________________
શ્રી ઉદયસાગરસૂરિ અમદાવાદ, સુરત ઈત્યાદિ નગરમાં વિચરી તેમણે ગુરુ સાથે દક્ષિણાપથમાં વિહાર કર્યો. દક્ષિણમાં પણ તેઓ ગુર સાથે કેટલાંક ચાતુમસે રહ્યા અને ધર્મપ્રભાવનાનાં અનેક કાર્યો કર્યા, જે વિશે ગયા પ્રકરણમાં ઉલ્લેખ કરી ગયા છીએ.
૨૧૫૦. ગચ્છનાયક પિતાની જન્મભૂમિ હાલારમાં પણ ઘણું વિચર્યા અને જૈન શાસનને ભારે ઉદ્યોત કર્યો. મુસલમાનોએ જામનગરમાં ખંડિત કરેલાં જિનાલયના જીર્ણોદ્ધાર અને પુનઃ પ્રતિષ્ઠાદિ કાર્યોમાં એમની પ્રેરણા મુખ્યત્વે હતી.
૨૧૫૧. સં. ૧૭૨૫ માં મોગલ સમ્રાટ ઔરંગઝેબના પ્રીતિપાત્ર સુબા કુતુબુદ્દીન એશાગીએ જામનગર પર હૂમલે કરી ભારે નુકશાન કરેલું. “કાઠિયાવાડ સર્વ સંગ્રહ' માં જણાવાયું છે કે સેરઠના ફેજદાર કુતુબુદ્દીને નવાનગર હાથ કરી તેનું નામ ઈસલામ નગર પાડી તેને ખાલસા સરકાર સાથે જોડી દીધું. ગુજરાતના સૂબા જોધપુરના જશવંતસિંહે જામ તમાચીને સને ૧૬૭૩ માં ગાદી પાછી અપાવી, પણ ઔરંગઝેબ જીવતો રહ્યો ત્યાં સુધી નવાનગર મુસલમાનોના હાથમાં રહ્યું. સને ૧૭૦૯ માં જામ રાયસિંહ ગાદીએ બેઠે, પણ ત્યાર પછી ઘણાં વર્ષો સુધી મુસલમાનોને ત્રાસ રહ્યો.
૨૧૫ર. એ અગાઉ પણ જામનગર પર મુસલમાનોના હુમલાઓ થયેલા, જેમાં ત્યાંનાં જિનાલયોને ઘણું નુકશાન થયેલું. વારંવાર થતા ભલાને અનુલક્ષી જિનાલયોમાં ભૂમિગૃહોની ખાસ વ્યવસ્થા થઈ. કુતુબુદ્દીનના હૂમલા વખતે ત્યાંના સંઘે આશાતનાના ભયથી જિનબિંબને ભૂમિગૃહોમાં ભંડારીને મંદિરને તાળાં વાસી દીધાં. મુસલમાનોએ તાળાં તોડીને ખાલી જિનાલમાં ઘાસ આદિ સામગ્રી ભરી. મુસલમાનોના ગયા બાદ જામે સર્વ જિનાલ સ્વાધીન કરીને રાજ્યનાં તાળાં લગાવ્યાં. જેથી તે ઘણાં વર્ષો સુધી બંધ રહ્યાં.
૨૧૫૭. સં. ૧૭૮૭ના અરસામાં જામે તલકશી જેસંગ લાલનને કામદારી સોંપી. તેઓ ઉક્ત વર્ધમાન-પધ્ધસિંહ શાહના કાકા શાહ રાજના વંશજ હતા. એમનું વંશ ક્ષ આ પ્રમાણે છે:–રાજતેજપાલ-અપભદાસ-કરમશી-જેસંગ-તલકશી—ધારશી–ચાંપશી-કુરજ-જેરાજ-કપૂરચંદ-ફતેહચંદ. જીએ“પંડિત લાલન ” શિવજી દેવશી મઢડાવાલા કૃત.
૨૧૫૪. જેસંગ પ્રમુખ સાત બંધુઓ પહેલાં માંડવીમાં વસતા હતા. અને બહોળો વ્યાપાર કરતા હતા. ભાઈઓમાં કુસંપ થવાથી તેઓ જુદા થઈને જામનગરમાં વસ્યા, અને બસરાથી ખજૂર મંગાવીને વ્યાપાર કરવા માંડયા. એમના ધીકતા વ્યાપારથી જામને સારું દાણ મળવા લાગ્યું. આમ રાજા સાથે અમને સારા સંબંધ બંધાયે. જામે તેના પુત્ર તલકશીને કામદારી સોંપી. ત્યાં બિરાજતા ખરતરગચ્છીય પં. દેવચંદે એમને જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા કરવાની પ્રેરણા આપી. તલકશીનું રાજ્યમાં સારું માન હતું એટલે તેણે જામને એ વાત જણાવી અને રાજ ફરમાન મેળવી તેણે સં. ૧૭૮૭ના મહા સુદી ૧૩ ના દિને રાજ્ય તરફથી વર્ષો પૂર્વે લાગેલાં તાળાં ખોલાવ્યાં.
૨૧૫૫. ઉદયસાગરસૂરિના ઉપદેશથી જૈનસંઘને સ્વાધીને કરાયેલાં સર્વ જિનાલોમાં તલકશીએ સં. ૧૭૮૮ ના શ્રાવણ સુદી ૭ ને ગુરુવારે જિન પ્રતિમાઓને તેમનાં સ્થાને પુનઃ પ્રતિષ્ઠિત કરાવી. ગુસ્ના ઉપદેશથી તેણે એક લાખ કેરી ખરચીને સં. ૧૭૮૦માં જિનાલયોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ કાર્ય માટે વર્ધમાનશાહના પ્રપૌત્ર વલમજીએ માંડવીથી ૫૦૦૦૦ કેરી મોકલી. આ સંબંધમાં “ કલ્યાણસાગરસૂરિ રાસ માં વિસ્તૃત વર્ણન છે. તેમાં પ્રતિષ્ઠા દિનને આ પ્રમાણે ઉલ્લેખ છેઃ “શ્રાવણ સુદ સાતમ ગુરુ,
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com