયકની ટૂક તરીકે ઓળખાય છે.
૨૪૦૪. કેશવજીશેઠે અંજનશલાકામાં સર્વ મળી પંદર લાખ રૂપીઆનું ખર્ચ કર્યું. ભાટભોજકોને છૂટે હાથે દાન આપવામાં આવેલું. આ એતિહાસિક પ્રસંગને યાદગાર બનાવવા તેમણે આણંદજી કલ્યાણજીની પેઢીમાં એક લાખ રૂપીઆ સાધારણુ ખાતામાં ભરી સૌને દંગ કરી દીધા. કમનસીબે તે વખતે મરકી ફાટી નીકળતાં અનેક લેકો મૃત્યુ પામ્યા. આ દુર્ઘટનાને લોકો હજી પણ “કેર' તરીકે યાદ કરે છે. વદિ ૧ ના દિને કેશવજી શેઠને સંઘપતિની માળા પહેરાવી તિલક કરવામાં આવ્યું. આ પ્રસંગે કવિ રત્નપરીક્ષકે “અંજનશલાકા સ્તવન”માં જણાવ્યું છે કે હઠીસંગ કેશરીસિંગ અને મોતીશાએ પણ આવાં કાર્યો કરી મહા પુણ્ય ઉપાર્જન કર્યું પરંતુ તેઓ કેશવજી શેઠની જેમ સ્વહસ્તે એ લહાવો લેવા ભાગ્યશાળી ન થઈ શક્યા !
૨૪૦૫. શત્રુંજયગિરિ ઉપરની બને કેના નિભાવાર્થે કેશવછશેઠે પૂનામાં વિશાળ ધર્મશાળા પણ બંધાવી આપી. આ મહાપુરુષના એ યાદગાર કાર્યો સૌને રોમાંચિત કરી દે એવાં ગૌરવાન્વિત છે. છતાં આ ટ્રકોને વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપી દઈને કેશવજી નાયક ચેરિટી ટ્રસ્ટ તથા વિશાળ દષ્ટિએ કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ પોતાની જવાબદારી ચૂકી ગયાં છે! કેશવજીશેઠે પોતાનાં યાદગાર કાર્યોથી જ્ઞાતિને ગૌરવ અપાવ્યું, તેનું ઋણ કઈ અદા કરશે ખરું? શ્રી અનંતનાથ ટ્રસ્ટની ઉજજવળ કારકિર્દીમાં દેખાતી આ કાળી ટીલી ભૂંસવાને કઈ પ્રયાસ કરશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com