________________
અંચલગચ્છ દિગદર્શન
શેઠ જીવરાજ રતનશી
૨૩૪૮. જખૌના લેડાઈ રતનશી વીરજીની પત્ની કોરબાઈના પુત્ર જીવરાજશેઠ પણ જ્ઞાતિના શેઠીઆઓમાંના એક છે. સં. ૧૮૫૦ લગભગમાં તેઓ મુંબઈમાં આવી મજૂરી કરતા. તેમના બંધુઓ ભીમશી તથા પીતાંબરના આગ્રહથી પુનઃ ખેતી કરવા લાગ્યા. નબળાં વર્ષોમાં પુનઃ મુંબઈ આવી થોડી બચતમાંથી વ્યાપાર શરુ કર્યો. ભાગ્યે યારી આપતાં થોડાં વર્ષોમાં જ સૌરાષ્ટ્ર, ખાનદેશ, વરાડ, સિંધ અને દખણમાં એમની રૂની પેઢીઓ ધીકતો વ્યાપાર કરતી થઈ ગઈ. અમેરિકાની લડાઈ વખતે વ્યાપારમાં ખૂબ જ વૃદ્ધિ થઈ.
૨૩૪૯. સં. ૧૯૦૫ના માઘ સુદી પના દિને મુક્તિસાગરસૂરિના ઉપદેશથી તેમણે જખૌમાં શ્રી મહાવીર પ્રાસાદ કરાવ્યો. વિશાળ વંડાના નવ જિનાલયને ઝૂમખો જીવરાજશેઠના પિતાનાં નામથી “રત્નટૂંક” કહેવાય છે. વીશ શિખરયુક્ત મૂલ જિનાલય ઘણું ભવ્ય છે. તેમાં પ્રતિમાઓને પરિવાર પણ ઘણો છે. અબડાસાની પંચતીથમાં રત્નસૂકની ગણના થાય છે. આચાર્યના ઉપદેશથી તેમણે જખૌમાં ત્રણ લાખ કેરી ખરચીને જ્ઞાનભંડાર કરાવ્યો. તેની સામે ગૌતમ ગણધરની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી. કચ્છમાં વિચરતા સર્વ યતિઓને વસ્ત્રો પહેરાવ્યાં તેમજ તેમના માટે જખૌમાં ઉપાશ્રય બંધાવ્યો.
૨૩૫૦. એમના બંધુ ભીમશીશેઠે ત્યાં પાંજરાપોળ તથા આયંબિલવાડી બંધાવ્યાં, તથા રત્નકને નિભાવવા સારું ભંડળ કાઢી આપ્યું. એમનાં જિનાલયનું કામ ચાલતું હતું ત્યાં તેઓ ગુજરી ગયા. આથી કોઠારામાં મળેલા મહાજનમાં પૂરામાશેઠાણને કઈ કે ટોણું માર્યું-“રન બાયડી કેરો કંધી, ઈ તે પાંકે કયો ખપધો.” શેઠાણી મૌન રહ્યાં. જિનાલયનું કામ સંપૂર્ણ કરી તેમણે કોઠારામાં મળેલા મહાજનમાં એ ટૅણ સામે પડકાર ફેંક્યો કે “રન બાયડી તો કરે દેખાણે, હાણે નાતમેં કયો મુડસ આય કે તેની ભારર્થે જે નિભાવ કંધો?” આ સાંભળી ટાણું મારનાર ભાઈ શરમીંદા થયા!
૨૩૫૧. ભીમશી રતનશીના ટ્રસ્ટ સંબંધી મુંબઈની કોર્ટમાં સને ૧૮૯૨ માં અગત્યનો ફેંસલે થયો તેની તથા ટ્રસ્ટડીડની વિગત માટે જુઓ “ક. દ. ઓ. નાતના કેસ", પૃ. ૫૧૪–પ્રગોકળદાસ જેચંદ ઝવેરી. સં. ૧૯૨૨ સુધી રત્નસૂકને વહીવટ જીવરાજશેઠે અને પછી ભીમશીશેઠ અને તેમના કુટુંબીઓએ સંભાળે. સં. ૧૯૭૯માં ભીમશીશેઠના પ્રતિનિધિઓ અને જખૌના મહાજન હસ્તક વહીવટ આવ્યો. પછી ટ્રસ્ટડીડ કરવામાં આવ્યું.
૨૩૫ર. જીવરાજશેઠે અંજારમાં સં. ૧૯૨૧ માં શ્રી સુપાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. મુન્દ્રા તથા વણથલીમાં પ્રતિષ્ઠાદિ કાર્યો કર્યાં. જામનગરમાં વિશાળ જમીન ખરીદી શ્રી અજિતનાથ જિનાલય અને ધર્મશાળા બંધાવ્યાં, જે જીવરાજ રતનશીના વંડા તરીકે ઓળખાય છે. ભીમશીશેઠે મુંબઈના ડોંગરી વિસ્તારમાં પુષ્કળ જમીન ખરીદેલી જે ભીમપુરા તરીકે ઓળખાતી. આ જગ્યા ઈમુવમેન્ટ ટ્રસ્ટ સંભાળી લીધી. જીવરાજશેઠના પુત્ર કુંવરજી પણ કાબેલ હતા.
૨૩૫૩. જીવરાજશેઠે જ્ઞાતિનાં કાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લીધે. અન્ય અગ્રેસરો સાથે તેઓ જ્ઞાતિના ઝગડાઓ પતાવતા અને સૌને ન્યાય આપતા. શ્રી અનંતનાથ જિનાલયને વહીવટ શરુઆતમાં તેઓ સંભાળતા. એમની સેવાઓને અનુલક્ષીને જ્ઞાતિએ એમને જિનાલાની વર્ષગાંઠના દિવસે મહાકાલી દેવીનાં શિખર ઉપર ધ્વજારોપણ કરવાને વંશપરંપરાગત હકક આપે. જીવરાજશેઠ સને ૧૮૭૬માં તથા ભીમશીશેઠ ૩ જી ફેબ્રુઆરી ૧૮૬૩ના દિને મૃત્યુ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com