________________
શ્રી ઉદયસાગરિ જિનલાભ
૨૧૮૭. સં. ૧૮૨૦ ને વૈશાખ વદિ ૧૩ ને સામે જામનગરમાં રહીને જિનલાલે “દંડક ટબાઈ ની રચના કરી, તથા ઉપા. વિનયસાગર કૃત “વિશ્ચિન્તામણિ” ગ્રંથની પ્રત સં. ૧૮૩૭ના ચૈત્ર વદ ૧૨ ના દિને ભુજપુરમાં લખી. પં. ભક્તિલાભના શિષ્યો
૨૧૮૮. ૫. ભક્તિલાલગણિના શિ ભુવનસુંદર, સુમતિસુંદર, રૂપવર્ધન, જયલાભ અને પુણ્યવર્ધનનાં નામો દયાસાગર કૃત “સુરપતિ કુમાર ચેપઈ '(સં. ૧૬૬૫)ની પ્રતપુપિકામાંથી મળે છે. એ પ્રત સુરતમાં પ્રાગજીના પઠનાર્થે જાદવએ સં. ૧૮૧૪ ના માગશર વદિ ૧૪ને રવિવારે ઉદયસાગરસૂરિના રાજ્યમાં લખી. તિલકચંદ્ર
૨૧૮૯. સંઘવી કચરા કીકાના પુત્ર તારાચંદે ભૂખણદાસની સાથે સુરતથી શત્રુંજયનો સંઘ કાઢેલો તેમાં ઉદયસાગરસૂરિની સાથે તેમના શિષ્ય તિલકચંદ્ર પણ હતા. રાંઘ સાથે યાત્રા કર્યા બાદ તેમણે
સિદ્ધાચલ સ્તવન' રયું, જેમાં એ સંધ વિશે ઉલ્લેખ છે. જ્ઞાનશેખરગણિ
૨૧૯૦. સં. ૧૮૧૩ ના આસો વદિ ૨ ના દિને કચ્છના સાભરાઈ ગામમાં વા. લક્ષ્મીશેખર શિ. લાવણ્યશેખર શિ. અમૃતશેખર શિ. જ્ઞાનશેખરંગણિએ ગંધર્વરાજ પુષ્પદંત કૃત “શિવ મહિનાખ્ય સ્તોત્ર”ની પ્રત લખી. હર્ષવર્ધન
ર૧૯૧. નિધનલાભગણિના શિષ્ય હર્ષવર્ધને સં. ૧૮૧૮ના ભાદ્રવા સુદી ૫ ને બુધે ભૂજમાં રહીને નંદીસૂત્ર ની પ્રત લખી. ન્યાયસાગર અને સકલચંદ્ર
૨૧૯૨. સં. ૧૭૯૭ માં સુરતમાં ચાતુર્માસ રહીને આષાઢ સુદી ૨ ના દિને ઉદયસાગરસૂરિ કૃત ગુણવર્મા રાસ'ની એમણે પ્રથમદર્શી પ્રત લખી, એમ એ ગ્રંથની પ્રશસ્તિ દ્વારા જાણી શકાય છે. * ઉપાધ્યાય ભાગ્યસાગર શિ, પુષ્પસાગર ગણિ
૨૧૯૩. શત્રુંજયગિરિ ઉપર મૂલ ટંકની ભમતીમાં એમના ઉપદેશથી દેવ-ગુરુ પાદુકાઓની સ્થાપના થઈ. ઊંચા સ્તુપ ઉપર દેરીમાં છ પાદુકાઓ આ પ્રમાણે છેઃ (1) શ્રી ઋષભદેવ (૨) શ્રી પાર્શ્વનાથ (૩) શ્રી મહાવીર (૪) કલ્યાણસાગરસૂરિ (૫) ઉપા. ભાગ્યસાગર (6) ઉપા. સેમસાગર. જુઓ-અ. લેખ સંગ્રહ, લેખાંક ૩૨૩. ૫. લક્ષ્મીરત્ન શિ. હેમરાજ
૨૧૯૪. ચારિયરત્ન શિ. કુશલરન અને લક્ષ્મીરન શિ. હેમરાજ થયા. મેવાડના દેવકુલપાટકમાં સં. ૧૭૯૮ ના માઘ સુદી ૫ ને ગુરુવારે રાજા રાઘવદેવના રાજ્યમાં એમના ઉપદેશથી ઉપાશ્રય બંધાયો. સં. ૧૮૦૫ ના માઘ સુદી ૧૭ ને શુકે ત્યાં જિનાલયનું નિર્માણ થયું. આ કાર્યોમાં રાજ્ય તરફથી સહાય મળી હદને આ શ્રમણોનો પ્રભાવ સૂચિત થાય છે. દેલવાડાના એ ખંડિત ઉપાશ્રયની શિલાપ્રશસ્તિ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com