________________
શ્રી મુતિસાગરસૂરિ
૫૭ હરભમ (ભાર્યા જેતબાઈ), અભેચંદ (ભાર્થી ઉમાબાઈ) થયા. હરભમની સંતતિમાં માત્ર મીઠાબાઈ અને રતનબાઈ થયાં. મીઠાબાઈ ત્રીકમજી વેલજી માલુને પરણ્યાં, જેમનાં, પુત્રી ખેતબાઈને જેઠાભાઈ વધમાનને પરણવ્યાં. રતનબાઈ સર વશનજીને પરણ્યાં, તેમની સંતતિમાં મેઘજી, લક્ષ્મીબાઈ વિગેરે થયાં.
૨૦૧૧. કિશોરાવસ્થામાં નરશી શેઠ કુવાપધરના ભારમલ તેજીનાં ધર્મનિકા બહેન કુંવરબાઈ સાથે પરણ્યા. તેમના જ્યેષ્ઠ પુત્ર હીરજીને સં. ૧૮૮૭ માં સુજાપુરના વેલજી ઠાકરશી સાંયાની પુત્રી પૂરબાઈ સાથે પરણાવ્યો. એ પછી એમનાં સાંસારિક જીવનમાં ભારે ઝંઝાવાત આવ્યા. પાંચ વર્ષને પુત્ર મૂલછ મુંબાદેવીનાં તળાવમાં અકસ્માતે ડૂબીને મૃત્યુ પામ્યો. સં. ૧૮૯૫-૯૬ માં મુંબઈમાં ઝેરી તાવનું મોજુ ફરી વળ્યું જે હીરજી અને કુંવરબાઈને અનુક્રમે ભરખી ગયું.
૨૦૧૨. નલીઆનાં જિનાલયની પ્રતિષ્ઠા વખતે સાંતક તરીકે બેસવા, આપ્તજનોના આગ્રહ-વશાત નરશીશેઠે સં. ૧૮૯૬ માં બાઈના વેરશી મુરજીની ફોઈ વીરબાઈ સાથે પુનર્લગ્ન કર્યું. એ વખતે વિધવા વિવાહની પ્રથા પ્રચલિત હતી. આ લગ્ન એમનાં જીવન પર ભારે ફટકો પાડો એટલું જ નહીં, એમની સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા પણ ભયમાં મૂક્યાં. વિરબાઈનાં દુષ્કર્મો અને અધમ ચારિત્ર વિશે હીરજી હંશરાજ કાયાણુએ જ્ઞાતિપત્ર “દર્પણ” (માર્ચ, ૧૮૯૯)માં ભારે ઉહાપોહ કર્યો હતો. કલુષિત ગૃહ-જીવનના કડવા ઘૂંટડા ત્રણેક વર્ષ સુધી પીને તેઓ આ ફાની દુનિયા છોડી ગયા.
૨૩૧૩. પતિનાં મૃત્યુ બાદ વીરબાઈએ અનેક પયંત્ર રચાં અને એ રીતે જ્ઞાતિના ઈતિહાસમાં કલંક્તિ પૃષ્ઠ ઊમેર્યું. એમની ઉજળી બાજુ એ હતી કે ઉત્તરાવસ્થામાં એમણે પોતાનાં દુષ્કર્મો વિશે ભારે પશ્ચાત્તાપ કર્યો, અને રહીસહી મિલકતનું પિતાનાં નામનું દ્રરટ કરી લક્ષ્મીનો સદુપયોગ કર્યો.
૨૩૧૪. વીરબાઈનાં દોષિત પાત્રની સાથે તેમનાં પુત્રવધુ પૂરબાઈનાં નિર્મળ પાત્રની સરખામણી પણ કરવા જેવી છે. હીરજીનાં અકાળ અવસાન બાદ તેમણે ભોગવેલાં સુદીર્ઘ વૈધવ્યને તેમણે ધર્મકૃત્યોથી નિર્મળ બનાવ્યું. નરશી નાથાનાં નામને સમાજમાં ઉન્નત રાખવાનું શ્રેય ખરેખર, પૂરબાઈને ફાળે જાય છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. નરશી નાથાનાં મૃત્યુ બાદ તેમનાં નામથી થયેલાં સુકૃત્યો પાછળ પૂરબાઈની જ મુખ્ય પ્રેરણા હતી. સં. ૧૯૧૧ માં પૂરબાઈએ સમેતશિખરજીને તીર્થ સંવ કાઢો, જેની વ્યવસ્થા ભારમલ તેજશીએ સંભાળેલી. આ સંધમાં ઉપાધ્યાય વિનયસાગર ઉપસ્થિત રહેલા. કાર્તિક સુદી પના દિને પ્રયાણ કરી માઘ વદિ ૧૩ ના દિને સમેતશિખરજીની, ફાગણ વદિ પના દિને પાવાપુરીની યાત્રા કરી તથા રાજગૃહી, ગૌતમજન્મપુરી ગોબરગામ, વિપુલાચલ, રત્નગિરિ, ઉદયગિરિ, સોનગિર, વૈભારગિરિ, બનારસ, ચંદ્રપુરી, સિંહપુરી, તક્ષશિલા વિગેરે તીર્થકરોની કલ્યાણક ભૂમિની યાત્રા કરી તે વિશે ઉપા. વિનયસાગરે તે વખતે રચેલાં વિવિધ સ્તવનોમાં વર્ણન કર્યું છે. પીસેક હથિયારબંધ સિપાઈએ, ઘણું સહાયક ઉપરાંત આઠેક ગાડી સાથે સાથે મુંબઈથી પ્રયાણ કર્યું ત્યારે ઠેઠ પનવેલ સુધી સંબંધીઓ તેમને વળાવવા ગયેલા. દસેક માસ બાદ યાત્રા કરી સૌ ક્ષેમકુશળ મુંબઈ પાછા પધાર્યા. પૂરબાઈએ આ યાત્રામાં લાખો રૂપીઆ ધર્મકાર્યોમાં ખરચીને મહાપુણ્ય ઉપાર્જન કર્યું. સં. ૧૯૯૪ માં સંઘની આજ્ઞા મેળવીને તેમણે પોતાનાં સાસુ-સસરા નરશી નાથા અને કુંવરબાઈ તથા પોતાના પતિ હીરજીની પ્રતિમાઓ કરાવી શ્રી અનંતનાથજીના ગભારા સામે આરીઆમાં પધરાવેલાં. પિતાનાં કર્તવ્યોની સુવાસ ફેલાવી તેઓ સં. ૧૯૪૩ માં મૃત્યુ પામ્યાં. મુંબઈમાં પ્રયાણ
૨૩૧૫. સં. ૧૮૦૦ માં કરછથી ભાટિયાઓએ મુંબઈ આવવાની શરૂઆત કરી. સં. ૧૮૪૦માં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com