________________
૨૫.
શ્રી મુકિતસાગરસૂરિ
૨૨૯૮. માળવા અંતર્ગત ઉજજૈયિનીમાં ઓશવાળ જ્ઞાતીય શાહ ખીમચંદની ભાયી ઉમેદબાઈની કુખેથી તેઓ સં. ૧૮૫૭માં જન્મ્યા. તેમનું મૂળ નામ મોતીચંદ હતું. સં. ૧૮૬૭ના વૈશાખ સુદી ૩ ના દિને તેમણે દીક્ષા લીધી. સં. ૧૮૯૨ ના વૈશાખ સુદી ૧૨ ના દિને તેમને પાટણમાં આચાર્ય તેમજ નાયક પદ પ્રાપ્ત થયાં. પદમહોત્સવ નવું ગોકલજીએ ઘણું ધન ખરચીને કર્યો. જુઓ“ગુરુપદાવલી ” પ્રહ ભીમસી માણેક
૨૨૯. ડૉ. જોનેસ કલાની નેધ પણ અહીં ઉલ્લેખનીય છે :
71. Muktisagara-suri, son of Oswal-jnatiya Khimchand in Ujjayani, and of Umedabai, mula-naman Motichand, born Samvat 1857, diksha 1867 Vaisakh sudi 3, acharya and gachchhesha-pada 1892 Vaisakh sudi 12 in Patana, the mahotsava being arranged by Setha Narsinha Natha ( Laghu jnatiya Nagada-gotriya ) (? Setha Nathu Gokalji), M. made Samvat 1897 maha sudi 5 the pratishtha of chandra prabhu, and Samvat 1905 maha sudi 5 he consecrated the Mahavir chaitya, established by Sa Jivaraja Ratanshinha + Samvat 1914 at the age of 57. Inscr. Samvat 1905 ( Epigr. Ind. II. 39). -The Indian Antiquary, Vol. XXIII, p. 178.
૨૩૦૦. મુક્તિસાગરસૂરિ શ્રીપૂજહેવા છતાં ભારે તપસ્વી અને ઉગ્ર વિહારી હતા. ઉદાહરણથે સં. ૧૮૯૮માં તેઓ જામનગરમાં ચાતુર્માસ રહ્યા ત્યારે તેમણે માસાકલ્પ કર્યું. એક સ્થાને બેસી ન રહેતાં તેમણે જુદા જુદા સ્થાનમાં વિચરીને અનેકને ધર્મબોધ પમાડ્યો છે. એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાને પાછળથી ઉલ્લેખ કરીશું. આચાર્ય સં. ૧૯૦૨ માં જખૌમાં તથા સં. ૧૯૧૭ માં ભૂજપુરમાં પણ ચાતુર્માસ રહેલા, જે અંગે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. સં. ૧૮૯૩ ના ચૈત્ર વદિ ૧૨ ના દિને મુક્તિસાગરસૂરિએ પાવાગઢની યાત્રા કરી. મહાકાલીદેવીની ભક્તિ કરી વરદાન પ્રાપ્ત કર્યું. આ વિશે ક્ષમાલાભે “મહાકાલી માતાને છંદમાં સુંદર વર્ણન કર્યું છે. ગચ્છનાયક મહાકાલીના અનન્ય ભક્ત હતા. કરછી શ્રાવકે
૨૩૦૧. હવે પછીને ઈતિહાસ બહુધા આ ગચ્છના કચ્છી શ્રાવકનાં ઐતિહાસિક ધર્મોથી અંકાયેલું રહેશે. કચ્છના સાહસિક શ્રેષ્ઠીવર્યોએ વિક્રમના ૨૦મા શતક્ના પૂર્વાધમાં લખલૂટ દ્રવ્ય ખર્ચીને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com