________________
૫૦૦
અંચલગચ્છ દિગ્દર્શન
કચ્છમાં પણ ઘણું વિચાર્યા હતા. રાજસ્થાનના વિહાર વિશે “મહાજનવંશ મુક્તાવલિ માં કહેવાયું છે કે-ઈસ વખત આંચલગચ્છકે શ્રી પૂજ્ય રત્નસાગરસૂરિકે દાદા (રાજેન્દ્રસાગરસૂરિ) સબત ૧૮મેં ગુજરાતીસે કચ્છમેં પધારે. પહેલે મારવાડમેં વિચરતે થે. ઈ-હોને જિન જિન પૂર્વોક્ત ગચ્છે કે પ્રતિબો મહાજન કો અપણી હેતુ યુક્તિઓ સે અપણે પક્ષમેં કરે થે. વો કઈ દિને તક ઈ-હાંકી રાહ દેખતે રહે છે તે કચ્છ દેશમેં ઉતર ગયે. તબ ભારવાડ કે આંચલિયે લોકોને નાગરી તથા ગુજરાતી કુંવરજકે ધનરાજ પક્ષકો માનને લગે. ભારવાડમેં જ્યાદા પ્રચાર નાગોરી લોકોકા હો ગયા” ઈત્યાદિ.
૨૨૮૪. કચ્છમાં તેરાના શ્રી શામળા પાર્શ્વનાથજીનાં જિનાલયની પ્રતિષ્ઠા રાજેન્દ્રસાગરસૂરિની નિશ્રામાં થઈ. સ. ૧૮૭૮ ના માગશર સુદી ૬ ને સોમવારે આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ. પુનિતશેખરના શિષ્ય ભક્તિશેખરના ઉપદેશથી જિનાલયનું નિર્માણ થયેલું.
મુંબઈમાં ધમપ્રવૃત્તિ
૨૨૮૫. રાજેન્દ્રસાગરસૂરિના ગચ્છનાયકકાલ દરમિયાન મુંબઈમાં જૈન ધર્મની પ્રવૃત્તિનાં મંડાણ થઈ ચુક્યાં હતાં. સં. ૧૮૮૯ના શ્રાવણ સુદી ૯ ને દિવસે કાળા બજારમાં શેઠ નરસી નાથા પ્રભુતિ અંચલગચ્છીય શ્રાવકે એ શ્રી અનંતનાથ જિનાલયની અતિહાસિક પ્રતિષ્ઠા કરાવી.
૨૨૮૬. ખીમજી હીરજી કાયાણી ને છે કે “તે વખતે મુંબઈમાં આપણા સંઘનો સ્વ જિનાલય ન હતો. હમણુ જે તિર્થંકર શ્રી અનંતનાથજી મહારાજની પ્રતિમા દેરાસરજીમાં છે તે, તે વખતે શામજી શારંગવાલા ભાઈ શારંગને ઘેર પધરાવેલ હતી. ખરેખર રીતે જ્ઞાતિને શેઠ તે વખતે શારંગ હતો. દેરાસર બાંધવું એવો વિચાર થવાથી જ્ઞાતિમાં ફન્ડ જમા કરી હમણાં જેટલે ગભારે છે તેટલો જ માત્ર એક જ ઘર તે વખતે લઈ તેને દેરાસરમાં ફેરવી મૂર્તિ પધરાવી. એના ઉપર આશરે ૬ થી ૬ હજાર રૂપીઆ ખરચ થયેલ. અને ટીપમાં રૂપીઆ કમી હતા તેથી બે એક હજાર રૂપીઆ તે વખતે નરશીશેઠે દેરાસરને ધીર્યા હતા. આ રૂપીઆ પછવાડેથી તેઓને પાછા મલેલ. આમ મુખ્ય દેરાસર સં. ૧૮૯૨માં બંધાયો. પછવાડેથો બેઉ બાજુનાં ઘરે લઈને તે પહાડો કરવામાં આવેલ છે. તે સાલથી દેરાસરના વહીવટનું ખાતું નરશીશેઠને ત્યાં પડ્યું કે જે આગળ જીવરાજ રતનશી પાસે હતું.” જુઓ-ક. દ. એ. દર્પણ” સને ૧૮૯૯ના માર્ચને અંક, પૃ. ૪૨.
૨૨૮૭. ઉક્ત જિનાલયની પ્રતિષ્ઠા પ્રસંગે બહુધા રાજેન્દ્રસાગરસૂરિની ઉપસ્થિતિ હતી અંચલગચ્છનાયકમાં મુંબઈમાં જનારાઓમાં રાજેન્દ્રસાગરસૂરિ સૌ પ્રથમ હતા એમ જણાય છે.
૨૨૮૮. જિનાલયને વહીવટ શેઠ નરશી નાથા અને એમના વારસદારો તથા જ્ઞાતિના અન્ય શેઠીઆઓ કરતા હતા. સં. ૧૯૨૩ માં તેનું ટ્રસ્ટ ડીડ કરવામાં આવ્યું હતું. અંચલગચ્છની ધર્મપ્રવૃત્તિ માટે આ પ્રધાન સંસ્થા ગણાય છે.
વિદ્યાધામ ભૂજ
૨૨૮૯. કચ્છનું પાટનગર ભૂજ ૧૭મા સૈકાથી અર્વાચીન સમય સુધી વિદ્યાધામ તરીકે પંકાતું હતું. રાજમાન પામેલા અંચલગચ્છીય ગરજી માણેકમેરછ વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. એમની
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com