________________
૫૦૪
અંચલગરછ દિગ્દર્શન ૨૨૨૦. પ્રતિષ્ઠા-લેખ દ્વારા જણાય છે કે સં. ૧૭૯૩ માં ભૂખણદાસના પિતા મેહનદાસે શ્રી વાસુપૂજબિંબની તથા સં. ૧૮૦૨ ના માધ સુદી ૧૩ને શુકે ભૂખણદાસે થી વીર પ્રભુની ધાતુમૂર્તિ ભરાવી તેમની પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજયગિરિ ઉપરના ભૂખણકુંડનો લેખ કેઈએ ઘસીને લીસે કરી દીધે હોઈને તથા ગામની ધર્મશાળામાં શિલાલેખ હાલમાં ઉખેડી નાખ્યો હઈને આ બાવક શ્રેષ્ઠી વિશે ઝાઝું જાણી શકાતું નથી. દુ:ખને વિષય છે કે શેઠ નરશી નાથાએ એ ઉપાશ્રયને જીર્ણોદ્ધાર કરે ત્યારે ત્યાં શિલાલેખ મૂકાવેલો તે પણ હાલ ઉપલબ્ધ રહ્યો નથી ! ! ઉપર્યુક્ત પ્રમાણે ઉપરાંત કવિ રત્નપરીક્ષક કૃત “તીર્થમાલા સ્તવન માંથી એ અંચલગર્ણય ઉપાશ્રય વિશે જાણી શકાય છે. સૌ એ ઉપાશ્રયને સાત ઓરડાની ધર્મશાળા તરીકે જ ઓળખતા. એને લેખ નષ્ટ કરી દીધો હોવા છતાં શ્રેષ્ઠી ભૂખણદાસનું એ યાદગાર સ્મારક ગણાશે ! ઉદયસાગરસૂરિની મહોર
૨૨૨૧. ગચ્છનાયકના આજ્ઞા-પત્રો ઉપર દેઢ ઈંચ વ્યાસના પરિમાણની મહેર લગાડવામાં આવતી, જેમાં આ પ્રમાણે લખાણ છે : શૈશ્ય તપ મહંતે માર મારફ શ્રી . ઉતરતાદિકારાદિ જે પ રાજફરમાને પર લગાડાતી મુદ્રા જેવી આ ? છાપ અને તેના શબ્દો ગચ્છનાયકની વિશાળ સત્તાના દ્યોતક છે. ઉક્ત મહારની પ્રતિકૃતિ ખરતરગચ્છીય મુનિ મંગલસાગરજી દ્વારા પ્રાપ્ત થઈ છે. ઉદયસાગરસૂરિના પ્રતિષ્ઠા-લેખો
૨૨૨૨. ઉદયસાગરસૂરિના ઉપદેશથી અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હતી, કિન્તુ એમના પ્રતિકાલેખો અદ્યાવધિ અપ્રકટ રહ્યા છે. સં. ૧૭૯૭ના કાતિક સુદી ને મંગળવારે વિદ્યાસાગરસૂરિ સુરતમાં દિવંગત થયા, તેની સ્મૃતિરૂપે ત્યાં ઉદયસાગરસૂરિના ઉપદેશથી એમની ચરણપાદુકાની સ્થાપના થઈ. હરિપુરામાં ભવાનીના વડની પાસેના અંચલગચ્છીય ઉપાશ્રયમાં એ પાદુકા હતી એમ મણીલાલ બોરભાઈ વ્યાસ “શ્રીમાલી વાણીઆઓના જ્ઞાતિભેદ” પુરતકમાં નોંધે છે. તેઓ જણાવે છે-“આ ઉપાશ્રય વંચાઈ ગમે છેતે ભવાનીના વડથી દક્ષિણ દિશાની સડક ઉપર છે. ઈશ્વરલાલના ઘરની જોડેનું મકાન છે. હાલ (સને ૧૯૨૧) તે કેદ કણબીની માલીકીનું ઘર છે. તેમાં બે દહેરીઓ છે ને તેમાં પગલાંની સ્થાપના છે.
૨૨૨૩. સુરતના ગોપીપુરામાં શ્રી સંભવનાથ જિનાલયમાં ઉદયસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત ધાતુમૂર્તિના ખંડિત લેખો નિમ્નત છે:
(१) संवत् १८०२ वर्षे माघ सुदी १३ शुक्रे । श्रीमालीशातिय सा० भूषणेन थी મહાવીર ........
(२) सं० १८१२ माघ सुदी २ शुक्रे । श्रीमालज्ञातिय वृद्धशाखायां सा० अभयचंद्र पु० कस्तुरचंदेन श्री ऋषभदेवषिवं कारितं श्री अंचलगच्छे भ० उदयालब्धिसूरिभिः તિર્તિ ... ___ (३) संवत् १८१५ वर्षे फागुण सुदी ७ सोमे । दशावाल शातिय लघुशाखायां सा० झवेरचंद कपुरचन्देन नमिनाथबिंबं प्रतिष्ठितं . ....
() ૨૮૨૬ ૩૦ RTo go ૭ રોમે ધર્મના ર્તિ ..... (५) सं० १८१५ व० फा सु० ७ सोमे । सा० ऋषभ भा० मानकया ऋषभबिंब...
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com