________________
૬ ૫૧૬
અંચલગચ્છ દિગદર્શન પાટણના ફેફલીઆવાડામાં રહીને ખરતરગચ્છીય લાભવદ્ધનું કૃત “વિક્રમ એપાઈ (સં. ૧૭૨૩)ની પ્રત લખી.
૨૨૬૧. સં. ૧૮૪૭ ના માગશર સુદી ૧ ના દિને વા. સત્યલાભના શિષ્ય ન્યાયવર્ધનગણિએ શિષ્ય રત્નસુંદરનાં પઠનાર્થે વા. નિત્યલાભ કૃત “સદેવંત–સાવલિંગા રાસ”ની પ્રત લખી, જે પાલીતાણાના લીરબાઈ પાઠશાળાના ભંડારમાં છે.
૨૨૬૨. સં. ૧૮૬૦ ના દિ. ચિત્ર વદિ ૧૧ ને રવિવારે પાલીતાણામાં આણંદશેખરે સાધ્વી પ્રેમથી શિ. અજંબશ્રીનાં પઠનાથે નયનસુંદરકૃત “શત્રુંજયમંડણ તીર્થોદ્ધાર રાસ (સં. ૧૬૩૮)ની પ્રત લખી.
i ચિન્તામણિ પાર્શ્વનાથ જિનાલય, જેની પ્રતિષ્ઠા કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૬ ૬૩ માં થયેલી, તે સં. ૧૮૭૫ ના જેઠ વદિ ૮ ને બુધવારે ધરતીકંપથી ખંડિત થયેલું. સં. ૧૮૭૬ માં આણંદશેખરના ઉપદેશથી શાહ પ્રાગજી ભવાનજી, આશકરણ રામજી પ્રમુખ સમસ્ત અંચલગચ્છીય સંઘે તે જિનાલયને જીર્ણોદ્ધાર કર્યો. તે વખતના તામ્રપત્રમાં આણંદશેખરને સંવેગી સાધુ કહ્યા છે. જુઓ પદાવલી પૃ. ૩૫ર. - ૨૨૬૩. મહે. રત્નસાગરજીની પરંપરામાં થયેલા સહજસાગરજીના શિષ્ય માનસાગરજીએ સં. ૧૮૪૬ ના કાર્તિક વદિ ૫ ને શનિવારે ભૂજમાં રહીને “રહસ્ય શાસ્ત્ર' નામક ગ્રંથ ર. ૭૭૦ શ્લોક પરિમાણને આ રહસ્ય વિષયક ગ્રંથ સાહિત્યમાં નવી ભાત પાડે છે.
૨૨૬૪. કલ્યાણજી પુત્ર કવિ રૂપચંદ સં. ૧૮૫૦ માં મુનરામાં “નેમજી બારમાસો સ્તવન” રચ્યું, એ વર્ષે ગચ્છનાયક પુણ્યસાગરસૂરિ ત્યાં ચાતુર્માસ હતા કવિ રૂપે ૧૧૨ પદ્યમાં “ગોડી પાર્શ્વનાથ છંદ” રો, જેમાં એ તીર્થની ઉત્પત્તિ વિશે પ્રમાણભૂત માહિતીઓ છે. જુઓ–જે. ગૂ. ક. ભા. 2, પૃ. ૧૫૪૫. પ્રો. બનારસીદાસને કવિ રૂપ કૃત “કેરપાલ સોનપાલ સેઢા ગુણ પ્રશંસા નામક ૧૪ હિન્દી પોની એતિહાસિક કૃતિ પ્રાપ્ત થયેલી. જુઓ–જે. સા. સં. ખંડ ૨, અંક ૧, પૃ. ૩૫. એ કૃતિ આ કવિની જ સંભવે છે. આ કવિકૃત પ્રકીર્ણ રતવનાદિ કૃતિઓ પણ ઉપલબ્ધ થાય છે.
૨૫. સૌભાગ્યચંદના શિષ્ય સ્વરૂપચંદ “વીશી ', “માલણનું ગીત ', “યુગપત સ્તુતિ,
સઠ શિલાકા પુરુષનાં પ્રભાતિયાં', “આદિનાથ ચઢાલિયું' ઈત્યાદિ અનેક પદ્યકૃતિઓ રચી, જે વિવિધ પૂજા, સ્તવનાદિ સંગ્રહમાં પ્રકાશિત થઈ છે. કવિ પોતાના ગ્રંથની પ્રશસ્તિઓમાં પોતાના ગુરુનું ત્રણ સ્વીકારે છે. પુણ્યસાગરસૂરિનાં સ્તવને
૨૨૬૬. પુણ્યસાગરસૂરિએ કેટલાંક સ્તવનની રચના કરી છે. લીંબડી જ્ઞાનભંડારમાં તેમણે રચેલાં શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવનની એક પ્રત ઉપલબ્ધ છે. કૃતિને અંતે તેઓ જણાવે છે–
શ્રી અંચલગચ્છ સિગાર, શ્રી પુણ્યાબ્ધિસૂરીસરુજી;
જે સેવે શ્રી શંખેશ્વર મહારાજ, મુક્તિ રમણ વરે સુંદરુંજી. ૯ પુણ્યસાગરસૂરિના પ્રતિષ્ઠા લેખે
૨૨૬૭. પુણ્યસાગરસૂરિના સમયના કેટલાક ઉપલબ્ધ પ્રતિછાલેખોનો ઉલ્લેખ અહીં પ્રસ્તુત છે. સુરતના શ્રી સંભવનાથજીના અંચલગચ્છીય જિનમંદિરની ધાતુમતિને લેખ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com