________________
૨૩.
શ્રી પુણ્યસાગરસૂરિ
રર૫૭. વડોદરાના પ્રાગ્વાટ જ્ઞાતીય શાહ રામસીની ભાય મીઠીબાઈની કુખે સં. ૧૮૧૭ માં એમને જન્મ થયો. એમનું મૂળ નામ પાનાચંદ હતું. તેઓ સં. ૧૮૨૪ માં કીર્તિસાગરસૂરિના શ્રાવકપણે શિષ્ય થયા. સં. ૧૮૩૩ માં ભુજપુરમાં તેમને દીક્ષા આપી તેમનું પુણ્યસાગર એવું નામાભિધાન રાખવામાં આવ્યું. સં. ૧૮૪૩ માં સુરતમાં તેમને આચાર્ય તેમજ ગચ્છશપદ પ્રાપ્ત થયાં. શાહ લાલચંદે એમને પદમહોત્સવ ઘણું ધન ખરચીને કર્યો. સં. ૧૮૭૦ ને કાર્તિક સુદી ૧૭ ને દિવસે ૫૩ વર્ષનું આયુ પાળીને તેઓ પાટણમાં કાળધર્મ પામ્યા. જુઓ ભીમસી માણેક કૃત “ગુપટ્ટાવલી” પૃ. ૫૧૭
૨૨૫૮. ઉક્ત પદાવલીને અનુસરતી જર્મન વિદ્વાન . કલાટની નોંધ પણ અહીં ઉલ્લેખનીય છે
69. Punyasagara-suri, son of gama Sri Vadodarana-Poravada jnatiya Sa Ramsi in Gujarata and of Mithibai, mula naman Panachand born Samvat 1817, became 1824 pupil of Kirtisagarasuri, diksha 1833 in Bhujapura, acharya and gachchhesa 1843 in Surata, the mahotsava being prepared by Sa Lalchand. He died 1870 Karttika Sudi 13 in Patana, at the age of 53. Inscr. Samvat 1861 (Epigr. Ind. II 39).
એ પછી ડો. કલા તેજસાગરનો ઉલ્લેખ કર્યો છે, જેમને વિશે ગયા પ્રકરણમાં કહેવાઈ ગયું. જુઓ–ઈન્ડિયન એન્ટીકરી, પુસ્તક ૨૩, પૃ. ૧૭૮.
રર૫૯. પદાવલી યંત્રમાં પણ ઉપર્યુક્ત હકીકતને જ પુષ્ટિ મળતી હેઈને પુણ્યસાગરસૂરિની વનચારિકા વિશે કોઈ પણ મતભેદ રહેતા નથી. જુઓ “શતપદી ભાષાંતર છે. રવજી દેવરાજ દ્વારા પ્રકાશિત, પૂ. ર૨૩. પુણ્યસાગરસૂરિનાં અંગત જીવન વિશે ઝાઝી માહિતી ઉપલબ્ધ થતી નથી. વિંઝાણના જ્ઞાનભંડારમાં પુણ્યસાગરસૂરિ સુધીની પટ્ટાવલી છે, જે દ્વારા એમના જીવન પર સવિશેષ પ્રકાશ પાડી શકાશે એમ જણાય છે. શિષ્ય સમુદાય
રર૬૦. પુણ્યસાગરસૂરિના ગચ્છનાયકકાલ દરમિયાન થયેલા શ્રમણને અલ્પ ઉલ્લેખ અહીં પ્રસ્તુત છે. ગચ્છનાયકના સહચર શિષ્ય ધનસાગરગણિએ સં. ૧૮૬૧ ના માગશર સુદી ૭ ને બુધે શત્રુંજયગિરિ પરના ઈચ્છાકુંડની શિલા-પ્રશસ્તિ લખી. પુણસાગરસૂરિના શિષ્ય મોતીસાગરે “શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન' લખ્યું, જેની પ્રત જશવિજય ભંડારમાં છે. ચૈત્રી પૂનમે એ તીર્થની યાત્રા કરી એ સ્તવન રચ્યું. જુઓ - શંખેશ્વર મહાતીર્થ ', ભા. ૨, પૃ. ૧ર-૩. મોતીસાગરે સં. ૧૮૭૯ના આષાઢ વદિ ૭ના દિને
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com