________________
૫૩૮
અંચલગચ્છ દિગદર્શન પ્રતિષ્ઠાની પરંપરા
૨૩૫૮. મુક્તિસાગરસૂરિ સં. ૧૮૯૩ માં પાલીતાણું પધાર્યા. ત્યાં તેમણે મોતીશાની ટ્રમાં સાતસો જિનબિંબની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. ખંભાત પાસેનાં વટાદરામાં ગેડીજીનાં બિંબની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૮૯૩ના માઘ સુદી ૧૦ ને બુધવારે રાજનગરમાં વીસા ઓશવાળ દલીચંદ અભયચંદે તથા વસા શ્રીમાલી હીરાચંદ જોઈતારામની ભાર્યાએ આચાર્યના ઉપદેશથી કરાવેલી પ્રતિષ્ઠા માટે જુઓ–અં. લેખસંગ્રહ, નં. ૩૨૯ થી ૩૩૪.
૨૩૫૯. સં. ૧૯૦૩ ના માધ વદિ ૫ ને શુક્રવારે રાધનપુરના અંચલગચ્છીય શ્રાવક પારેખ કસલચંદ સવચંદ વીચંદે શ્રી ઋષભદેવનું શ્યામ બિંબ ભરાવ્યું, તે વખતે સંઘે અનેક બિંબની પ્રતિષ્ઠા કરાવી. જુઓ અં. લેખસંગ્રહ નં. ૫૧૦ થી ૧૨. સાવરકુંડલામાં શેઠ કુટુંબના વાસણ પ્રેમજીના વંશજોએ સં. ૧૯૦૯ માં શ્રી ધર્મનાથ જિનાલય બંધાવ્યું. ત્યાં માણેકચંદ કુંવરજી દેવજીએ સં. ૧૯૯૯ના ફાગણ સદી ૨ ના દિને ઉપાશ્રય બંધાવ્યો. અહીં અંચલગચ્છની પાટ હતી. અમરેલીમાં ઓશવાળ પટ્ટણીઓએ સં. ૧૮૬૭ માં જિનાલય અને ઉપાશ્રય બંધાવ્યાં. ભાવનગરમાં વખતસાગર શિ. ભાવસાગરના ઉપદેશથી સં. ૧૮૫૦ લગભગમાં શ્રી ગેડી જિનાલય, ઉપાશ્રય અને જ્ઞાનભંડાર બંધાયાં. ભાવસાગર મહાકાલીન ભક્ત હેઈને ઉપાશ્રયમાં દેવીની પ્રતિમા પૂજનાથે સ્થાપેલી. ઉપાશ્રય ભાગ સુધરાઈએ કાપી નાખતાં પ્રતિમાજીને જિનાલયમાં મૂકેલાં.
૨૩૬ ૦. કચ્છના ભૂજપુરમાં ચાંપશી નીમશીએ સં. ૧૮૯૭ ના ફાગણ સુદી ૩ ના દિને શ્રી ચિન્તામણી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. સુજાપુરના છેડા માલુ ગોવિંદ ખીમણાંદ, ભાય હાંસાબાઈ, પુત્ર નાંગશીએ સં. ૧૯૦૫ ના માળ સુદી ૫ ને સોમવારે પાલીતાણામાં ઘણાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. નાના આસબીઆ અને બાદમાં સં. ૧૯૦૯માં શ્રી આદિનાથ જિનાલો, મોટા આસંબી આમાં સં. ૧૯૨૦ માં શ્રી સુપાર્શ્વનાથ જિનાલય સંઘે બંધાવ્યાં. બાએટનાં જિનાલયનો જીર્ણોદ્ધાર શ્રી અનંતનાથ ટ્રસ્ટ દ્વારા થયો.
૨૩ ૬૧. નૂતન જિનાલ ઉપરાંત અન્ય જિનાલયોના જીર્ણોદ્ધારનાં કાર્યો પણ થયાં, જેની નોંધ આ પ્રમાણે છેઃ ધમડકામાં સં. ૧૫૨૨ ના કાતિક વદિ ૫ ને ગુરુવારે જયકેશરીરિના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ કાર્યો થયાં. જુઓ–અં. લેખસંગ્રહ, નં. ૧૩૧. માંડવીમાં સં. ૧૮૫૦ માં શ્રી શાંતિનાથ જિનાલય બંધાયું, જેમાં ભુલાણું કુટુંબની ઘણી સેવાઓ છે. કુંદરોડીમાં સં. ૧૮૫૧માં શ્રી પાર્શ્વનાથ તથા વિંઝાણમાં સં. ૧૮૯૭માં શ્રી શાંતિનાથ જિનાલયે સંઘે બંધાવ્યાં. કુંદરોડીમાં હાલ નૂતન જિનપ્રાસાદ થયો છે. આધોઈમાં સં. ૧૮૫૪ માં શ્રી અજિતનાથ જિનાલય સંઘે બંધાવ્યું. વડાલામાં સં. ૧૬૦૫ માં ગોરજી ગુણપતજીની પ્રેરણાથી શ્રી આદિનાથ જિનાલય બંધાયું. આ જિનાલના જીર્ણોદ્ધાર ઉપરાંત ગામોગામ ઉપાશ્રયનાં મંડાણ થયાં અને અગત્યનાં કેન્દ્રોમાં જ્ઞાનશાળાઓ પણ બંધાઈ. શિષ્ય-સમુદાય
૨૩૬૨. સુવિહિત શ્રમણોની અવિદ્યમાનતામાં સાતસોથીયે અધિક સંખ્યામાં ગરજીઓએ ધર્મપ્રવૃત્તિ જારી રાખી. તેઓ શિલ્પ, સ્થાપત્ય, વ્યાકરણ, વૈદક, ગણિત, જ્યોતિષ અને ભૂસ્તરશાસ્ત્રમાં નિપુણ હેઈને સમાજ-સેવા દ્વારા ધર્મસેવા કરી શક્યા. તેમણે ગામોગામ બાંધેલી પિશાળાએ વિદ્યાશાળાની ગરજ સારી. બાળક ત્યાંથી એકડો ઘૂંટીને જીવનની કારકિર્દી ઘડત. અન્ય ગોમાં પણ આ જ સ્થિતિ હતી. તપાગચ્છમાં હીરવિજયસૂરિ પછી ચારેક પેઢી બાદ પધરો “શ્રીપુજ' કહેવાયા અને ભિન્ન સ્થળે ગાદી સ્થાપીને રહ્યા. ખરતરગચ્છમાં પણ એવું જ બન્યું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com