________________
શ્રી મુનિસાગરસૂરિ
પરપે પર દિન ચઢતી કલા, અબ ઔર ધનસે હતી ગઈ. નરશી નાથા કોટવાધિપતિ પ્રથમ ધર્માત્મા હુઆ, ઉને બહુત સહાયતા દેકર જાતિકા સુધારા કરા. જગહ જગહ મંદિર, ધર્મશાલા, ગુરૂભક્તિ, સાધમિ ભક્તિમેં કચ્છવાસી શ્રાવકોને સો દેઢસો વર્ષો મેં લગાયા વહ પ્રત્યક્ષ છે. જતિ તાંબરીયકા માનપાન ભક્તિ જૈસા કછી શ્રાવકે રખતે હૈં ઐસા કોઈ વિરલા રખતા હૈ. દશેકા નાતા નરશી નાથાને બન્દ કરા. અબ તો ધર્મજ્ઞ હે ગયે. લક્ષ્મીસે કુસંપ બહ ગયા. યે પંચમ કાલકા પ્રભાવ સબ ગચ્છકે થે લેકિન વર્તમાન અચલગચ્છ માનતે હૈ દસે સબ, વીસે. કરમે માંડવી બંદરાદિક મેં સેંકડો ઘર ખરતરગચ્છ અભી માનતે હૈ. વીસે વ્યાપારકે વાતે મારવાડસે ઉઠકે કઇમે બસ ગયે. ગુજરાતી કરછમેં ગયે વો તપાગચ્છ માનતે હૈ.'
૨૩૦૩. ઓશવાળ કોમના ઇતિહાસમાં નીચેનું કથન પણ ઉલ્લેખનીય છે. કચ્છી શ્રાવકોના પરિચય માટે તે ઉપયોગી છે. કચ્છમાં ઓશવાલે બે રીતે આવેલા છે. એક ગુજરાત થઈને અને બીજા સિંધ તથા પારકર થઈને. તેઓ સં. ૧૫૫૦ થી સં. ૧૭૯૦ સુધીમાં જુદા જુદા જથાઓમાં આવેલા છે. ગુજરાત થઈને આવ્યા તે પૂર્વે વ્યાપારમાં પડેલા હતા. અને વ્યાપાર સબબસર જ કચ્છમાં આવી વસ્યા. તેઓ ગૂર્જર એશવાલેનાં નામે ઓળખાવા લાગ્યા. આ ગૂજર ઓશવાલોની કચ્છમાં પંદર હજારની સંખ્યા છે. કચ્છી શબ્દના મિશ્રણવાળી ગુજરાતી ભાષા તેઓ બોલે છે. તેમના પુરોહિત મુ.
ખ્યત્વે ભેજક બ્રાહ્મણ છે. ગૂર્જર એશિવાલે કચ્છ સિવાય અન્યત્ર ધંધાર્થે અલ્પ સંખ્યામાં જ જાય છે. કચ્છમાં જ વ્યાપાર કરે છે. સાધન-સંપન્ન છે અને તેમની સંસ્કૃતિ કચ્છી ઓશવાલોથી ભિન્ન પણ જણાય છે. તેમની જ્ઞાતિ પણ જુદી છે.
૨૦૦૪. જે મારવાડથી સિંધ—પારકર થઈ કચ્છમાં આવ્યા છે તે કચ્છી ઓશવાલ છે. તેઓ ગામડામાં વસે છે અને ખેતીને ધંધો કરે છે. આ લે એ પોતાનો ગરાસ પણ જમાવ્યો છે. હાલમાં મુંબઈમાં કેટલાક વ્યાપાર ધંધો કરવા લાગ્યા છે. તેઓ સાદા, સંયમી, મહેનતુ અને સ્વભાવે વીરવૃત્તિવાળા છે. તેઓમાં ત્યાગવૃત્તિ વિશેષ હોવાથી નિડરતા અને નિર્ભયતાના ગુણો ખીલેલા છે.
૨૩૦૫. કચ્છી ભાષી એશાલે ક્ષત્રિયવધી રહે છે. તેઓ રાજપુતાના તથા સિંધને પ્રાચીન મર્યાદાવાળો પોશાક ધારણ કરે છે. મારવાડમાં જેને ચૂડીદાર પાયજામો કહે છે, તેને કચ્છમાં ચારણ કહે છે, તે પગની ઘૂટણ પાસે બટનવાળો પહોળા સુરવાળ જેવો ચરણે પહેરે છે. ઉપર મર્યાદા જાળવવા આડિયો કે ફાળિયું બાંધે છે. ગામના દરેક કાર્યો રાજ્યાધિકારીઓ કે રાજભાયાતો સાથે મળીને કરે છે. લુચ્ચા–લફંગાથી ડરતા નથી ને સમય પડે સામને પણ કરે છે. તેમને હથિયારોનો પણ શોખ છે. તલવાર, બંદુક, ગુપ્તિ આદિ હથિયાર ઘરમાં રાખે છે, અને સમય આવ્યે ઉપયોગ પણ કરે છે. સ્ત્રીઓ પણ બહાદુર અને નિડર હેઈ પિતાનો બચાવ જાતે કરી શકે છે.
૨૩૬. ઓશવાળ રાજસ્થાન અને સિંધમાંથી કાલક્રમે સ્થળાંતર થઈ કચ્છમાં ક્યારે અને કેવા સંજોગોમાં આવ્યા હતા તે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરી ગયા છીએ. હવે પછી ગચ્છના ઈતિહાસમાં કચ્છી શ્રાવકોએ અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે, જે વિશે ઉલ્લેખ કરીએ તે પહેલાં બીજી એક મહત્વની નોંધ કરીએ.
૨૩૦૭. મુક્તિસાગરસૂરિના સમયમાં અંગ્રેજ લેખિકા પોસ્ટને કચ્છની મુલાકાત સને ૧૮૩૭ માં લીધેલી અને તે આધારે કચ્છ ઓફ વેસ્ટર્ન ઈંડિયા' નામક ગ્રંથ એ વર્ષમાં પ્રકટ કરેલ. પોતે ચિત્રકાર : હદને કરછનાં વિવિધ જીવનનાં પાસ દર્શાવતાં સુંદર ચિત્રો દોરેલાં અને એ ગ્રંથમાં પ્રકાશિત કરેલાં..
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com