________________
અંચલગરછ દિદશને No. (65) Amarasagrasuri ( Indian Antiquary Vol. XXIII, pp. 174-8 No. 69. સૌભાગ્યચંદ શિષ્ય ખુશાલચંદ ગણિ
૨૧૭૯. સં. ૧૮૩૬ ના માગશર સુદી ૧૨ ને રવિવારે મુનિ ત્રિકમજીએ અંજારથી કોટડીમાં બિરાજતા મુનિ ખુશાલચંદને લખેલે પત્ર પ્રાપ્ત થાય છે, જેમાં ચંદ્ર શાખાના સૌભાગ્યચંદ, દયાનંદને ઉલેખ પણ છે. આવો જ અન્ય પત્ર આપાઢ વદિ ૮ ના દિને તેઓ કેકારામાં બિરાજતા હતા ત્યારે પીતાંબર માનસિંઘ પ્રભૂતિ ભૂજના શ્રાવકોએ એમને લખ્યો હતો તે પ્રાપ્ત થાય છે, જેમાં મુનિ ભુવનમુંદરનાં નામને ઉલ્લેખ પણ છે. ચંદ્રશાખાના યતિઓની વૈદકીય તેમજ ભૂસ્તર ક્ષેત્રે અનુપમ સેવાઓ સેંધાઈ છે. સૌભાગ્યચંદે મંત્રવાદી તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. તેઓ વિંઝાણ પિશાળના હતા.
૨૧૮૦. વિંઝાણુશાળની પરંપરા આ પ્રમાણે મનાય છે. પુનમચંદ–વિમલચંદ–કુશળચંદ– ભક્તિચંદ–માનચંદ–કલ્યાણચંદ–સૌભાગ્યચંદ-ખુશાલચંદ–રાયચંદ-મૂલચંદ-સુમતિચંદ–તારાચંદ–ગુલાબચંદ–ગુણચંદ, જેઓ હાલ વિદ્યમાન છે.
૨૧૮૧. ઉક્ત મૂલચંદના અન્ય શિષ્ય તિલકચંદ, તેમના માનચંદ, તેમના જવેરચંદ, તેમના કેશવજી થયા.
ર૧૮૨. જખૌની પિશાળના ચંદ્રશાખીય યતિએની પરંપરા આ પ્રમાણે મળે છે.-રૂપચંદ-માણેકચંદ–કુશળચંદ–ભકિતચંદ--સૌભાગ્યચંદ–સ્વરૂપચંદ-હેમચંદ–હુકમચંદ–હરખચંદ ચત્રભૂજભાનચંદ–વિશનજી. - ૨૧૮૩. ડુમરાની પિશાળના યતિઓ આ પ્રમાણે થયાઃ ખુશાલચંદ–રાયચંદ–ખીમચંદ–કરમચંદ–સાનચંદ–ભાગ્યચંદ–હુકમચંદ–લખમીચંદ–મોહનલાલ–દલીચંદ.
૨૧૮૪. રાયણુશાળના યતિઓ આ પ્રમાણે થયા: માનચંદ–વીરચંદ–વિદ્યાચંદ–ત્રિકમચંદ– રામચંદ–પ્રતાપચંદ–કરમચંદ–હીરાચંદ. એવી જ રીતે ભૂજપુર, સુથરી, નલિયામાં પણ આ શાખાના યતિઓની પિશાળી હતી. વિંઝાણમાં આ શાખાની બે પિશાળ હતી, બીજીમાં તિલકચંદજીની પરંપરાના યતિઓ થયા. વિવેકસાગરના શિષ્ય
૨૧૪૫. સ. ૧૮૧૪ ના શ્રાવણ સુદી ૧ ને રવિવારે નલિયામાં રહીને ૫. દીપસાગર શિ. વિજ્યસાગર શિ. પ્રીતસાગર શિ. વિવેકસાગરે શિ. દયાસાગર, રંગસાગર તથા ચતુરસાગરના વાંચનાર્થે જગોજી પ્ત “રાઠોડને મહેશ દાસનરી વચનિકા (સં. ૧૭૧૫)ની પ્રત લખી. સં. ૧૮૧૮ ને ચૈત્ર વદી ૨ ને શનિવારે આસંબીમાં વિવેકસાગરના શિષ્ય રંગસાગર તથા ચારિત્રસાગરે જયરંગ કત “શ્રીપાલ રાસ ” (સં. ૧૭૨૬ )ની પ્રત લખી. કિય સાગર અને દેવસાગર
૨૧૮૬. સં. ૧૮૨ના ફાગણ સુદી ૧૪ને બુધવારે બિદડામાં મેઘસાગર શિ. ગંગાસાગર અને દૌલતસાગર શિ. ક્રિયાસાગર અને દેવસાગરે જ્ઞાનસાગર કૃત “શ્રીપાલ રાસ (સં. ૧૭૨૬)ની ત લખી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com