________________
૨૪.
શ્રી રાજેન્દ્રસાગરસૂરિ
૨૨૭૪. આ ગચ્છનાયક વિશે ઝાઝી વિગત જાણવા મળતી નથી. ભીમસી માણેક ગુપટ્ટાવલીમાં ધે છે કે રાજેન્દ્રસાગરસૂરિ સુરતમાં જન્મ્યા અને સં. ૧૮૯૨ માં માંડવીમાં નિર્વાણ પામ્યા. ડો. જનેસ ફલાટે પણ એટલી જ હકીકત નેધી છે. જુઓ :- *
70. Rajendrasagara-suri, born in Surat, + Samvat 1892 in Mandavi. Inscrp. Samvat 1886 ( Op. Cit. 39, n. 21 ). ( The Indian Antiquary, Vol. XXIII p. 178).
૨૨૭૫. પૂર્વગામી પટ્ટધર પુણ્યસાગરસૂરિ સં. ૧૮૭૦ ના કાર્તિક સુદી ૧૩ ને દિવસે પાટણમાં કાળધર્મ પામ્યા તે અરસામાં કે થોડા સમય પહેલાં રાજેન્દ્રસાગરજી સૂરિપદ પામ્યા હશે અને ઉક્ત દિવસ પછી તેઓ ગચ્છશપદે અભિયુક્ત થયા એ નિર્વિવાદિત છે. સં. ૧૮૭૬ ના તામ્રપત્ર પરથી પણ જાણી શકાય છે કે તે વખતે તેઓ સૂરિપદ-ધારક તેમજ ગચ્છનાયકપદે હતા. પ્રતિષ્ઠા લેખો
રરક. રાજેન્દ્રસાગરસૂરિના પ્રતિષ્ઠા-લેખો ઉપલબ્ધ હેઈને તેને ઉલ્લેખ અહીં પ્રસ્તુત છે. સં. ૧૬૬૩ માં ભૂજમાં અંચલગચ્છીય સંઘે મહારાવ ભારમલ્લછનાં રાજ્ય શાસનમાં શ્રી ચિન્તામણિ જિનાલયનું નિર્માણ કરેલું, જેના ખરચમાં રાજ્યાધિકારી વેરા ધારસીએ ચોથો ભાગ આપે હતા, એ વિશે આગળ ઉલ્લેખ થઈ ગયું છે.
રર૭૭. આ જિનાલયના તામ્રપત્ર પરના લેખ દ્વારા એ વિશે બીજી પણ ઘણી માહિતી ઉપલબ્ધ થાય છે. જુઓ લેખઃ “શાં. ૧૬૬૪ ને શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીને દેરાસર શ્રી ભુજનગરે અંચલગચ્છે સંઘ સમસ્તેન શ્રી કલ્યાણસાગરસૂરિ ઉપદેશે કરેઉ. તે દેરે છરણ થયે તે વારે સાં. ૧૮૪૯ મઘે ભંડારમાંથી શમે કરાવેઉ, તે દેરે શાં. ૧૮૭૫ ના જેઠ વદી ૯ બુધેને દુશ થઈ તે દેરે ખરેખરી છે. તે શાં. ૧૮૭૬ માં શગી સાધુ શ્રી આણંદશેખરજી ઉપદેશ દેરો નવો કમઠાણ શા. પ્રાગજી ભવાનજી તથા આશકરણ રામજી તથા અંચલગચ્છ શંગ શમસ્ત દેર નવો કરાવી લે છે. તેની પ્રતિકા શાં. ૧૮૭૭ ના માઘ વદી ૫ ગુરની કીધી છે. તે ઉપરે ખરજાત પ્રતિષ્ઠા સુધી કેરી ૬૫૦૦૦ હજાર બેડી છે. પૂજ્ય ભટારક શ્રી ૧૦૮ રાજેદ્રસાગરસૂરીશ્વરજીને વારે કીધી છે. જુઓ “મેટી પટ્ટાવલી” પૃ. ૩૫૧-૨, પ્ર. સેમચંદ ધારસી.
૨૨૭૮. સુરતમાં ગોપીપુરાના શ્રી સંભવનાથજીના અંચલગચ્છીય જિનાલયની ધાતુમૂર્તિ દ્વારા જાણી શકાય છે કે સં. ૧૮૮૧ ના વૈશાખ સુદી ૬ ને રવિવારે રાજેન્દ્રસાગરસૂરિના ઉપદેશથી શ્રી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com