________________
શ્રી કલ્યાણસાગરસૂરિ
પુત્ર સારા હીરાનંદ ભાર્યા હીરાદે પુત્ર સાજેઠમલે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ લેખમાં કહેલો હીરાનંદ એજ સંઘપતિઓને નેકર હરદાસ સંભવે છે. (૧૧) જ્યપુરના શ્રી સુપાર્શ્વનાથ જિનાલયની મૂલનાયકની પ્રતિમા પર પ્રેમન અને તેના પુત્રો, પૌત્રોને ઉલ્લેખ છે. (૧૨) અજમેરનાં શ્રી ગોડી પાર્શ્વ જિનાલયની પંચતીથી પર સંધપતિ કુરપાલ–સેનપાલના માતા-પિતા ઉપરાંત કુરપાલના પુત્ર દુર્ગાદાસ અને તેની ત્રણ પત્નીઓ સીલા, નકા, રથાનો પણ નામોલ્લેખ છે. શ્રી મુનિસુવ્રત ભગવાનની એ પ્રતિમા શ્રાવિકા કપૂરાના પૂજનાથે પ્રતિષ્ઠિત કરાવવામાં આવી એમ પણ તે લેખમાં કહેવાયું છે. શ્રાવિકા ઉપૂરા એ કેણ હશે એ અનુમાનને વિષય છે. (૧૩) ઉક્ત એતિહાસિક પ્રતિષ્ઠા વખતે કાંકરીઆ ગાત્રીય સારુ રણધીર અને તેની ભાર્યા યાદેએ પણ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી એમ જયપુરનાં વિજયગછીય મંદિરની પંચતીથીના લેખ
દ્વારા જાણી શકાય છે. ૧૬૭ર. (૧) વૈશાખ સુદી ૩ ને ગુરુવારે સં. એનપાલના પુત્ર સં. રૂપચંદની રૂપત્રી, કામા, કેસર એ
ત્રણે ભાર્યાઓ પિતાના પતિ પાછળ સતી થઈજેનો પાળિયે અમદાવાદના દૂધેશ્વરની ટાંકી પાસેના એક કુવાના થાળામાં મૂકવામાં આવ્યો છે. એ આરસના પાળિયા પર લેખ છે, જેમાં જહાંગીર અને કુરપાલ અને સેનપાલના નામો પણ ઉલ્લેખ છે, જે અંગે ઉલ્લેખ થઈ
ગયો છે. ૧૬૫. (૧) વૈશાખ સુદી ૩ ને બુધવારે જામનગરના લાલન ગોત્રીય સં. પદ્મસિંહ શાહે શત્રુંજયગિરિ
પર શ્રી શ્રેયાંસનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી, જેની શિલા-પ્રશસ્તિ અંગે આગળ વિસ્તારથી ઉલ્લેખ થઈ ગયો છે. જિનાલયના મૂળ લેખ માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ” લેખક ૩૧૦, મૂલનાયકજીની પ્રતિમાના લેખ માટે, લેખાંક ૩૧૧. (૨) વૈશાખ સુદી ૧૭ ને શુક્રવારે શ્રીશ્રીમાલય જ્ઞાતીય અમદાવાદવાસી, સાહ ભવાન ભાર્યા, રાજલ પુત્ર સાહ ખીમજી અને સુપજીએ શત્રજયગિરિ પર ચતુમુર્ખ જિનાલય બંધાવ્યું એમ શત્રુંજયગિરિ પર મૂલનાયકની ટુંકના ઈશાન ખૂણાના ચતુર્મુખ જિનાલયના શિલાલેખ દ્વારા
જાણી શકાય છે. ૧૬૭૬. (૧) વૈશાખ સુદી ને બુધવારે સં. વર્ધમાન–પદ્મસિંહ શાદે જામનગરમાં શ્રી શાંતિનાથ પ્રમુખ
૫૦૧ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. અને જામનગરનાં શ્રી શાંતિનાથ જિનાલયમાં તેમને
પ્રતિષ્ઠિત કરી, મૂળ શિલાલેખ માટે જુઓ “અંચલગચ્છીય લેખ સંગ્રહ” લેખાંક ૩૧૨. ૧૬૭૮. (૧) વૈશાખ સુદી ૫ને શુક્રવારે સં. વર્ધમાનશાહે શત્રુંજયગિરિ પર શ્રી શાંતિનાથ જિના
લયની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા લેખ માટે જુઓ: “ અંચલગચ્છીય લેખ સંગ્રહ” લેખાંક ૩૧૨, ૫૭, ૫૦૮. આ પ્રતિષ્ઠા વખતે અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ. આ જિનબિંબો શત્રુંજયગિરિની મૂલ ટૂંકની ભમતીની દેરીઓમાં પણ ઘણી જગ્યાએ છે, જામનગરનાં જિના
લયમાં સવિશેષ છે. ૧૬૮૧. (૧) આવાઢ સુદી ૭ને રવિવારે દ્વીપ બંદરવાસી ઉપકેશ જ્ઞાતીય સહ સહસકિરણ સુત સાહ
૫૭
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com