________________
શ્રી નિતિસાગરસૂરિ
૫૧૧
rava sudi 6 in Surat-bandara, at the age of 48 (The Indian Antiquary, Vol. XXIII, p. 178). શિષ્ય સમુદાય
રર૩૯. કીર્તિસાગરસૂરિના સમયમાં અંચલગચ્છીય શ્રમણોની સંખ્યા અલ્પ હતી. ગરનાયકના ગુરુબંધુઓ, ઉદયસાગરસૂરિના ચાર ઉપાધ્યાય (1) કીર્તિસાગર (૨) દર્શનસાગર (૩) જ્ઞાનસાગર () બુદ્ધિસાગર ભૂતિ શ્રમણને ઉલ્લેખ અહીં પ્રસ્તુત છે.
૨૨૪૦. ખંભાતના શ્રીમાલી સેમચંદ્ર સં. ૧૭૬૮ માં ઉદયસાગરસુરિ પાસે દીક્ષા લીધી. સં. ૧૮૦૩માં વડી દીક્ષા વખતે એમનું કીર્તિ સાગર નામ રખાયું. જૈન મૃતનાં અધ્યયન બાદ સં. ૧૮૦૫માં તેઓ ઉપાધ્યાયપદે વિભૂષિત થયા. તેમણે રચેલાં સ્તવને ઉપલબ્ધ છે. જુઓ “જૈન પ્રબંધભા. ૧, પૃ. ૪૧૨, પ્ર. ભીમશી માણેક.
રર૪૧. નલિયાના ઔદિચ્ય બ્રાહ્મણ દેવશંકરે સં. ૧૮૯૩ના પિપ સુદી ૧૩ના દિને ઉદયસાગરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમનું દર્શનસાગરે નામ રાખવામાં આવ્યું. તેઓ સારા પદ્યકાર હતા. અધ્યયન બાદ સં. ૧૮૦૮માં ઉપાધ્યાયપદે વિભૂષિત થયા. એમની સાહિત્યપ્રવૃત્તિ ઉલ્લેખનીય છે.
૨૨૪૨. દર્શનસાગરે સં. ૧૮૧૯ માં સુરતમાં ચોમાસું રહી “પંચકલ્યાણક વીશી” રચી. સં. ૧૮૨૩ ના માગશર સુદી ૧૦ ને ગુરુવારે સુરતના વડાચૌટામાં આવેલા ઉપાશ્રયમાં રહીને “પ્રિયંકર નૃપ કથા” અપનામ “ઉપસર્ગહર પ્રમાવિની કથા ”ની પ્રત લખી. મૂલ ગ્રંથના કર્તા વિશાળરાજરિ શિ. સુધાભવણ શિ. જિનસૂરમુનિએ આણંદપુરમાં ગ્રંથ લખે. દર્શનસાગરે લખેલી પ્રત ભાંડારકર પ્રા વિવા મંદિરમાં છે, જે પરથી પં. બેચરદાસે ગ્રંથ પ્રકટ કર્યો.
૨૨૪૩. ૧૮૨૬ ના કાર્તિક સુદી ૪ ને શુક્રવારે સુરતના હરિપુરાના ઉપાશ્રયમાં રહીને દર્શનસાગરે “પચસંયત વિચાર ”ની પ્રત લખી, જે પાલીતાણમાં વીરબાઈ પાઠશાળાના ભંડારમાં છે. સં. ૧૮૨૪ના માઘ સુદી ૧૩ ને રવિવારે સુરતમાં વડાચૌટાના ભાઈસાજીના ઉપાશ્રયમાં રહીને “આદિનાથ રાસ” ર. ૬ ખંડની આ પદ્ય કૃતિમાં સર્વ ૬૦૮૮ પડ્યો છે. મૂળ ગ્રંથ સોમચંદ ધારસીએ પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથની પ્રશસ્તિમાં અંચલગચ્છનાં પૂર્વ નામાભિધાને, પદાવલી, તત્કાલીન સુરતના શ્રાવકો વિષયક ઘણી માહિતીઓ છે. આ રાસ રચવામાં કવિએ ચાર ગ્રંથોનો આધાર લીવે છે એમ પણ તેમણે રાસમાં સ્વીકાર્યું છે–(૧) હેમચંદ્રાચાર્ય કૃત આદિનાથ ચરિત્ર (૨) વિનયચંદ્રસૂરિ કૃત આદિનાથ ચરિત્ર (8) શત્રુંજય માહાસ્ય (૪) ઉપદેશ ચિન્તામણિ વૃત્તિ. કવિએ આ રાસ પ્રાવાટ ખુશાલચંદના પુત્ર નિહાલચંદ, મોહનદાસના પુત્ર ભૂખણદાસ, ગલાલશાહના પુત્ર સકલચંદ્રના આગ્રહથી ર. આગમગથ્વીય સિંહરત્નસૂરિના શિષ્ય હેમચંદનો પણ આગ્રહ હતો એમ ગ્રંથને અંતે જણાવાયું છે. આ કૃતિએ દર્શનસાગરજીને ભારે નામના અપાવી છે.
૨૨૪૪. ઉપાધ્યાય દર્શનસાગરજી પાસે અનેક શ્રમણોએ વિદ્યાભ્યાસ કરેલ. પદાવલીના ઉલ્લેખ દ્વારા જણાય છે કે મહ. રત્નસાગરજીના પ્રશિથ વૃદ્ધિસાગરના શિષ્ય હીરસાગરે પિતાના દાદાગુરુ મેઘસાગરની આજ્ઞાથી દર્શનસાગરજી પાસે ભાષા-પિંગલનો અભ્યાસ કર્યો હતો. દર્શનસાગરજીએ એવીશ જિનેશ્વરનાં સ્તવને આદિ ભક્તિપૂર્ણ કૃતિઓ પણ રચી હતી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com