________________
શ્રી મુક્તિસાગરસૂરિ
પ૨૯ આપ્યું. તેઓ વ્યવસાયમાં સ્થિર થાય, પ્રગતિ સાધે અને જ્ઞાતિ અને ધર્મનું નામ ઉન્નત રાખે એ જેવા જ્ઞાતિશિરોમણી સદા ઉત્સુક રહ્યા. કચ્છ જેવા પછાત પ્રદેશમાંથી મુંબઈને અજાણ્યા અને ઉજજડ ટાપુઓમાં વ્યાપાર-પ્રભુત્વ જમાવવા નીકળેલી બાબા જેવડી જ્ઞાતિને ઐકય, બ્રાતૃભાવ વિગેરે અનેક ગુણેની આવશ્યક્તા હતી જેની પ્રતિ જ્ઞાતિશિરોમણીની સ્નિગ્ધ છત્રછાયામાં થઈ શકી. જ્ઞાતિના સર્વાગી ઉત્થાનનું સ્વપ્ન સિદ્ધ કરવા રાતિને અનેક પ્રક્રિયામાંથી પસાર થવાનું હતું, એનો ઈતિહાસ અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયક છે. જ્ઞાતિની આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા નરશી નાથા મુખ્ય પ્રેરકબળ રૂપે હોઈને તેમની કારકિર્દી જ્ઞાતિ તેમજ ગચ્છના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાશે. સર જમશેદજી ટાટાએ એક વખત કહેલું કે વ્યાપારના ખરા સુકાનીઓ માત્ર કડીઓ જ છે કારણ કે જગતના વ્યાપારની જડ રૂ અને અનાજ છે અને તે જ વ્યાપાર કરછીઓના હાથમાં છે ! એ વ્યાપારના સૂત્રપાત કરનાર નરશી નાથાને સર જમશેદજીના ઉદગારો અપ્રત્યક્ષ અંજલિરૂપ જ છે. પોતાની આવી કાર્યો સૌરભથી જગતમાં અહોભાવ તથા જ્ઞાતિની અસ્મિતા જગાડીને આ મહાપુરુષ સં. ૧૮૯૯ ના માગશર વદિ ૦)) ૧૧ મી ડિસેમ્બર સન ૧૮૪૨ ના દિને દેવગતિ પામ્યા. એમનાં માનમાં મુંબઈનાં બધાં બજારો બંધ રહ્યાં. શેઠ નરશી નાથાના વારસદારે
૨૩૨૨. એમનાં દેહાવસાન બાદ તેમની પત્ની વીરબાઈએ સઘળી મિલકતનો કબજો જમાવવા અનેક જયંત્રો રચ્યાં. સદ્ગતના સીધા વારસદાર કોઈ ન હોઈને અનેક મુશ્કેલીઓ હતી. હીરજી હંસરાજ કાયાણીના શબ્દોમાં જ એનું વર્ણન કરીએ—“વિનાશ કાળે વિપરિત બુદ્ધિ. આ પુનર્લગ્ન કરલી સ્ત્રી સ્વાભાવિક રીતે, કમનસીબે બહુ જ નીચ વૃત્તિની, કુછંદી અને કુળને લાંછન લગાવનારી નીકળી. પોતાની હયાતિમાં નરશીશેઠે આ અઘટિત પગલું ભરવા માટે બહુ જ અફસોસ કરેલ. આખરે આ જ્ઞાતિના શિરોમણી-રત્ન સં. ૧૮૯૯ માં આ અસાર સંસાર ત્યાગી સ્વર્ગવાસી થયા, એટલે તેઓની કુપાત્ર સ્ત્રીને કશીબી તરેહની ચિંતા થવાને બદલે પોતાની દુષ્ટવૃત્તિ અનુસાર વર્તવા વધારે અનુકૂળ થયું. લાખેણી આબરૂના કાંકરા કર્યા અને ઘરેઘર પોતાના કુકમે સ્ત્રી ગવાઈ. આ સ્ત્રી વાગા જોષી નામના એક દુષ્ટ વૃત્તિના અને હલકટ રાજગોર સાથે આડે વ્યવહાર ખુલ્લી રીતે રાખતી. સ્ત્રી જાતિ અને વળી સજજ રીતે આ નીચ માણસના પંજામાં અભાગ્યે સપડાયેલ હોવાથી એકદમ બધે કબજે તેણીનાં હાથમાં આવી જશે, એવી લાલચ બતાવી વાગાએ જંગી પ્રપંચ વીરમતીની સંમતિથી રો; કે જે પ્રપંચથી સદભાગ્યે તેની ખાનાખરાબી થવા સાથે શેઠશ્રીનાં ઘરની આબરૂને વધારે નુકશાન થતું અટકવું હતું. પ્રપંચ એમ હતો કે સં. ૧૯૦૩ ની સાલમાં આગળથી કરી રાખેલ ગોઠવણ મુજબ એક દિવસે સવારના પાંચ વાગ્યા અગાઉ ૧૦૦-૧૫૦ હરામખોર ભાડુતીઓ સાથે વાગીએ આવી જથ્થાવાલા ઘરને ઘેરી લીધું અને પોતાની મતલબ પાર પાડવાનો વિચાર કરતા બધા બેઠા હતા. ભારમલશેઠે એ લોકોને ઊપરથી જોયા અને તેઓની મતલબ સમજી એકદમ શેઠ શિવજી નેણશી તથા કેશુ જાદવજીને આ બનાવની ખબર કરી. એ બેઉ જણે આવીને જુએ છે તે ભારમલ, માડણું, વીકામ, વીરજી શેઠ વિગેરે બધાની જિંદગી જોખમમાં આવી પડેલી જોઈ. શિવજીશેઠે ન્યાતના તમામ માણસને તથા કેશુશેઠે બીજી કોમના કેટલાક લોકોને એકદમ એકઠા કરી આ હરામખોરોને માર મારીને ત્યાંથી ભાગી જવાની ફરજ પાડી. દુષ્ટ વાગો નાસી જઈ, કાકુ કીરપારવાલા માળામાં પડેલ એક મોટા પટારામાં સંતાઈ ગયો. આ ઠેકાણેથી તેને શેધી કાઢી ગુસ્સે થયેલ ન્યાતિલાઓએ એટલે સખત માર માર્યો કે તે મરણતોલ થઈ ગયો. આ વખતમાં મુંબઈમાં બધી રીતે અંધેર અને મુગલાઈ જેવો કારોબાર ચાલો...” (દર્પણ, માર્ચ, ૧૮૯૯).
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com