________________
શ્રી વિદ્યાસાગરિ
૪:૧ કલ્યાણસાગરસૂરિ પછીના આચાર્ય ગણાય. રણ જેવો પ્રદેશ વિહાર માટે દુષ્કર ગણાય. એ પરિસ્થિતિને
સ્થાનકવાસી સંપ્રદાયે લાભ લીધે. પરંતુ વિદ્યાસાગરસૂરિએ અહીં પદાર્પણ કરી એ સંપ્રદાયની જડ કરછમાંથી ઉખેડી નાખી. આ એમના વિહારનું નક્કર પરિણામ ગણાય. બીજી રીતે પણ, એમણે કલ્યાણસાગરસૂરિનાં કાર્યોની પૂર્તિ કરી શાસન અને ગચ્છનું ગૌરવ વધાર્યું.
૨૦૮૫. ભૂજ, માંડવી, મુનરા, અંજાર વગેરે મહત્ત્વનાં સ્થાનોમાં આચાર્યો ચાતુર્માસો કર્યા. એમના પટ્ટશિષ્ય જ્ઞાનસાગરજી, વા. નિત્યલાભ વિગેરે બમણો પણ એમની સાથે જ વિચર્યા. એમના વિહાર દરમિયાન અનેક પ્રતિકા-કાર્યો થયાં, જેમાં સં. ૬૭ ૭૬ માં કૃષ્ણ પક્ષની ૧૩ ને ગુરુવારે અંજારમાં થયેલી શ્રી વાસુપૂજ્ય જિનબિંબની પ્રતિષ્ઠા ઉલેખનીય છે. આ ચલગચ્છીય સંધે ધાવેલા એ જિના લયની પ્રતિષ્ઠા વિદ્યાસાગરસૂરિની અધ્યક્ષતામાં થઈ એમ નિત્યલામનાં સ્તવન દ્વારા સુચિત થાય છે.
૨૦૮. કચ્છના વિતત વિહાર દરમિયાનમાં જ આચાર્યો ગોડીજીની તીર્થયાત્રા કરી. એમણે રચેલ ગૌડિય પાર્શ્વ પ્રભુ સ્તવન' દ્વારા એમની ગોડીજી પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધા જણાય છે. યાત્રા કરીને તેમણે એ સ્તવન રચેલું.
૨૦૮૭. સં. ૧૭૮૧ માં તેઓ ખંભાત તરફ વિર્યા. એ વર્ષના માઘ સુદી ૧૦ ને શુક્ર શાહ ગુલાલચંદના પુત્ર દીપચંદ વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી શ્રી ગેડીઝનાં બિંબની પ્રતિષ્ઠા કરાવી.
૨૦૮૮. સં. ૧૭૮૫ માં પાટણના શાલવીઓના અત્યાગ્રહથી આચાર્ય ત્યાં પધાર્યા અને ચાતુર્માસ રહ્યા. મંત્રીશ્વર વિમલ સંતાનીય પ્રાગ્રાટ અગ્રેસર શ્રેણી વલ્લભદાસે ગુરુની અનેક પ્રકારે ભક્તિ કરી. તેના પુત્ર માણેકચંદે ગુરુના ઉપદેશથી સં. ૧૭૮૫ ના માગશર સુદી ૫ ના દિને જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. ગુજરાતના વિહાર દરમિયાન બીજી પણ પ્રતિષ્ઠાઓ થઈ. એ પછી તેમણે દક્ષિણ ભારતમાં વિહાર કર્યો. દક્ષિણ ભારતમાં વિહાર
૨૦૮૯. વિદ્યાસાગરસૂરિના દક્ષિણ ભારતના વિહાર અંગેની માહિતીઓ વા. નિત્યલાભ ચરિત્રનાયકના રાસમાં વિસ્તારથી આપે છે. કલ્યાણસાગરસૂરિએ પણ એ પ્રદેશમાં વિહાર કરેલો. એ પછી અંચલગચ્છીય શ્રમણો વ્યાપક રીતે દક્ષિણાપથમાં વિહરતા રહ્યા.
૨૦૯૦. જાલણમાં આચાર્યનો ઉત્સાહપૂર્વક પ્રવેશત્સવ થયો. એમની પધરામણીથી સંઘમાં ધર્મોત્સાહ પ્રબળ થયો. આચાર્યના ઉપદેશથી ત્યાં ઘણાં ધર્મકાર્યો થયાં, ભવિજને બોધ પામ્યા. નાસ્તિકપણું દૂર થયું અને જિનશાસનની ઉન્નતિ થઈ
૨૮૯૧. જાલણામાં બુરહાનપુરના સંઘની વિનતિ આવતાં વિદ્યાસાગરસૂરિ ત્યાં પધાર્યા. સંઘે એમનું ઉત્સવપૂર્વક સામૈયું કર્યું. ત્યાં ઢંઢકમતનું પ્રાબલ્ય હતું, પરંતુ એમની પધરામણીથી રણપ્ટેડ ઋષિ નામના દંઢક સાધુ નગર છોડી ચાલ્યા ગયા. આચાર્યો વાદ કરીને સ્થાનકવાસીઓને પરાસ્ત કર્યા હોઈને એ સંપ્રદાયના શ્રમ એમનાથી દૂર જ રહેતા.
૨૦ ૯ર. અહીં ગુએ પોતાને અત્યંત પ્રિય વિશેઘાવશ્યક સૂત્ર વિવરણ સહિત સંભળાવીને ત્યાંના કસ્તુરશાહને પ્રતિબંધ આપે. શાહ ભોજા, દોશી દુર્લભ વગેરે પણ ગુરુના ભક્તો થયા. એમના આગ્રહથી ગુરુ સં. ૧૭૮૬-૮૭ માં ત્યાં બે ચોમાસાં રહ્યા.
૨૦૯૩. સંઘને સ્નેહ સંપાદન કરીને વિદ્યાસાગરસૂરિએ શીરપુરનાં સુપ્રસિદ્ધ તીર્થ અંતરિક્ષની
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com