________________
૨૬,
શ્રી રત્નસાગરસૂરિ
- ૨૩૬૮. કચ્છદેશ અંતર્ગત મોથારા નામના ગામમાં વિશા ઓશવાળ જ્ઞાતીય શાહ લાડણ પચાણનાં ઘેર, તેની ભાર્યા ઝૂમાબાઈની કુખે સં. ૧૮૯૨ માં એમનો જન્મ થયો. સં. ૧૯૦૫ માં એમણે દીક્ષા લીધી તથા સં. ૧૯૧૪માં તેઓ આચાર્ય તેમજ ગચ્છશપદ પામ્યાં. સં. ૧૯૨૮ ના શ્રાવણ સુદી ૨ ને દિવસે ૩૬ વર્ષની વયે તેઓ કચ્છના સુથરી ગામમાં સ્વર્ગસ્થ થયા.
૨૩૬૯. સં. ૧૯૧૧ ના જેઠ સુદી ૧૧ ને રવિવારે ભૂજનગરમાં રત્નસાગરસૂરિને પદધર મહોત્સવ થયું હતું એમ કવિ પ્રેમચંદ કૃત “ગુગહુલી' દ્વારા જાણી શકાય છે. જુઓ–
કચ્છ દેશે મથારા ગ્રામ, વૃદ્ધ એસવંશ સહાયજી; સાહા લાડણ કુલ દિનમણી દીપે, માતા જુમાંબાઈએ જાયા રે. સંવછરી ઉગણીસા વરસે, ઈગારા મઝાર છે; જેઠ માસ શુકલ પક્ષ વખાણે, એકાદશી રવિવારે રે. ભૂજ નગરને સંઘ સોભાગી, રાગી બહુ નરનારી છે; પાટ મહાઇવ પ્રેમે ભણાવે, ભક્તિ કરંતા અતિ સારી રે. અંચલગચ્છપતિ અધિક બિરાજે, મુક્તિસાગરસૂરિ રાયા; તાસ સીસ જુગ મહીયલ વિયરે, રત્નસાગરસૂરિ રાયે રે. રાનસાગરસરિ અવિચલ પ્રતિજ્ઞના, જહાં લગે મેગિરિરાયા;
ગેલચંદ સુત હરખ ધરીનં, પ્રેમચંદે ગુણ ગાયા રે. ૨૩૭૦. ઉપર્યુક્ત વર્ણન દ્વારા એમ પણ કહી શકાય કે સં. ૧૯૧૧ ના જેઠ સુદી ૧૧ ને રવિવારને દિવસે એમને ગુરુએ પટ્ટશિષ્ય તરીકે અથવા તે આચાર્યપદે સ્થાપ્યા હશે.
ર૩૭૧. સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડો. જહેનનેસ કલાટથી નેંધ પણ અહીં ઉલ્લેખનીય છે. તેઓ અંચલગચ્છની પદાવલીમાં રત્નસાગરસૂરિ વિશે આ પ્રમાણે નેવે છે:
72. Ratnasagara-suri, son of Sa Ladana Pichana in Mothara-grama (Kachchha-dese) and of Jhumabai, born Samvat 1892, diksha 1905, acharya and gachchhesa 1914. Under him the Laghu Osa-Vansiya Setha Narsi Natha became an Anchala-gachcha Sravaka. R. died Samvat 1928 Sravana sudi 2 in Suthari-grama at the age of 36. Inscr. Samvat 1918
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com