________________
અચલગચ્છ દિગ્દન
૨૧૬ ૮. ‘ કલ્યાણસાગરસૂરિ રાસ 'માં જણાવવામાં આવ્યું છે કે પછી તે ચરિત્ર સંપૂર્ણ થયા બાદ કુંવરબાઈ એ ગુરુને વિનંતિ કરી કે ‘પૂજ્ય ! મારા મા પુણ્યશાળી શ્વસુરાતુ ચરિત્ર સાંભળીને હું હર્ષોંસમૂહથી અત્યંત પુલકિત થઈ છું. માત્ર પરોપકારમાં જ ઉઘુક્ત પૂન્ય કલ્યાણસાગરસૂરિએ અણુ નીય ઉપકારો કર્યાં છે. ઉકત ચરિત્ર સંસ્કૃતમાં હોઈ ને એ ભાષાના જ્ઞાન વિના સમજવા અસમર્થ હ્યું. માટે કૃપા કરીને મહા ઉપકારી ગુરુ કલ્યાણુસાગરસૂરિને આપ રાસ રચા, જેથી તે રાસ વાંચીને હું મારા મનેરથ પૂર્ણ કરું.' એમના અત્યાગ્રહથી ઉદયસાગરસૂરિએ રાસ રચવાના નિર્ણય કર્યો.
૪૬
૨૧૬૯. લાલણવંશના કુલગુરુ મોહનરૂપજી તથા કુનડજી ચારણને ખાલાવીને તેમના પૂર્વજો રચિત વધમાન પ્રબંધ ” તથા કવિત્તો મેળવી ઉદ્દયસાગરસૂરિએ સામગ્રી એકઠી કરી. વલમજીએ તેમને ઘણું દાન આપીને સતાબ્યા. એ ગ્રંથા ઉપરાંત અમરસાગરસૂરિ કૃત પટ્ટાવલી તેમજ માન-પદ્મસિદ્ધ શ્રેષ્ઠી ચરિત્ર”ના આધાર લઈને સ. ૧૮૦૨ ના શ્રાવણ સુદી ૬ ના દિને ઉદયસાગરસૂરિએ ગૂર પદ્યમાં કલ્યાણસાગરસૂરિ રાસ ' રચ્યા.
.
૨૧૭૦. ઉદયસાગરસૂરિ કચ્છમાં ધણું વિચર્યાં. નલિયામાં તેમણે ઉપા. દનસાગરજીને દીક્ષા પ્રદાન કરી. સં. ૧૮૦૩ માં દીક્ષા થઈ હાઈને એમના વિશે રાસમાં થયેલા ઉલ્લેખ ભ્રાંતિયુક્ત છે, એ સ્પષ્ટ છે. અલબત્ત, ‘ કલ્યાણસાગરસૂરિ રાસ 'ની પ્રમાણભૂતતા શક્તિ હાઈને તેની મૂળ પ્રત શેાધવી ઘટે છે. સ. ૧૮૦૭ માં ગચ્છનાયક વાગડમાં વિહર્યાં અને ત્યાં આધાઈ ગામમાં જ્ઞાનસાગરજીને દીક્ષિત કર્યાં. સં. ૧૮૧૧માં તેમના મુંદરમાં થયેલા વિહાર દરમિયાન બુદ્ધિસાગરજીને પણ દીક્ષા આપવામાં આવી. આ બધાં પ્રમાણા દ્વારા જણાય છે કે ઉદયસાગરસૂરિ કચ્છમાં પોતાના જીવનના ઉત્તરાધ કાળમાં પણ ધણું વિચર્યોં અને અનેકને ધમ પમાડ્યો. બીજા શબ્દોમાં કહીએ તે ગચ્છનાયકની કમભૂમિ કચ્છ બની. એમણે પેાતાના જીવનનાં ઘણાં વર્ષોં ત્યાં વિતાવ્યાં અને ઉગ્ર વિહાર કરી ધર્માંદ્યોતનાં અનેક કાર્યો કર્યાં.
તી યાત્રા
૨૧૭૧. ઉદયસાગરસૂરિએ અનેક તીર્થંની સંધ સહિત યાત્રાએ કરી છે તે વિશે ઉલ્લેખ કરવા અહીં પ્રસ્તુત છે. સ. ૧૮૦૪ માં સુરતના શ્રીમાલી કાકાના પુત્ર કચરાએ શત્રુંજયના સંધ કાઢ્યો હતા. તેમાં ખરતરગચ્છીય અધ્યાત્મ રસિક ૫. દેવચંદ્ર, તપાગચ્છીય ઉત્તવિજય, સુમવિજય અને ઉદયસાગરસૂરિ પણ શામેલ હતા. સંધમાં રૂપચંદ્ર નામના શ્રેષ્ડી પણ સધપતિ હતા. સાથે હતા એમ ચારિત્રવિજય રચિત ‘ ગુરુમાલા ' દ્વારા જાણી શકાય છે. જુએ
આ
સંઘમાં ૫, યોગવિમલ પટ્ટાવલી સમુચ્ચય
પૃ. ૧૧૨.
↓
'
૨૧૭૨. સંધ ડુમસથી દરિયામાગે વિદાય થઈ કાતિક વદ ૧૩ ના દિને ભાવનગર પહેાંચ્યા. તાં ભાવસિંહજી (જેમણે સ. ૧૭૭૯ ના વૈશાખ સુદી ૩ના દિને ભાવનગર વસાવેલુ અને ૬૧ વર્ષ રાજ્ય કરી સ. ૧૮૨૦ માં સ્વવાસ કર્યાં) રાજ્ય કરતા હતા. તેમણે ચાંચિયાઓને જેર કરી, જકાત એછી કરી, સમુદ્રને નિર્ભય અને વેપારીઓને આબાદ કર્યા હતા. ભાવનગરના પાદરમાં ત્રણ દિવસ શકાઈ વરતેજ, કનાડ થઈ સધ પાલીતાણામાં આવ્યેા. ત્યાં પૃથ્વીરાજ ગોહેલના કુંવર નવધણુજીનું રાજ્ય હતું. આ સત્રમાં બધા ગચ્છોના અગ્રણીઓ હાઇને તે ઐતિહાસિક બની ગયા. તત્કાલીન અનેક કૃતિમાં આ સધને ઉલ્લેખ છે. દેવચદ્રજીએ સિદ્ધાચલ સ્તવનમાં, તેમના શિષ્ય મતિરત્ને ‘ સિદ્ધાચલ તી યાત્રા ’ નામક પદ્યકૃતિમાં આ સધનુ વણ્ન આપ્યું છે.
૨૧૭૩. યામિલ અને અચલગચ્છીય દર્શનસાગરજીના આગ્રહથી ઉયસાગરસૂરિએ સબ સાથે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat