________________
પ૩૪
અચલગચ્છ વિદર્ભ સઘળી સખાવતનું એક દ્રઢ એમનાં નામે કરવામાં આવ્યું. મજકૂર ટ્રસ્ટના અભેચંદ રાધવજી, હીરજી ઉકરડા, લાલજી શામજી અને વાલજી વર્ધમાનને પહેલા ટ્રસ્ટીઓ તરીકે નીમવામાં આવેલા. આ ટ્રસ્ટ હાલ આ પ્રમાણે ખાતાંઓ ચલાવી રહ્યું છે–નલિયામાં નરશી નાથાનાં નામથી ચાલતા બાલાશ્રમ, કન્યાશાળા, સદાવ્રત, ધર્મશાળા તથા પાલીતાણામાં ધર્મશાળા, બે જિનાલયો ઉપરાંત નલિયામાં કૂતરાને રોટલા, પક્ષીને ચણની વ્યવસ્થા અને પાલીતાણામાં યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા ઈત્યાદિ. નલિયાની વીરવસહીની ટૂકનો વહીવટ ક. દ. એ. જે. મહાજન હસ્તક સ્કીમ ફંડના ટ્રસ્ટીઓ કરે છે. આ ટ્રકના વહીવટ માટે તા. ૨ જી ઓગસ્ટ ૧૮૯૦ ના મુંબઈની વડી અદાલતે અભેચંદ રાઘવજી, હીરજી ઉકરડા, લાલજી શામજી, ડાહ્યાભાઈ કલ્યાણજી, વાલજી વર્ધમાન, ઠાકરશી દેવરાજ અને રામજી ગંગાજરને ટ્રસ્ટીઓ તરીકે નીમ્યા. આ પહેલાં ટ્રસ્ટ ડીડ થયેલું હતું. માંડવીના વડાને વહીવટ સ્કીમ ફંડના ટ્રસ્ટીઓ કરે છે. પાલીતાણુની ધર્મશાળાની બાજુમાં આણંદજી કલ્યાણજીને વંડે છે. તે જમીન મૂળ આ ધર્મશાળાનો જ ભાગ હતા. સર વસનજીના ટ્રસ્ટી પદ દરમિયાન તે જમીન પેઢીને ભેટ આપવામાં આવેલી. પાલીતાણામાં દેવજી પુનશી ધર્મશાળા અને ગિરિરાજ પરનાં જિનાલયને વહીવટ પણ ટ્રસ્ટ હસ્તક છે. ઉદેપુર, અમરાવતી, માંડવી વિગેરે જિનાલયોને વહીવટ રથાનિક ટ્રસ્ટો હસ્તક છે. શેઠ નરશી નાથાનું સ્મારક
૨૩૪૦. જ્ઞાતિ-શિરોમણીનાં લેકોપયોગી કાર્યોના ઉપલક્ષમાં સં. ૧૯૯૫ માં મુંબઈ શહેર સુધરાઈએ કાથી બજારથી ભાત બજારનાં નાકા સુધીના રસ્તાને નરશી નાથા સ્ટ્રીટ નામ આપ્યું. સં. ૧૯૯૪ માં સુધરાઈએ કમિશ્નર મી. ટોન્ટન, શ્રી અનંતનાથ ટ્રસ્ટ અને જ્ઞાતિના પ્રતિનિધિ ડૉ. પુનશી હીરજી મશરીએ ચલાવેલી વાટાઘાટોના પરિણામે કમીશનરે તા. ૧૯ મી ઓકટોબર ૧૯૩૮ ના પત્રમાં પોલીસ કમિશ્નરની પરવાનગી મળતાં મજિદ બંદર તથા નરશી નાથા સ્ટ્રીટના ગમ ઉપર નરશી નાથા કે હરભમશેઠનું બાવલું મૂકવાનું ઠરાવ્યું હતું. આ યોજનાના અમલથી મુંબઈના વિકાસમાં પારસી અને ભાટિયા કેમની સાથે કચ્છીઓનો પણ વિશિષ્ટ હિસે હતો એ વાતનો સ્વીકારની સાથે એક મહાન શહેરી પ્રત્યેનું ઋણુ અદા કરી શકાશે. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ તે નરશી નાથાનાં ઋણમાંથી ક્યારે પણ મુક્ત થઈ શકે એમ નથી. લગ્નાદિ શુભ પ્રસંગોમાં આ મહા પુરુષના લોકાઓ ગાઈને જ્ઞાતિજનો એમનાં કાર્યોને સંભારે છે અને ઊગતી પેઢીને એમને વારસો જાળવી રાખવાની પ્રેરણા બક્ષે છે. શેઠ નરશી નાથાનું તારા મંડળ - ૨૩૪૧. કુવાપધરના વીસરીઆ મોતા ભારમલ તેજશી, નરશી નાથાના સાળા હતા. એમની કાર્ય દક્ષતાથી નરશી નાથાએ વ્યાપારક્ષેત્રે ભારે સફળતા પ્રાપ્ત કરેલી. જ્ઞાતિના ઈતિહાસમાં એમની વ્યાપારપટુતા તેમજ સામાજિક કારકિદની ગૌરવપૂર્વક નોંધ લેવાશે. સં. ૧૯૧૦ માં મંદીનું સખત મોજું ફરી વળેલું, જેમાં જ્ઞાતિની બધી પેઢીઓને તાળાં લાગે એવી સ્થિતિ થઈ ગયેલી. પરંતુ એમની તન, મન અને ધનની સહાયથી બધા કસોટીમાંથી પસાર થયા. એ પછી સં. ૧૯૧૧ થી ૧૯૨૧ ને દશક જ્ઞાતિના ઇતિહાસમાં સુવર્ણયુગ જેવો બની ગયો. ભારમલશેઠે કોઈને કોર્ટમાં જવા દીધા નથી. એ વિશે તેમણે મહાજનમાં ઠરાવ પણ કરાવ્યો હતો. એટલું જ નહીં જ્ઞાતિને વાંધાઓ તેમણે ન્યાયનિટથી પતાવ્યા અને જ્ઞાતિનાં નામને દીપાવ્યું. આ વિષયક ઉદાહરણો જ્ઞાતિના ઈતિહાસમાં જ પ્રસ્તુત ગણાય. અહીં એમની ધાર્મિક કારકિર્દીને ઉલેખ જ પ્રસ્તુત છે.
૨૩૪૨. સં. ૧૯૧૧ના કાર્તિક સુદી ને દિવસે ભારમલશેઠે સમેતશિખરજીની તીર્થયાત્રા કરી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com