________________
શ્રી મુક્તિસાગરસૂરિ
પ૩૮ સાગર, શેખર, ચંદ્ર, તિલક, સુંદર, લાભ, મેર, કુશલ, મતિ વિગેરેની પિશાળાના યતિઓને પદધર દ્વારા ચોમાસાની આજ્ઞાપત્ર મળત. સં. ૧૯૬૪ સુધી આ પ્રથા રહી. એ પછી યતિઓનું પ્રભુત્વ ઓસરી ગયું. પહેલાં પિશાળાની સેવા ઘણી હતી. મહારાજે પણ ધારી પાશાળાને રાજ્યાશ્રય આપેલો જેમાં આ પિશાળે મુખ્ય છે : ભૂજની મોટી પોશાળ, અંજારની ભટ્ટારકવાળી નાની પિશાળ, ગુંદાલાની દેવચંદ્રની પિશાળ, બેરાજાની મણીતિલકની પિશાળ, રતડીઆની ઘેલાભાઈની પિશાળ, બાંડીઆની ગણેશવાલાની પોશાળ તેમજ વાગડ, કટારીઆ, ભચાઉ પ્રમુખ બાર પિશાળો. આ પોશાળ હસ્તક રેહાગામ, વીરાગામ વિગેરે ગામો તથા ઘણી જાગીર હતાં. કચ્છમાં માત્ર અંચલગચ્છની જ ૨૦૦ પોશાળો હતી !
_ ૨૩૬૩. સં. ૧૯૯૯ માં મુક્તિસાગરસૂરિ જામનગરમાં ચાતુર્માસ રહ્યા ત્યારે વીસ શિવે પણ સાથે હતા એમ આ લેખ દ્વારા જણાય છે :
संवत् १८९९ वर्षे पोष वद ९ भोम श्री अंचलगच्छे पूज्य भट्टारक श्री १०८ श्री मुक्तिसागरसूरीश्वरजीविजयराज्ये श्री नवानगरमधे चतुरमास मुनि महिमारत्नजी। मुनि सुमतिलाभजी । मुनि जेसागरजी । प्रमुख ठाणा २५ मुक्तिसागरजी तत् शिष्य धर्मसागरजी तत् भाई गुलाबचन्दजी, तत् भाई त्रीकमलाल । श्री रस्तु । मुनि प्रताप सागर। मुनि कुशल सागर । मुनि विनीतसागर । मुनि भोजसागर । मुनि ललितसागर । मुनि जिनेन्द्रसागर । ल० मुनि जेसागरेण । श्री रस्तु ॥
૨૬૪. સૌભાગ્યચંદ્ર શિ. દેવચં સં. ૧૯૧૨ના વૈશાખ વદિ ના દિને મુંબઈથી હરભમ નરશીએ કાઢેલા કેશરી આજીના સંઘમાં યાત્રા કરી સ્તવન રચ્યું. આઠ દિવસ સંઘે ભાવથી યાત્રા કરી અને સંઘપતિએ સ્વામીવાત્સલ્યાદિમાં ઘણું ધન ખરચ્યું એ વિશે તેમાં વર્ણન છે. કવિએ “ચકકેસરી આરતી', “દીપોત્સવી સ્તવન' વિગેરે ઘણી પદ્યકૃતિઓ રચી. એમના શિષ્ય સકલચંદ્ર પણ સ્તવનકાર હતા. સૌભા
ચંદ્રના શિ. સ્વરૂપચંદ્રના કુશલચંદ્ર, હીરાચંદ્ર શિષ્યો થયા. હીરાચંદ્ર સં. ૧૯૦૫ ના માઘ સુદી ૫ને સોમવારે જખૌમાં રહીને મહાવીર પંચકલ્યાણક ચઢાળિયા’ ની પ્રત લખી. ૫. કુશલચંદ્ર ઘેલાભાઈ પદમશીના વાંચનાર્થે “અલ્પ–બહુર્વ વિવરણ” ની પ્રત મુંબઈમાં લખી.
૨૩૬૫. ગોરજી રતનચંદજી મુંબઈમાં શ્રી અનંતનાથ જિનાજ્યમાં બિરાજતા. સં. ૧૮૯૨ ના ચિત્ર વદિ ૨ ને સોમવારે જિનાલયને આપવાના લાગાઓ વિષયક ઠરાવ તેમણે ઘડી આપેલ, જે દ્વારા જિના લયની આવકમાં ઘણી જ વૃદ્ધિ થઈ.
૨૩૬૬. વા. ભક્તિસાગરના શિષ્ય પં. રાજસાગરે મુંદરામાં રહીને શ્રી શીતલનાથ સ્તવન રચ્યું.. તદુપરાંત મુક્તિસાગરસૂરિના અજ્ઞાત શિષ્યોએ અનેક પદ્યકૃતિઓ રચી, જેમાં “પાંખી ખામણું” ને પડ્યો ખૂબ પ્રસિદ્ધ છે. ભુજપુરમાં સં. ૧૯૦૭ ના પપ સુદી ૧૦ ના દિને મુક્તિસાગરસૂરિ સાથે ચાતુર્માસ રહીને અજ્ઞાત શિષ્ય “નારકીનું પ ઢાલિ' રચ્યું. એવી જ રીતે સં. ૧૯૦૨ ના શ્રાવણ વદિ ૫ ના દિને જખૌમાં ચાતુર્માસ રહીને અજ્ઞાત શિષ્ય “સુતક સઝાય' રચી. આવી અનેક કૃતિઓમાં અને મુક્તિ' નામ આવે છે.
૨૩૬ ૭. વિંઝાણ પિશાળના રાયચંદ્ર શિ. મૂલચંદ્ર મંત્રવાદી હતા. એક વખતે દુષ્કાળમાં થરપારકરના સોઢાઓના ઝઘડાથી સિધી ચેખાની પિડ બંધ પડી. માંડવીના વિરાજે તંગી નિવારવા પોઠો મંગાવી પરંતુ ગઢશીશામાં ઊંટો માંદગીમાં પટકાયા. મૂલચ કે મંત્રવિદ્યાધી અસાધ્ય રોગ દૂર કર્યો જેના બદલામાં યતિએ અબડાસામાં અનાજ પહોંચાડવાનું જ માંડ્યું. પિઠેન માલીકોએ બે ઊંટો વિંઝાણની પોશાળને વેચ્છાએ ભેટ ધર્યા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com