________________
શ્રી ઉદયસાગરસૂરિ અહંકારપૂર્વક ગુરુ સાથે વાદવિવાદ કરવા આવ્યા, પરંતુ તેમને સત્ર-સિદ્ધાંતો બતાવીને સૌને પ્રતિમાપૂજક બનાવ્યા. આથી ગુરૂને યશ બહુ વિસ્તાર પામ્યો.
૨૧૬૨. સંઘે હવે પાછા ફરવાનો વિચાર કર્યો. ઉદયસાગરસૂરિને સંઘપતિઓએ અત્યંત આગ્રહપૂર્વક વિનતિ કરી કે–આવતું ચોમાસું સુરતમાં કરીને પછી આપ ભલે ગમે ત્યાં વિહરજે ! ' સંઘના આગ્રહથી ગુરુ સંઘ સાથે સુરત પધાર્યા. ગુજરાતમાં વિહાર
૨૧૬૩. સુરતમાં શ્રાવકોએ ઉદયસાગરસૂરિનું ઉત્સાહપૂર્વક સામેવું કર્યું. શુભ મુર્તમાં ગુરુએ નગર–પ્રવેશ કર્યો, અને સુરતમાં ચોમાસું રહ્યા. અહીં ગુએ મધુર ધર્મદેશના આપી. ભાવિક શ્રાવકોએ મોટી સંખ્યામાં ગુરુની વાણીનું શ્રવણ કર્યું. ચાતુર્માસ દરમિયાન બ્રાહ્મણ પંડિતે ગુરુ સાથે ધર્મવિવાદ કરવાના નિશ્ચય સાથે ગર્વ પૂર્વક આવ્યા. કિન્તુ તર્કશાસ્ત્ર વિષયમાં તેમની સાથે વાદ કરીને ગુએ તેમને પરાજિત કરી તેમનો મદ ઉતારી નાખ્યો. - ૨૬૪. સુરતનાં ચાતુર્માસ બાદ ઉદયસાગરસૂરિ ગુજરાતના અનેક પ્રદેશમાં વિચર્યા. એમના ઉપદેશથી ત્યાં ધર્મોદ્યોતનાં અનેક કાર્યો થયાં. ગુરુ અનુક્રમે પિતાના બહોળા શિષ્ય-પરિવાર સાથે વિહાર કરી ઉપદેશ દેતાં વડોદરામાં પધાર્યા. ત્યાં દેવચંદના પુત્ર તેજપાળે ગુરુના આગમનથી વિવિધ પ્રકારના ઉત્સવો કર્યા. ત્યાંથી હાલોલ, કાલેલ થઈને ચાંપાનેરમાં કાલિકાદેવીની યાત્રા કરી અને સાચા દેવ શ્રી સુમતિનાથનાં દર્શન કર્યા.
૨૧૬પ. એ વેળા ગોધરાને સંધ વિનતિ કરવા આવ્યું, એટલે દોઢ માસ રહીને ગુરુ ગોધરામાં પધાર્યા. ત્યાં સંઘે ચોમાસું રહેવા માટે અત્યાગ્રહ કર્યો, પરંતુ અમદાવાદ પધારવા માટે ઘણા જ આગ્રહપૂવક વિનતિને પત્ર આવતાં ગુએ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.
૨૧૬૬. ગુરુ આવે છે એમ જાણી અમદાવાદના શ્રાવકો બહુ ખુશી થયા અને મોટા આડંબરથી ગુરુને પ્રવેશોત્સવ કર્યો. ચેર્યાસી ગ૭ના સાધુઓ અને શ્રાવકો તથા નવાબના ચોપદાર અનેક ઘોડા, હાથી, વહેલે અને પાલખીઓ સાથે સામૈયું કરવા સામા આવ્યા. ગીતગાન અને આદરમાન સાથે મોટા ઠાઠથી વાજતે ગાજતે ગર શહેરમાં ઉપાશ્રયે પધાર્યા. ત્યાંના શાહ ખુશાલ ભગવાનદાસ શાહ ખીમચંદ હર્ષચંદ, શાહ હરખચંદ શિખરચંદ, શાહ જગજીવનદાસ અને શાહ પ્રેમચંદ હીરાચંદે નવાંગ પૂજા. પ્રભાવનાદિ કાર્યોમાં ઘણું ધન વાપર્યું. ગુરુ હમેશાં વિશેષાવશ્યકનું વ્યાખ્યાન વાંચતા અને ઘણું શ્રાવકો ભક્તિભાવથી સાંભળતા. એવામાં વળી કરછથી ખાસ માણસોએ આવીને ગુરુને વિનતિ કરી કે-“કચ્છને સંધ આપની બહુ વાટ જુએ છે, માટે આપ ત્યાં પધારો !' કચ્છમાં વિહાર
૨૧ ૭, પટ્ટાવલી દ્વારા જાણી શકાય છે કે ઉદયસાગરસૂરિ અનુક્રમે વિચરતાં માંડવી બંદરમાં પધાર્યા. ત્યાં વર્ધમાનશાહના પ્રપૌત્ર વલમજીશાહે ગુરુની ઘણું ભક્તિ કરી. તેમને કચ્છના મહારાવે કારભારી તરીકે નિયુક્ત કર્યા હતા. એક દિવસ ઉપા. દર્શનસાગરે તેમની પાસે “વર્ધમાન-પઘસિંહ શ્રેesી ચરિત્રને વૃત્તાંત સંભળાવ્યા. આથી હવિત થઈને તેમણે ગુરુને વ્યાખ્યાનમાં એ ચરિત્ર વાંચી સંભળાવવા વિનતિ કરી. ગએ એમની વાત માન્ય રાખી. વલમ શાહ, તેમ ની પત્ની કુંવરબાઈ, માતા સહાગદે. પુત્ર લાલચંદ તથા પદ્મસિંહશાહના પ્રપૌત્ર જેઠા, ગેવિંદજી, તેમના પુવ ખેંગાર, અમરચંદ અને લાલન ગોત્રીય. જયચંદ્ર પ્રભુનિ શ્રાવકેએ રસપૂર્વક એ ચરિત્રનું શ્રવણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com