________________
અચલગ દિન
-
=
-
=
૨૩૨૩. ઉક્ત પ્રસંગ મહત્ત્વનો છે. જે ભારમલ તેજશી પ્રભૂતિ આગેવાનોને સફળતા મળી ન હોત તો સદ્ગતની વિશાળ મિલકત ગેરવલે જાત અને સામાજિક અને ધાર્મિક કાર્યો, જેની શરૂઆત હવે પછી થવાની હતી, તે ન થાત. સં. ૧૯૦૩ માં ભારમલે શેઠનાં નામથી ચાલતો વહીવટ બંધ કરી વીરજી નરશીનાં નામથી શરુ કર્યો. શેઠે પિત્રાઈ રાઘવ લખમણના જયેષ્ઠ પુત્ર વીરજીને દત્તક લીધેલા. તેઓ સગીર વયના હોવાથી ભારમલ, માડણ અને વર્ધમાને કારોબાર ચલાવ્યો. વીરજશેઠ પ્રતાપી હોઇને નામ દીપાવ્યું. દુર્ભાગ્યે તેઓ અલ્પજીવી હતા. સં. ૧૯૯૯માં એમણે શત્રુંજયનો સંઘ કાઢી કચ્છમાં દેશતેડું કરેલું, જે વખતે ઝેર અપાયાથી ૨૪ મી માર્ચ, સન ૧૮૫૨ માં એમનું માત્ર ૨૨ વર્ષની ઉમરે મૃત્યુ થયું. એમનાં મૃત્યુ માટે વીરબાઈ કારણભૂત મનાય છે અને તે કારણે “વેરણ વીરમતી નાં શકગીતો ગવાતાં એમ કહેવાય છે.
૨૩૨૪. એ પછી વીરજીના લઘુબંધુ હરભમ નરશી નાથાની મિલકતના વારસદાર થયા. તેઓ ધર્મનિષ્ઠ અને શ્રદ્ધાળુ હતા. તેમના સમયમાં જ્ઞાતિએ સ્તુત્ય પરિવર્તનો સાધ્યાં, નરશી નાથાનાં નામથી અનેક સંસ્થાઓ સ્થપાઈ અને પૂરબાઈની પ્રેરણાથી અઢળક ધન ધર્મકાર્યોમાં વપરાયું. અનેક દષ્ટિએ તેઓ નરશી નાથાના સુયોગ્ય વારસદાર હતા. હરભમશેઠ સને ૧૮૮૬ માં મૃત્યુ પામ્યા. શેઠ નરશી નાથાનાં સુક - ૨૩૨૫. જ્ઞાતિશિરોમણીએ પિતાનું જીવન ઉર્ધ્વગામી આદર્શોને મૂર્તિમંત કરવામાં ખરચેલું તથા જ્ઞાતિ, ગચ્છ તેમજ શાસનની સેવા કરવા ભગીરથ પુરુષાર્થ કર્યો, જેના ફળસ્વરૂપે એમનાં નામથી લેકેપગી અનેક સંસ્થાઓ પ્રાદુભૂત થઈ. આ બધું એમને વરેલી અખૂટ સંપત્તિ તેમજ એમનાં તારામંડળના પ્રયાસનું શુભ પરિણામ હતું.
૨૩૨૬. નરશી નાથાની ચિર સ્મૃતિ શ્રી અનંતનાથ જિનાલયના પાયા સાથે જ જડાયેલી છે. સં. ૧૮૮૯ માં એની સ્થાપનામાં તથા એના વિકાસમાં એમના પ્રયાસો અદમ્ય હતા. સં. ૧૮૯૦ ના શ્રાવણ સુદી ૮ ના દિન ભૂલનાયકની પ્રતિમાં તેમણે મુક્તિસાગરસરિની શુભ નિશ્રામાં કરી. ત્યારથી મૂલ શિખર ઉપર ધ્વજારોપણ કરવાનું માન એમને વંશપરંપરાગત આપવામાં આવ્યું. માત્ર ૧૦ હજાર રુપીઆથી ઊભું થયેલું દ્રસ્ટ આજે ભારતમાં પ્રથમ હરોળનું ગણાય છે. આ ટ્રસ્ટનાં સુકાર્યોની સાથે નરશી નાથાની કીતિ–સુવાસ સમગ્ર ભારતમાં પથરાયેલી જોવા મળે છે.
- ૨૩૨૭. નલીઆ અને જખૌ વચ્ચે વટેમાર્ગ માટે વિશ્રાંતિગૃહ તેમજ પરબવાળી વાવ બંધાવી ભેજનનો પ્રબંધ કર્યો. નલીઆમાં ધર્મશાળા બંધાવી, સદાવ્રત પણ ચાલુ કર્યું. માંડવીમાં વિશ્રાંતિગૃહ તેમજ જિનાલય બંધાવ્યાં. અંજારનાં અંચલગચ્છીય જિનાલયને જીર્ણોદ્ધાર કર્યો તથા સાધુ-સંતના ઉતારા માટે મેડી બંધાવી આપી. આવાં નાનાં મોટાં અનેક કાર્યો ઉપરાંત કૂતરાને રોટલે, પંખીને ચણ વિગેરે કાર્યોમાં પણ દ્રવ્ય-વ્યય કરી નરશીશેઠે પિતાનું જીવન ઉદાહરણ્ય બનાવ્યું. - ૨૩૨૮. નલિયામાં તેમણે શ્રી ચંદ્રપ્રભુનું મનોહર જિનાલય બંધાવ્યું. સં. ૧૮૯૭ ના મહા સુદી ૫ ને બુધવારે મુક્તિસાગરસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા થઈ. આ શુભ અવસરે કચ્છમાં સૌ પ્રથમ દેશતેડું થયું. બાવન ગામોને નોતરીને જ્ઞાતિમેળો ભરાય. એ પ્રસંગે ખરાવાડમાં એક ઓટલે બંધાવી તેમાં સ્તંભ મૂકવામાં આવ્યો હતો, તે ઉપર ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું. એ એટલો હજી પણ મેજૂદ રહ્યો છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com