________________
શ્રી રત્નસાગરસૂરિ
પં૪૫ કરતા. ગાડીને કેચમેન સાઈસ અંગ્રેજ રોપાવાલો હતે. શેઠશ્રીના શરીરનો બાંધો ઘણે મોટો હતો. લોકો તેમને જોવા તે ઊભા રહેતા. તેમણે નરશી નાથા સ્ટ્રીટ તથા ચિંચબંદર રોડ (હવે કેશવજી નાયક રોડ)ના ત્રિભેટા પર રૂ. ૨૩૦૦૦) જેટલી સારી રકમ ખરચી પાણીને ફુવારો તથા હવાડે બંધાવ્યા અને મ્યુનિસિપાલિટીને સુપ્રત કર્યો.'
૨૩૯૨. “કુવારાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે દિવસે કચ્છ, કાઠિયાવાડના રાજા-મહારાજાઓ, મુંબઈના ગવર્નર, યુરોપિયન વેપારીઓ તથા મુંબઈના તમામ આગેવાન વેપારીઓ અને સજજનોની ખૂબ ગીરદી જામી હતી. પરોણુઓને બેસવા ફુવારાથી લઈ મસ્જિદના પૂલ સુધી શમિયાણો બાંધવામાં આવ્યો હતો, અને તેને ખૂબ શણગારવામાં આવ્યો હતો.’ મુંબઈના તે સમયના ગવર્નર વુડહાઉસે તા. ૮-૧-૧૮૭ ના દિને કુવારાનું ઉદ્ઘાટન કર્યું.
૨૩૯૩. સર કાવસજી જહાંગીર અને કેશવજી નાયક પાસે જ તે વખતે ચાર ઘડાની ગાડી હતી એમ “મુંબઈને બહાર' ગ્રંથના ઉલ્લેખો દ્વારા જાણી શકાય છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે, સં. ૧૯૨૯ ના મહા વદિ ૧૩ ને મંગળવારે સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય આવેલા ત્યારે એ ગાડીને ઉપયોગ તેમના સ્વાગત માટે થયેલ જુઓ–“ઘણા હિન્દુ ગર તેમને (ભગવતપ્રસાદજી રઘુવીરજીને) લેવા માટે મરણલેણના મઠક આગલ જઈ ઉભા હતા; અને સર કાવસજી જહાંગીર તથા શેઠ કેશવજી નાએક વાલી ચાર પૈડાવાળી ચારતો માહેલી એકાતમાં તેમને બેસાડીને તાંહાંથી શહેરમાં લાવે હતા.”
૨૩૯૪. અપૂર્વ સમૃદ્ધિમાં પણ કેશવજીશેઠ કેવા સહૃદયી હતા તેના અનેક ઉદાહરણે અનુકૃતિમાં સંભળાય છે. એમની ચીન ખાતેની પેઢીમાં બોજા પીરભાઈ ખાલેદીના મુખ્ય પ્રતિનિધિ હતા. ચીનમાં સૌ પ્રથમ હિન્દુ કે જૈન પેઢી કેશવજી શેઠની જ ગણાય. ત્યાંની પેઢીએ સારી પ્રગતિ કરેલી, જે પીરભાઈની કુનેહનું ફળ હતું. એક વખત દિવાળીના દિવસે પીરભાઈ શેઠનાં આશીર્વાદ લેવા તેમની પાસે જાય છે. શેઠે “અચો પીરભાઈ શેઠ, અચે !” એમ કહી સકાર્યો. પિતાને શેઠ કહ્યા હોઈને એમને મશ્કરી જેવું લાગ્યું. પરંતુ ખરી હકીકત જાણી ત્યારે તેઓ ગદ્ગદિત થઈ ગયા. શેઠે પીરભાઈની પ્રામાણિક્તા જોઈ એમને ભાગ નક્કી કરી રાખેલ. ચોપડામાં પીરભાઈને નામે ત્રણેક લાખ રૂપીઆ જમા હતા ! પીરભાઈએ પણ મરતા સુધી શેઠની સેવા બજાવી અને પિતાના પુત્ર જેરાજભાઈને પણ એ પ્રમાણે વર્તવાનું કહ્યું !
૨૩૮૫. કોઠારાનાં જિનાલયની પ્રતિષ્ઠા વખતે શેઠનું ભવ્ય સામૈયું કરવામાં આવેલું. એમને એક લંગોટીઓ મિત્ર વાડામાં છાણું થાપતો હતો, તે શેઠને જોઈને બોલી ઊઠ્યો–ઓય ભેંસા કેશા !' શેઠ પણ એને જોઈને હર્ષથી ઉગાર્યા અને બેય લંગોટીઓ મિત્ર ભાવથી ભેટી પડ્યા. એક હવે કચ્છનો કુબેર, બીજે કચ્છને રંક. પિતાના રેશમી રૂબાબદાર વસ્ત્રો પર છાણના ડાઘાઓએ શેઠને પિતાને બાળપણ યાદ દેવડાવ્યું અને એમની આંખો દ્રવી ઉડી !
૨૩૯૬. રાજા-મહારાજાઓ દ્વારા સન્માનિત થયેલા આ કોટિધ્વજ શ્રેણીના ગુણો અગણિત હતા. સં. ૧૯૪૧ ના વૈશાખ સુદી ૧૫ ને બુધવારે આ મહાપુરુષે પાલીતાણામાં સદાને માટે આંખ મીંચી ત્યારે સમગ્ર જૈન સમાજ શક-સાગરમાં ડૂબી ગયેલ. તેઓ પોતાની પાછળ અનેક સ્મૃતિ ચિહ્નો મૂકી ગયા છે. તેમનાં કાર્યો વિશે હવે અંતિમ પરિચય કરીશું. જ્ઞાતિએ એમના પ્રત્યે અપૂર્વ માન પ્રદર્શિત કર્યું. શ્રી અનંતનાથ જિનાલયની વર્ષગાંઠે ચઢેશ્વરી માતાની દહેરીનાં શિખર ઉપર ધ્વજારોપણ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com