________________
અચલગચ્છ દિદન કરી પ્રતિકા સાર', જ્યારે ઉપા. જ્ઞાનસાગરને નામે પ્રસિદ્ધ થયેલ વલમાં મૃગુવારે એટલે કે થરારનો ઉલ્લેખ છે.
૨૧૫૬. ૫. હી. હં. લાલન “જૈન ધર્મને પ્રાચીન ઇતિહાસ, ભા. ૨, પૃ. ૧૮૧ માં સેંધે છે કે દેરાસરની માંડણીનો લેખ, જે વિસર્જિત થયો હતો, તે ઉદયસાગરસૂરિના ઉપદેશથી પાછો મળ્યો અને શાહ વેલજી ધારશીએ સં. ૧૮૫૦ ના મહા સુદી ૪ ને શનિવારે મૂળ સ્થળે થાયો હતો.
૨૧૫૭. પદાવલીમાં જામનગરની અંચલગીય પૌષધશાળા સં. ૧૭૯૪ માં ઉદયસાગરસૂરિના ઉપદેશથી બંધાઈ તે વિશે આ પ્રમાણે વૃત્તાંત છે. વર્ધમાનશાહના બંધુ ચાંપશીશાહને લાલદે નામની પુત્રી હતી, જે લોકો ગરીય ઓશવાળ સાથે પરણી હતી. ચાંપશીશાહના માંડવીમાં વસવાટ દરમિયાન વર્ધમાનશાહે જામનગરમાં બંધાવેલી પૌષધશાળા લાછલદેએ સ્વાધીન કરી લોકાગચ્છીય શ્રમો માટે ઉપયોગમાં લીધી. અંચલગચ્છીય શ્રમણો માટે એનાં દ્વાર બંધ થતાં પૌષધશાળાની જરૂરિયાત ઉભી થઈ ગચ્છ ઘર્ષણ નિવારવા તલકશીએ સં. ૧૭૯૪માં ૫૦૦૦ મુદ્રિકાને ખર્ચે જામનગરમાં નવી પૌષધશાળા બંધાવી. નવસારીમાં ધર્મબંધ
૨૧૫૮. એ અરસામાં નવસારી પારસીઓનાં વસવાટનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. તે ધણું પ્રાચીન નગર ગણાય છે. ૧૩મા સૈકામાં જિનપત્તિસૂરિએ “તીર્થમાળા માં તેને બનાવ્યસારી પુરે' એમ ઉલ્લેખ કર્યો છે. તે પછી અનેક તીર્થમાળાઓમાં આ નગરને શ્રી પાર્શ્વનાથપ્રભુનાં તીર્થધામ તરીકે ઉલ્લેખ મળે છે. જુઓ–“તીર્થમાળા સંગ્રહ ', પૃ. ૧૨૧, ૧૪૮, ૧૪૯ ઈત્યાદિ.
૨૧૫૮. વા. નિત્યલાભ “ વિદ્યાસાગરસૂરિ રાસમાં વર્ણવે છે કે હવે નવા પટ્ટધર ઉદયસાગરસૂરિને પ્રતાપ વધવા લાગ્યો. પવિત્રતામાં બીજા ગૌતમ જેવા, વિદ્યામાં બીજા વકુમાર અને શીલમાં જબૂવામી જેવા ઉદયસાગરસૂરિ વિધિપગને દીપાવવા લાગ્યા. સુરતથી વિહાર કરી તેને સંઘ સાથે નવસારીની યાત્રાએ પધાર્યા. વેણીશાહના પુત્ર ખુશાલશાહે ત્યાં સંઘ જમાવ્યો અને નવું તીર્થ પ્રકટ કર્યું. ઉદયસાગરસૂરિએ ત્યાંના પારસીઓને જૈન ધર્મના સિદ્ધાંતો સમજાવ્યા અને અહિંસાના સિદ્ધાંતનું ભારપૂર્વક સમર્થન કર્યું. પારસીઓના ધર્મગ્રંથ “અવસતા પહેલા ની ” જેને નિત્યલામ ભૂલથી કુરાનેશરીફ કહે છે–તે બતાવીને પણ આચાર્યો પારસીઓને હિંસામાં પાપ હેવાનું સમજાવ્યું. એમના ઉપદેશથી તેઓ પ્રભાવિત થયા અને એમની પ્રેરણાથી ધર્મકાર્યો કર્યા. શત્રુંજય તીર્થસંઘ
૨૧૬૦. નવસારીથી ઉદયસાગરસુરિ અન્યત્ર વિહાર કરી ગયા પછી સુરતના ખુશાલશાહે શત્રુંજયને સંઘ કાઢવાનો નિશ્ચય કર્યો અને ગુરુને સાથે પધારવા વિનતિ કરી. મંત્રી ગોડીદાસ, તેમના બંધુ જીવનદાસ અને શાહ ધર્મચંદ્ર પણ સંઘમાં સામેલ થયા. ગપતિ પણ પધાર્યા. નર-નારીઓને માટે સમૂહ સંધમાં સાથે ચાલ્યો. ધીમે ધીમે સિંધ સિદ્ધાચલમાં આવ્યો, અને પ્રભુનાં દર્શન કરીને કૃતાર્થ થયો. અહીં વિદ્યાસાગરસૂરિની પાદુકાની સ્થાપના થઈ. સંઘપતિઓએ ઘણું દ્રવ્ય ખરચીને અનેક પ્રકારની ભક્તિપૂર્વક યાત્રા કરી.
૨૧૬૧. ઉદધસાગરસૂરિએ પાલીતાણાના શ્રાવકોને ઉપદેશ કરીને પિતાના રાણી કર્યા અને ધર્મમાં દઢ કર્યા. ત્યાં અંચલગીય ઉપાશ્રય કરાવી સાધુઓને ચેમાસું રાખ્યા. અહીં પણ ઘણું કુમતિઓ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com