________________
૫૪૪
અંચલગચ્છ દિગ્દર્શન યુનાઈટેડ મિલ્સ તથા દીનશા માણેકજી પીટીટે અને બમનજી હોરમસજીએ કેશવજી શેઠના ભાગમાં ધી રયલ મિસ ઊભી કરી. એ પછી નરશી કેશવજી કંપનીએ પ્રીન્સ ઓફ વેલ્સ મિલ્સ, એલેકઝાન્ડ્રા મિલ્સ, કલાબા મિલ્સ, ફલેમીંગ મિલ્સ અને નરશી મિલ્સ, જે કેસરે હિન્દ મિલ તરીકે આજે ઓળખાય છે, તે ઊભી કરી અથવા ખરીદ કરી.
૨૩૮૭. કેશવજીશેઠ નીકલ કંપનીના ભાગીદાર બન્યા તે વખતે કલેર બંદર, કર્નાક બંદર, મસ્જિદ બંદર, એફીટન બંદર ઈત્યાદિ બંદરો અને વિશાળ જાગીર એમના હસ્તક હતાં. ભારત સરકારના હુકમ અનુસાર આ ખાનગી બંદરોને વહીવટ સંભાળી લેવા મુંબઈના ગવર્નર સર સાઈમર ફિઝજીરાહે પત્ર દ્વારા શેઠની મુલાકાત માગી. કેશવજશેઠે પોતાના દાણાબંદરમાં કલાઈવ રોડ સ્ટ્રીટ પર આવેલ બંગલાથી ઠેઠ મજિદ બંદરના પૂલ સુધી વિશાળ મંડપ બંધાવી ગવર્નરનું ભવ્ય સ્વાગત કરેલું અને તેમની સાથે વાટાઘાટો કરેલી. તે વખતે એમનો વૈભવ જોઈને ગવર્નર પણ આભો થઈ ગયેલે ! બંદરોનાં વેચાણમાં એમને ખૂબ નફે થયેલ. સરકાર પ્રત્યેની મિત્રીપૂર્ણ વર્તણૂકથી એમને સરકાર તરફથી જરિયન તુરો આપી એમનું બહુમાન કરવામાં આવેલું. કચ્છી નાગરિકમાં જે. પી.નું પદ મેળવનારાઓમાં તેઓ સૌ પ્રથમ હતા. કહેવાય છે કે શેઠની ગાડી ઉમરખાડી જેલ પાસેથી પસાર થાય ત્યારે કોઈ કેદીને ફાંસી અપાતી હોય તો તે રદ કરવી એવો મુંબઈ સરકારે હુકમ કર્યો હતો.
૨૩૮૮. એમના સમયમાં મુંબઈ સુધરાઈને વહીવટ સરકાર તરફથી નિમાયેલ જસ્ટીસીસ સમિતિ કરતી. આ સમિતિમાં કેશવજી નાયક, નરશી કેશવજી અને વેલજી માલુ ચાલુ નિમાયેલા સભ્યો હતા. સુધરાઈએ એમની સેવાઓની નોંધ લઈ એમની યાદમાં સને ૧૯૪૭ થી કુવારાથી શરુ થતા ટ્રામ સુધીના વિશાળ રસ્તાનું “શેઠ કેશવજી નાયક રોડ' નામાભિધાન કર્યું.
૨૩૮૯. કેશવજી શેઠની વ્યાપાર કારકિર્દી જવલંત હતી. તે વિશે લંબાણ ન કરતાં, તેમના વૈભવ, પ્રભાવ, ઉપરાંત તેમનાં હૃદયની સૌજન્યતા દર્શક કેટલાક પ્રસંગેની નોંધ કરીશું. એમનાં ભરાવદાર શરીર વિશે પણ જાણવા જેવું છે. “હિલેળા” ગ્રંથમાં ઉલ્લેખ છે કે –“શેઠ કેશવજી નાયકના શરીરનો બાંધો કદાવર અને ચહેરો બહુ મોટો અને ભરાવદાર હતો. માથા ઉપર તેઓ ચાંચવાળી પાઘડી ઘાલતા અને હમેશાં ચાર ઘોડાની ગાડીમાં બેસતા. ગાડીને સાઈપ ટોપાવાળો હતો. એક વખત તેઓ શ્રી વાલજી વર્ધમાન નામના સંબંધીને ત્યાં ગયા હતા. તે વખતે બેસવા સારૂ તેઓશ્રી માટે સારામાં સારી મજબૂત ખુરશી હોલમાં ગોઠવેલી હતી. તેઓશ્રી ૩૦૦ ઉપરના રતલના બેઠા કે ખુરશીના કૂચા થઈ ગયા.'
૨૩૯૦. નરશી કેશવજીની કંપનીએ અફીણ તથા રૂને મોટા પાયા પર સટ્ટો કરતાં તે સં. ૧૯૩૩ માં નાદાર સ્થિતિમાં આવી પડી. કંપનીએ મિલોનાં નાણુનો ઉપયોગ ધંધામાં કરતાં તેના શેરહોલ્ડરોએ એમના પર દાવો માંડ્યો. મામલે કોર્ટમાં જતાં કેશવજી શેઠને પણ જુબાની આપવા જવાનું થયું. તેમના શરીરને બાંધો ખૂબ જ મોટો હઈને તેઓ કેર્ટમાં ઉપરને મજલે જઈ શક્યા નહીં. કહેવાય છે કે ભેંયતળીએ કોર્ટ બેસાડીને એમની જુબાની નોંધવામાં આવેલી !
૨૩૯૧. “ જૂનું મુંબઈ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે કે-તે વખતે માંડવી લતામાં રૂના વેપારીઓ પાસે લક્ષ્મીની રેલમછેલ હતી અને બે ઘોડાની ગાડીઓ પણ એ લતામાં સારા પ્રમાણમાં નજરે પડતી. આવા શ્રીમંતમાં શ્રી કેશવજી નાયક અગ્રુપદે લેખાતા અને કરોડાધિપતિ ગણાતા. શેઠશ્રી કેશવજી નાયક પિતાના નેપિયનની રોડ પર આવેલા બંગલામાંથી ચાર ઘોડાની ગાડીમાં માંડવી પર પોતાની દુકાને આવજા
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com