________________
થી મુક્તિસાગરસૂરિ પુનર્લગ્ન નાબૂદી
૨૩૨૯. તેમણે સમસ્ત વીશા તેમજ દશા ઓશવાળોનાં પ્રત્યેક ઘેર સાકર ભરેલી થાળી તથા રૂપિઆની પ્રભાવના કરી. કેટલાક સમય બાદ પુનઃ દેશતેડું કરી બાવન ગામોના મહાજનોને જમાડ્યા. સંધાગ્રેસર નરશી નાણાની ખ્યાતિ સાંભળીને મહારાવ દેશળજી પણ તેમના પ્રત્યે મિત્રતા ભર્યો સંબંધ ધરાવતા થયા. તેઓ શેઠને ખૂબ માનપાન આપતા. મિત્રાચારીના સંબંધને લઈને શેઠે આ જ્ઞાતિ મેળા વખતે દેશળજીની સાહાયથી તેમજ જ્ઞાતિ મહાજનની સંપૂર્ણ સંમતિથી સં. ૧૮૯૭ માં પુનર્લગ્નનો પ્રચલિત રીવાજ સદંતર બંધ કરાવ્યો.
૨૩૩૦. ઉક્ત ઠરાવના દસ્તાવેજને ઉધૃત કરીએ તે પહેલાં અહીં એક વાતની નોંધ કરવી ઈષ્ટ છે કે જ્ઞાતિશિરોમણીના આ યાદગાર કાર્ય દ્વારા, જ્ઞાતિના બંધારણ પર એ ઠરાવ દૂરગામી અસર કરી. એનાં ચુસ્ત અમલથી દશામાંથી પંજાની નાત અસ્તિત્વમાં આવી એ એક કમનસીબી જ હતી. વસ્તુતઃ એ પ્રસ્તાવની ભૂમિકા એ હતી કે પુનર્લગ્નની બહુચર્ચિત પ્રથાથી દશા-જ્ઞાતિ ખૂબ જ વગોવાઈ હતી. ગ્રામ્યજનોમાંથી શહેરીજનોની સૂક્ષ્મ પ્રક્રિયામાંથી પાર પામ્યા પછી, એ પ્રચલિત રીવાજને બંધ કરી દેવાની આવશ્યક્તા સર્જાઈ અને જ્ઞાતિ-શિરોમણીએ એ કાર્યની પૂતિ કરી. અન્ય જ્ઞાતિઓનાં સ્વામીવાત્સલ્ય જેવા પ્રસંગોમાં એ ઠરાવ પહેલાં કચ્છી દશા ઓશવાળાની અવગણના થતી. આવી માનહાની નિવારવા કહેવાય છે કે મોતીશાહે પણ નરશી નાથાને સમનવેલા. અધૂરામાં પૂરું એમને પિતાને પણ પુનર્લગ્ન બાદ વિષય ફળો ચાખવા મળેલાં એ પણ જોગાનુજોગ બન્યું.
૨૩૩૧. કોણ જાણે કેમ, પુનર્લગ્નના રીવાજથી વીશામાંથી દશાની નાત થઈ એ વાત અનેકનાં મનમાં રૂઢ થઈ ગયેલી જણાય છે. આ વિપરિત માન્યતાથી દોરવાઈને પુનઃ દશાઓમાંથી પંજાની નાત કંટાઈ. હકીકતમાં પુનર્લગ્નની નાબૂદીને ઠરાવ જ્ઞાતિના આદર્શને જ રજૂ કરે છે, એ જ્ઞાતિના ભાગાકારને આંક નથી ! દશા કે વીશા લઘુતા કે ગુરુતાદર્શક શબ્દો ન હોવા છતાં, દશામાંથી પંજાની નાતના સર્જક અને તેના હિમાયતીઓએ પોતે લઘુ જ્ઞાતિના હેવાનું અનાયાસે સ્વીકારી લીધું છે !!
૨૩૩૨. જ્ઞાતિશિરોમણીના ઉક્ત ઠરાવ પાછળનો શુભાશય નિમ્નક્ત મૂલ ઠરાવથી જ વધુ સ્પષ્ટ થશે. વિધવાઓનું દુઃખ દૂર કરવા કેવી વ્યવસ્થા વિચારાઈ હતી તે પણ એ દ્વારા જાણી શકાશે: “શ્રી સહી. કચ્છી દશા ઓશવાલોની નાતી સમસત જોગ. જત બીજુ મહારાવશ્રી દેશળજી રાજમાને તે વારે શા. નરસી નાથાવાલાએ શ્રી મુંબઈ બંદરથી સંઘ લઈને શ્રી સિદ્ધાચલજીની જાતરા કરીને શ્રી કચ્છ દેશ મધે આવીને આપણ નાત સમસત ભેગી કરી શ્રી નરીઆ મધે સામીવલ નાત જમણ કરીઉં તે અમે નાત મેલીને શા. નરસી નાથાવાલાને શોભા આપી છે તેની વિગત છે. (૧) કલમ એક : જે આપણી નાત મધે ગરગરણો નાતરે ચાલ હતી તે શ્રી સંઘ નાત મેલીને સારી
નાખી છે. તે હવેથી આપણી નાત મધે ગરગર કોઈ કરે નઈ કદાપી કેઈ કરે તેને સાથે નાત વેવાર રાખવો નઈને નાતથી બારે રેહે સઈ ને વલી મોટી દરબારનો પણ ગુનેગાર થાએ સઈ અથવા આપણું નાત મધેથી એની સબાવત (સિફારસ) કોઈ કરે તે પણ નાત તથા મોટી
દરબારનું ગુનેગાર થાએ સઈ. (૨) કલમ બીજી: જે નાત બધેથી ગરગરણો ટારીઉં તેને પેટે શા. નરસી નાથા વારે કોરી ૧૫૦૦) :
પંદર હજારનું ગરાસ વટાંતર લઈને નાત મધે આપ્યું છે તેનું કારણ એ છે નાત મધે કોઈ બાઈ. બાવડીનું વસીલે નઈ હોય તેનું ખરચ સારૂં નાતવાલા મેલીને બે કોરી શા. નરસી નાથાવાલા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com