________________
શ્રી રાજેન્દ્રસાગરસૂરિ
૫૨૧ પિશાળે આ દિશામાં પ્રશસ્ત કાર્ય કરેલું. “પાટણના જ્ઞાનમંડા” એનામના લેખમાં મુનિ પુણ્યવિજયજીએ અહીંના કુશળશાખાના યતિઓ વિશે જે ઉલ્લેખ કર્યો છે તે પણ અહીં નોંધનીય છે.
૨૨૯૦. “ કુશળશાખાના આ યતિએને કરછના મહારાવને આશ્રય હતા અને તેમને કચ્છના મહારાવે ગામ ગરાસ વગેરે આયાં હતાં. વિક્રમના સત્તર, અઢાર, ઓગણીસમા સૈકામાં આ યતિઓ પાસે રાજસ્થાન અને ગુજરાતમાંથી કવિત્વને અભ્યાસ કરવા માટે અનેક વ્યક્તિઓ આવતી હતી. એક રીતે કહીએ તો તે યુગમાં કવિવનો અભ્યાસ કરવા માટેની આ એક વિશિષ્ઠ સ્કુલ જ હતી. ભાઈશ્રી અમૃતલાલ પંડિતને જોધપુરમાં એક બુઝગ કવિ મળ્યા હતા, તેમણે કહ્યું હતું કે “મૈંને કવિત્વકા અભ્યાસ કચ્છ ભૂજકી પિશાલમેં રહકર કિયા હૈ.” ડે. ભેગીલાલ સાંડેસરાને એવું સાંભળ્યાનું યાદ છે કે કેટલાક ઘરડાઓ વહાલમાં બેલતા કે “મારે ભાઈ તો ભૂજની પિશાળમાં ભણશે.” ગુજરાતના પ્રસિદ્ધ કવિવર શ્રી દલપતરામ પગ થોડો વખત કચ્છની પોશાળમાં રહ્યા હતા એમ સાંભળવા મળ્યું છે. આ ઉપરથી ભૂજની પિશાળમાંથી મેળવેલી કવિતા અને પિંગળ ગ્રંથોનો આ સંગ્રહ કેવો મહત્ત્વનું છે તેની આપણને ખાત્રી થાય છે. તે સાથે એ પણ એક મહત્ત્વની વાત છે કે ગુજરાતમાં વસતા ગુજ. રાતીએ વ્રજ અને રાજસ્થાની ભાષામાં આવી સમર્થ રચનાઓ કરી જાણતા હતા.'
શિષ્ય સમુદાય
૨૨૯૧. રાજેન્દ્રસાગરસૂરિના સમયમાં અંચલગચ્છીય શ્રમણની પ્રવૃત્તિ વિશે ઝાઝું જાણી શકાતું નથી. સુવિહિત આચાર લુપ્તપ્રાયઃ થયો અને સૌ ગેર-જતિ જેવું જીવન જીવતા થયા. સૌએ પિતાનાં સ્થાનોમાં પિશાળ બંધાવી વસવાટ કર્યો. ગોરજીએ જ્યોતિષ, વૈદક, ભૂસ્તર, ગણિત, વ્યાકરણદિ વિષયમાં નિપુણ હોઈને સમાજને સહાયભૂત રહ્યા. સમાજોપયોગી પ્રવૃત્તિથી તેઓ લોકેની ચાહના પ્રાપ્ત કરી શક્યા. અહીં કેટલાક યતિઓ વિશે અલ્પ નોંધ પ્રસ્તુત છે.
૨૨૯૨. મેઘશેખરના શિષ્ય ગુલાબશેખરે સં. ૧૮૮૨ ના ફાગણ વદ ૪ના દિને “ધૂનકલેલ પાર્શ્વનાથ સ્તવન' રચ્યું, જેમાં શ્રેણી મેણસી અંચલઇએ સુથરીનો સંઘ કાઢ્યો તેનું વર્ણન છે. તેમણે સિદ્ધચક્રનું સ્તવન રચ્યું. કવિ પ્રેમચંદ પણ આ તીર્થની યાત્રા કરી સં. ૧૮૮૬ ના ચૈત્રી પૂનમે સ્તવન રચ્યું.
૨૨૯૩. ચંદ્ર શાખાની યતિ દેવચંદ ગુણચંદ ભૂજની પિશાળમાં થઈ ગયા, જેમણે સં. ૧૮૮૪ના વૈશાખ સુદી ૮ ને મંગળવારે માંડવીમાં રહીને મોહનવિજયકૃત “પુણ્યપાલ-ગુણસુંદરી રાસ' (સં. ૧૭૬૩) ની પ્રત લખાવી, શિષ્ય મેઘજીએ લખી.
૨૨૯૪. ભૂજમાં યતિ ખૂબચંદના શિષ્ય યતિ પીતાંબરના વાંચના સં. ૧૮૭૧ ના માગશર વદ ૭ ને સોમે ભક્તિલાભ કૃત “ચિત્રસેન–પદ્માવતી બાલાવબોધ 'ની પ્રત લખાઈ જુઓ–જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૫૯૭.
૨૨૯૫. સં. ૧૮૭૪ માં હાલાપુરમાં રહીને તેજલાભના શિષ્ય મેઘલાએ “વેરાગ્ય પચ્ચીશી” રચી. તેમણે “ધૂતકèલ સ્તવન ” પણ રચ્યું. જિનલાભના શિષ્ય મેઘમુનિએ “સિદ્ધપદ સ્તવન ”, “આચાર્યપદ સ્તવન ', “દર્શનપદ સ્તવન ” ઈત્યાદિ પ્રકીર્ણ કૃતિઓ રચી.
૨૨૯ ૬. અંચલગચ્છની શેખરશાખાના યતિઓ તેરાની પાળના હતા. સં. ૧૮૨૪ માં આ શાખાની પરંપરા કચ્છના મહારાવની પ્રેરણાથી કચ્છમાં આવેલી એમની પરંપરા નિક્ત છે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com