________________
શ્રી ઉદયસાગરસૂરિ
પ મણી સિંધાએ આબૂ-સિદ્ધાચલના તીર્થ કાઢી અપાર દ્રવ્ય-વ્યય કર્યું. તેનો પુત્ર કપૂરચંદ પ્રતાપી તેમજ ઉદાર હતો. તેણે આચાર્યપદ મહોત્સવ કર્યા, પડવા-ન કરી ચોર્યાસી ગ0ના સ્વામીઓને જમાડ્યા, હુંબડના સ્વામીને પણ સંતબા અને જૈન ધર્મની ટેક રાખી. તેના પુત્ર ખુશાલચંદ શુબ કીર્તિવાળા હતા. તેમણે નવે ક્ષેત્રમાં ધન વાપર્યું, યાચકોને દાન આપ્યાં, ગણનાયકને ચાતુર્માસ કરાવી, તેમની ખૂબ ભક્તિ કરી, ભરત ચક્રવતી જેમ સિદ્ધાચલજીને સંધ કાઢયો.
૨૨૦૧. ઉપ. દર્શનસાગરજી “ આદિનાથ રાસ” ની ગ્રંથ પ્રશસ્તિમાં જણાવે છે કે કપૂર સિંધાને વંશ-વિભૂષણ શાહ ખુશાલચંદ ઉપાશ્રય, ધર્મશાલા વિગેરે બંધાવ્યાં. ખુશાલશાહનાં ધર્મ વિશે વિદ્યાસાગરસૂરિ રાસ ” માં વિસ્તારથી કહેવાયું છે. પદાવલીમાં જણાવાયું છે કે સં. ૧૭૬૫ માં વિદ્યાસાગરસૂરિ સુરતમાં ચાતુર્માસ હતા ત્યારે કપૂરચંદે તેમની ઘણી ભક્તિ કરી, ગુસ્ના ઉપદેશથી તેણે સર્વ ગચ્છના યતિઓને વસ્ત્રો અને પાત્રો વહોરાવ્યાં, સનસ્ત સંઘમાં સાકર સહિત પિત્તલની થાળીઓની પ્રભાવના કરી, શ્રી ચંદ્રાપ્રભુ પ્રમુખ પાંચ જિનબિંબની સુરતમાં પ્રતિષ્ઠા કરી.
૨૨૦૨. સં. ૧૮૨૩ માં સુરતમાં કાતિસાગરસૂરિને પદમહોત્સવ ખુશાલશાહે તથા ભૂખણદાસે રૂપીઆ છ હજાર ખરચીને કર્યો. આ બન્ને શ્રેષ્ઠીઓ વચ્ચે ગાઢ મિત્રતા હાઈને તેમના બનેના ઉલેખો પ્રાચીન ગ્રંથોમાં સાથે મળે છે. સં. ૧૮૨૧ માં ત્યાંના કચરા કીકાએ ગેડીજીને સંઘ કાયો હતો તેમાં પણ તે બન્ને સાથે જ હતા.
૨૨૦૩. ખુશાલચંદના ભાઈ ભાઈસાજીના પુત્ર નિહાલચંદ, તેમના પુત્ર ઈચ્છાભાઈ એ શત્રુંજયગિરિ પર સં. ૧૮૬૧ માં “ઈસ્કાકુંડ' બંધાવ્યો તે વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું.
૨૨૦૪. સં. ૧૮૨૭ના માધ સુદ ૨ ને શુકે ખુશાલચંદ અને તેની પત્ની સૂર્યાબાઈએ શ્રી સુમતિનાથબિંબ ભરાવી, ઉદયસાગરસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. મંત્રી ગેડીદાસ અને જીવનદાસ
૨૨૦૫. પ્રાગ્વાટ જ્ઞાતીય શાહ ગોવિંદજી મહેતા ના સુપુત્ર મંત્રી ગેડીદાસ અને જીવનદાસ સુરતના આગેવાન શ્રેષ્ઠીઓમાંના એક હતા. રાજ્યમાં તેઓ ઉચ્ચ હોદ્દો ધરાવતા હતા. ઉદયસાગરસૂરિ “ગુણવર્મા રાસ ની ગ્રંથ–પ્રશસ્તિમાં એ બન્ને બાંધ વિશે પ્રશસ્ત ઉલ્લેખ કરે છે. વા. નિત્યલાભ “ વિદ્યાસાગરસૂરિ રાસ” માં એમનાં સુકૃત્યોનું સુંદર વર્ણન આપ્યું છે. બે અવતરણો નોંધવા અહીં પ્રસ્તુત ગણાશે–
તિમ વળી પોરવાડ જ્ઞાતે સેહતા, મહેતા ગોડીદાસ; જીવણદાસ એ બેહુ બંધવ, ગુરુ ધર્મ રાગી જાસ રે. જીવદયાદિક ધર્મક્રિયા કરે, દિયે સુપાત્રે :દાન; સંઘભક્તિ ગુરુભક્તિ કરે સદા, આપે વસન અન્નપાન.
*
મંત્રી ગોડીદાસ સવાઈ બંધવ જીવણ સખાઈ રે; ચેરાસી ગચ્છના સાધ તેડાવે અને વસન વહોરાવે રે. સાહમીવાછ૯ રૂડા કીધા નવખંડમાં જસ લીધા રે; વાચક જનને દાન દેવાઈ સાપોનૅ પહિરામણી થાઈ રે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com