________________
શ્રી ઉદયસાગરસૂરિ
૫os શાહ ગુલાબચંદ જૈનાગમ ચિ, પંડિતશું ધરે પ્રીતિ;
આગ્રહથી રાસ રમે ભલે, ધરી આગમની પ્રતીતિ. આ એક જ ઉલ્લેખ દ્વારા ગુલાબચંદશાહની મહત્તાનાં દર્શન થાય છે.
૨૨૧૪. સં. ૧૮૨૭ને કાર્તિક સુદી ૭ ને શુક્ર રાધનપુરથી વારિયા શાંતિદાસ લાધાએ સુરતમાં શાહ ગુલાબચંદ દુર્લભને પત્ર લખે છે, તે આ શ્રાવક જ સંભવે છે. એ પત્ર ઉપલબ્ધ હેઈને તેમાંથી તત્કાલીન અનેક માહિતીઓ જાણી શકાય છે. ઉદયસાગરસૂરિના ઉપદેશથી તારાચંદ ફડચંદે શત્રુજ્યને સંઘ કાઢેલે તેનો પણ પત્રમાં ઉલ્લેખ છે. પત્ર લેખક ગુલાબચંદને જણાવે છે –“તમે, સા ઝવેર કુસલાણી તથા સહુ હમણે લાવાલા જિનશાસનના રાગી થયા છો.” આમાં સંદિગ્ધપણે ગચ્છનું સૂચન થયું જણાય છે. એ વખતે ખાસ કરીને સુરતના શ્રેષ્ઠીવર્યો અંચલગચ્છના અનુયાયીઓ હતા.
૨૨૧૫. ઉછે. દર્શનસાગરજી “આદિનાથ રાસ ની ગ્રંથ-પ્રશસ્તિમાં શાહ ગલાલ અને તેમના પુત્ર સકલચંદ્રને ઉલેખ કરે છે, તે પ્રાયઃ ગુલાબચંદ વિશે જ છે. જુઓ –
વ્રત ધારી ગુરુરાગી અતિ ઘણું, ગલાલશાહ શ્રીકાર;
તસ ચુત સકલચંદ રૂડો જિનધરમાં સુખકાર રે. શ્રેષ્ઠી ભૂખણદાસ
૨૨. સુરતના શ્રીમાલી જ્ઞાતીય મેહનદાસના પુત્ર ભૂખણદાસે ઉદયસાગરસૂરિના ઉપદેશથી અનેક ધર્મકાર્યો કર્યા છે. તેઓ અંચલગચ્છના પ્રખર હિમાયતી હતા. ઉપા. દર્શનસાગરજી આદિનાથ રાસની પ્રશસ્તિમાં કહે છે
મોહનદાસના વંશમાં દીવો, ભૂખણદાસ ચિરંજીવ;
અતિ આડંબરે પ્રતિષ્ઠા કીધી, ગચ્છરાગી અતીવ રે. ૨૨૧૭. ભૂખણદાસે ગચ્છનાયકના ઉપદેશથી શત્રુંજયતીર્થને સંધ કાવ્યો, ગિરિરાજ પર વિવાસાગરસરિની પાદુકા સ્થાપી, તળેટીમાં રાણાવાવ બંધાવી. ડુંગર ચડતાં છેલ્લે કુંડ, જે ભૂખણકુંડ કહેવાય છે, તે તથા પાલીતાણામાં ગોડીજીનાં જિનાલય સામે અંચલગચ્છીય ઉપાશ્રય બંધાવ્યો. થોડા વર્ષો પહેલાં એ ઉપાશ્રયનો વહીવટ અંચલગચ્છીય શ્રાવકે કરતા હતા, હાલ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક છે. શેઠ નરશી નાથાએ આ ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવેલ. વા. નિત્યલાભ રાસમાં જણાવે છે કે એ ઉપાશ્રય વિલાસાગરસૂરિના ઉપદેશથી બંધાયે.
૨૨૧૮. સુરતના શ્રેષ્ઠીવ વિશે ઉલ્લેખ કરી ગયા તેમાં ખુશાલચંદ અને ભૂખણદાસની જોડી ગણતી. આ મિત્ર જોડલીઓ સાથે રહી સુરતમાં ધર્મપ્રવૃત્તિને વેગવંતી બનાવેલી. એમની જોડી વિશે ઉપા. જ્ઞાનસાગરજી “તીર્થમાળા'માં જણાવે છે –
શ્રી સુરતથી આવીઓ રે, શા કપૂરનો પૂત;
શા ભૂષણ તસ જોડલી રે, જેની નિજ યુથ રે. ૨૨૧૯ પટણી કચરા કાકાએ કાઢેલા ગેડીના સંધની વ્યવસ્થા એ જેડીએ સંભાળી હોઈ ને ઉક્ત “તીર્થમાળા'માં એમને વિશે સવિશેષ ઉલ્લેખ મળે છે. ઉદયસાગરસૂરિના અનુગામી પધર કીતિસાગરસૂરિને પદમહોત્સવ સં. ૧૮૩૩ માં સુરતમાં રૂપીઆ છ હજાર ખરચીને ખુશાલચંદે અને ભૂખણદાસે કોલે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com