________________
શ્રી ઉદયસાગરસૂરિ યાત્રા કરતાં “સ્નાત્ર પશાશિકા' ગ્રંથ પિપ સુદ ૧૫ ને સેમવારે પાલીતાણામાં ર. બધા ગચ્છના અગ્રણીઓ વચ્ચે આવો સ્નેહભાવ ખરેખર, અનુકરણીય છે. ઉદયસાગરસૂરિએ આવું વિચ્છ વાતાવરણ સર્જવા સુંદર સહયોગ આપેલ એની પ્રતીતિ આવા અનેક પ્રસંગો દારા મળી રહે છે.
૨૧૭૪. સંઘવી કચરા કાકાના પુત્ર તારાચંદ પણ શત્રુંજયને સંધ કારેલ. જેમાં સુરતના શ્રેણી ભૂખણદાસ પણ સંઘપતિ તરીકે હતા. આ સંઘમાં પણ ઉદયસાગરસૂરિ ઉપસ્થિત રહેલા. એમના શિષ્ય તિલકચંદે “ સિદ્ધાચલ સ્તવન માં આ સંઘનું વર્ણન કર્યું છે. સં. ૧૮૨૬માં લખાયેલા પ્રાચીન પત્રમાં તારાચંદ ફતેચંદન સંઘનો ઉલ્લેખ છે, તે આ સંઘ. જુઓ “રાધનપુર પ્રતિમા લેખ સંદેહ” પૃ. ૨૨૮. તારાચંદે શત્રુંજયગિરિ ઉપર શિખરબંધ જિનાલય બંધાવ્યું હતું.
૨૧૭૫. સં. ૧૮૨૧ ના માગશર સુદી ૭ને સોમવારે કયરા કીકાએ ગોડીજીનો સંઘ કાઢ્યો હતો, તેમાં પણ ઉદયસાગરસૂરિ ઉપારિથત હતા. આ સંઘમાં હાજર રહેલા અરે ગાના આચાર્યોનાં નામ ઉપા. જ્ઞાનસાગર “તીર્થ ભાલા સ્તવન માં આ પ્રમાણે આપે છે–
શ્રી વિજયાનંદ પટધર પ્રગટ, શ્રી વિજયઉદયરિ રાજ રે; શ્રી ઉદયસાગરસુરિ અંચલગચ્છને, નાયક સવિ સિરતાજ રે. સાગરગ૭પતિ ગુરુ સવાઈ શ્રી પુન્યસાગરસૂરિરાય રે; આગમગ૭પતિ સિંહરત્નસૂરિ, એ યારે હર્ષિત થાય છે.
–જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૮–૯. ઉપાધ્યાય સહજસાગર ગણિ
- ૨૧૭૬. મહે. રત્નસાગરજીની પરંપરામાં ઉપા. હીરસાગરના શિષ્ય ઉપા. સહજસાગર થયા. તેમણે સં. ૧૭૮૧ ના ભાદ્રપદમાં પર્યુષણના દિને મુંદરામાં ચોમાસું રહીને “ શીતલનાથ સ્તવન' રચ્યું. તેઓ જ્ઞાનસાગરજી પાસે સંસ્કૃત તેમજ વ્યાકરણાદિ શાસ્ત્રો ભણ્યા, પિતાના વિદ્યાગુરુની પ્રેરણાથી “ગુર્નાવલી સ્તવન' નામનો ગ્રંથ રચ્યો હતો એમ પદાવલીના ઉલ્લેખ દ્વારા જણાય છે. સં. ૧૮૦૪ ના કાર્તિક સુદી ૨ ના દિને સોજીતરામાં રહીને તેમણે પોતાના ગુરુ હરસાગરનો જીવનવૃત્તાંત લખેલે. એમના શિષ્ય માનસાગરજી થયા. તેજસાગ૨ ગણિ
૨૧૭. સં. ૧૮૧૯ ના ભાદવા સુદી ૧ ને રવિવારે સુરત બંદરમાં રહીને તેજસાગર ગણિએ મંત્રી જીવનદાસના પુત્ર હર્ષચંદ્રના પુત્ર વિજયચંદ્રના પડનાર્થે જ્ઞાનવિમલસૂરિ કૃત “સીમધર જિન સ્તવનબાલાવબોધ'ની પ્રત લખી.
૨૧૭૮. જર્મન વિદાન છે. કલાટ નંધે છે કે તેજસાગરે સુરત બંદરમાં સં. ૧૮૮૪, શાકે ૧૭૦૮ ના આષાઢ સુદી ૫ ને બુધવારે બર્લિન સંગ્રહની ૨૦૧૩ નંબરની પ્રત લખી. તેજસાગર, અમરસાગરસૂરિના શિષ્ય સત્યસાગરગણિના શિષ્ય ક્ષમાસાગરના શિષ્ય હતા. જુઓ–
Tejasagara wrote in Surati bandara, the Ms. of fol. 2013 of the Berlin Collection Samvat 1844 varshe Sake 1709 pravartamane ashadha sudi 5 budhe. This Tejasagara was a pupil of Kshamasagara gani ( who was a pupil of Satya-sagara gani) who was a pupil of
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com