________________
પર૮
અંચલગચ્છ દિગ્દર્શન દશા ઓશવાળે અહીં આવી મજૂરી કરવા લાગ્યા. એ જ્ઞાતિના સૌ પ્રથમ વ્યાપારી જેતશી જીવરાજ તેરાવાલા અને મુકાદમ શામજી સારંગ ગોધરાવાલા થયા. નરશીને પણ પોતાનું નશીબ અજમાવવાની ઈચ્છા થઈ. એ વખતે વરસાદ સારે થયો હઈને ઘઉં અને ચણા પુષ્કળ થયેલા. પિતા-પુત્ર નલીઆના ઓતરાદા “સર” નામથી ઓળખાતા ખેતરનું રખોપું કરતા. ખેતરના માલીકોને મનની વાત કરતાં સૌએ ઘઉં-ચણાનો પિક ભાતા લેખે આપો. સં. ૧૮૫૭ માં પિતા-પુત્ર જખૌથી દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા.
૨૩૧૬. મુંબઈના ટાપુઓમાં મીઠાં પાણીની ખેંચ હોઈને પુત્રે પાણી પાવાનો ધંધો પકડ્યો. આ કાર્યથી તેઓ ભોમિયા બન્યા. પછી ભાગ્ય અને પુરુષાર્થના બળે તેઓ બારભાયાને મુકાદમ થયા. સં. ૧૮૮૦ માં એ પેઢી નરમ પડતાં તેને વહીવટ નરશી નાથા હસ્તક આવ્યું. ગોકલચંદ સાકરચંદના ભાગમાં પણ આડતનો ધંધો કર્યો. વ્યાપાર ક્ષેત્રે સફળતા મળતાં તેમણે પિતાના સાળા ભારમલ, ભાણેજ માડણ તેજશી અને કુટુંબી વર્ધમાન નેણશીને મુંબઈ તેડાવ્યા અને રૂને સ્વતંત્ર વ્યાપાર શરુ કર્યો. વ્યાપારમાં ભારમલ ખીલી ઊઠવ્યા અને નરશીશેઠનો ભાગ્યરવિ મયાદને તપી રહ્યો.
૨૩૧૭. મોતીચંદ ગિ. કાપડિયા નરશીશેઠ વિશે બેંધે છે કે તેઓ તદ્દન સામાન્ય વ્યક્તિ તરીકે મુંબઈમાં આવ્યા અને આડતનું કામ શરુ કર્યું. પિતાની પ્રમાણિકતાથી સારી નામના મેળવી જ્ઞાતિના આગેવાન થયા. પોતાની જ્ઞાતિના માણસ ઉપર ઉપકાર કરવાની અને તેમને મુંબઈમાં આધાર આપી રસ્તે ચડાવી દેવાની બહુ નામના મેળવી અને વ્યાપારમાં આંટ પણ ઊંચા પ્રકારની જમાવી. તેમને પારસી વ્યાપારીઓ સાથે પણ સારો સંબંધ હતો અને ખાસ કરીને હેરમસજી એદલજી કામા અને તેના પુત્રો સાથે ઘર જેવો સંબંધ ચાલુ રહ્યો હતો. તેમણે વિશુદ્ધ વ્યવહાર પ્રામાણિકપણું અને ધર્મ સેવા માટે ખાસ નામના મેળવી હતી...કચ્છી ભાઈઓ આટલા વર્ષને અંતરે પણ શેઠ નરશી નાથાને બહુ રસથી યાદ કરે છે. (“શેઠ મોતીશા').
૨૩૧૮. “જ્ઞાતિ–શિરે મણ'નું બિરુદ એમનાં સામાજિક અને ધાર્મિક કાર્યોને જ આધારિત છે. એમનાં સણોમાં સાહસિકતા, સહૃદયતા, સાદાઈ વગેરે હતાં. આ અંગેનો એક પ્રસંગ ઉલ્લેખનીય છે. એમના વ્યાપાર-ધંધાનો કારોબાર ભારમલ તેજશી સંભાળતા. એમની ગેરહાજરીમાં રૂપીઆની જરૂર પતાં શેઠ કોટની ઓફિસે ગયા. એમને ગામઠી પરિવેશ જોઈ એમને પટાવાળાએ અટકાવ્યા. જ્યારે તેમણે કહ્યું કે “હું પોતે જ નરશી નાથા છું” ત્યારે સો ખડખડાટ હસી પડવા ! મનાય ?
૨૩૧૯. તેઓ કચ્છ પધારેલા ત્યારે તેમની નામના સાંભળી અનેક લોકો તેમને જોવા આવેલા. મહારાવે પણ એમનાં સન્માનાર્થે છત્ર, ચામર વિગેરે સામૈયામાં મેકલેલાં. ભારમલ તેજશી પણ સાથે હતા. તેમનું વ્યક્તિત્વ એવું તેજસ્વી હતું કે સૌ તેમને નરશી નાથા માની સ્વાગત કરવા નજીક આવ્યા. પરંતુ તેમણે સમયસૂચકતા વાપરી પિતાના હાથમાં છત્ર લઈને શેઠ ઉપર ધર્યો અને એ રીતે સૌની સમજ ઠીક કરી !
૨૩૨૦. શેઠ કુમઠા ગયેલા ત્યારે સોનાને કંદોરો ઘડાવ્યો હતો. ઘાટ ગમી જતાં તેમણે તેની ઘણી પ્રશંસા કરી. ગુમાસ્તાએ ટહૂકે કર્યો કે “શેઠ, અમને પહેરાવો તે તમને શોભે !' આ સાંભળતાં જ શેઠે બધા ગુમાસ્તા માટે સોનાના કંદોરા ઘડાવવાનો હુકમ કર્યો અને સૌને પહેરાવીને પછી જ પડે ! આવા તે અનેક પ્રસંગે અનુશ્રુતિમાં સંગ્રહિત છે.
૨૩ર૧. મહા નગરી મુંબઈનાં મંડાણ વખતે નરશી નાથાએ જ્ઞાતિબંધુઓને મુંબઈ તેડાવી આશ્રય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com