________________
શ્રી રત્નસાગરસૂરિ
પર (See D. P. Khakhar, Report Province of Kaccha, p. 75), Samvat 1921 (Epigr, Ind. II. 39.)
૨૩૭૨. રત્નસાગરસૂરિએ હજારે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવીને ગ૭ના ઈતિહાસમાં વિશિષ્ટ પ્રકરણ ઉમેર્યું છે. એમણે પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમાઓ સમગ્ર ભારતમાંથી ઠેર ઠેર મળે છે. એ વખતે અંચલગચ્છીય શ્રાવક શ્રેષ્ઠીઓની સમૃદ્ધિને પણ પાર નહોતો. ગચ્છનાયકના ઉપદેશથી તેમણે અનેક જિનાલયે, ઉપાશ્રયો, જ્ઞાનમંદિરે વિગેરેનું નિર્માણ કરાવ્યું.
૨૩૭૩. ગચ્છનાયક બહુધા કચ્છમાં જ વિચર્યા છે અને ત્યાં શાસનન્નતિનાં અનેક કાર્યો કર્યા છે. એમનો પ્રભાવ જ એવો હતો કે અનેક સંઘે એમને પોતાનાં ગામે ચોમાસું કરાવવા વિનતિઓ કરતા અને ગચ્છનાયક પણ બધાને રાજી રાખતા. તેઓ ભૂજમાં એક સાથે ચાર માસમાં રહેલા તે વિશે સુંદર ગહેલી ઉપલબ્ધ થાય છે. આ ગહુંલીમાંથી તેમને શ્રાવક ભક્તો વિશે પણ જાણી શકાય છે. જુઓ– ભૂજ નગર માંહે અધિકારી રે, શેઠ શિવજીશા સમકીત ધારી રે;
તે તો વાટ જુએ છે તમારી...૪ શેઠ લાલણને કારીઆ ઉસવાલ રે, વોરા ચુંખરુને વડોરા ઉદાર રે;
ભૂજ નગર દેવાણી મેવાલ..૫ ૨૩૭૪. રત્નસાગરસૂરિ મુંબઈને સંઘની વિનતિથી મુંબઈ પણ પધારેલા. તે વખતે કવિ પ્રેમચંદ એમની ગહુંલી રચી એમના ગુણોનું સુંદર વર્ણન કર્યું છે. જુઓ–ગર્લ્ડલી સંગ્રહ ', નં. ૧૩૦.
૨૩૫. રત્નસાગરસૂરિનાં જીવન વિષયક એક મહત્વને પ્રસંગ આ પ્રમાણે સંભળાય છે—દશા ઓશવાળ જ્ઞાતિને બાવન ગામનો મેળ નલિયામાં થયો. ગચ્છનાયક રાધનપુર બિરાજતા હેઈને તેમને ખાસ કાસદ દ્વારા સંદેશ પહોંચાડવાનો હતો. એ વખતે યતિઓમાં બે પક્ષે પડેલ. સામા પક્ષવાળા યતિએ સંદેશે પહોંચાડવાની જવાબદારી સ્વીકારી. તેમને થયું કે, જે ગચ્છનાયક પધારે તો તેમનું વર્ચ સ્વ તેમજ પેદાશ ન રહે એટલે તેમણે કાસદને ફેડી સંદેશો મોડો પહોંચાડવાનું ષયંત્ર રચ્યું. રવિવારે મેળેા હતો. અને વિનતિપત્ર શુક્રવારે પહોંચાડે. રત્નસાગરસૂરિએ કારણ પૂછતાં તેમના પ્રભાવથી કાયદે સત્ય હકીકત જણાવી અને ક્ષમા યાચી. આચાયે તરત નવાબ, જે તેમને ખાસ ભક્ત હતો, તેની પાસેથી બે સાંઢણુઓ મંગાવી અને તે ઉપર બિરાજી શનિવારે સાંજે તેરા ગામે આવી પહોંચ્યા..
૨૩૭૬. તેવામાં તે વખતે તારાચંદજી (તેજશેખર દેલતશેખર ) એક સમર્થ યતિ હતા. તેઓ તથા બીજા પાસવીરજી, હરખચંદજી અને તારાચંદજી શિ. કરમચંદજી યતિ હતા. સૌ તિષ, ઉદક શાસ્ત્રમાં કુશળ હતા. કરમચંદજીની શક્તિ ઉપર તો મહારાવ દેશળજી પણ ફિદા હતા. આ યતિઓએ નલિયા મહાજનમાં રજૂઆત કરેલી કે ગાદીપતિને બોલાવ્યા વિના મેળે થાય છે અને ત્યાંના યતિ કહ્યું બોલતા નથી એટલે અંદર મેલી રમત છે. આ વિરોધમાં તેરા, કોઠારા, સુજાપુર, બાંઢીઆ, કુઆ૫ધર, લાખણીઆ, ખુદ શિણાઈ, નલિયાનો મોટો વર્ગ ભળ્યા. તારાચંદજીની પિોશાકમાં આ ચર્ચા થતી હતી ત્યાં રત્નસાગરસૂરિ અણધાર્યા આવી પહોંચ્યા. સૌને આશ્ચર્ય થયું. તેમને સર્વ બીના સંભળાવવામાં આવી. તેરે દરબારને રથ, મિયાન, ઘોડેસ્વારો મંગાવવામાં આવ્યાં. રવિવારે નિયત સમયે ગાદીપતિ નલિયા ભાગોળે પધાર્યા. છડીદારે નેકી પોકારી બસોનેકી છડી, રૂપેકી મશાલ, આજુસે બાજુએ નિગાહ રખીએ, તમે જૈનકે બાદશાહ, ઘણી ખમ્મા સલામ ! ” ગાદીપતિના છીદારને જોઈ સૌ દંગ થઈ ગયા,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com