________________
અંચલગચ્છ દિગ્દન ૨૧૪૩. વિદ્યાસાગરસૂરિએ ધર્મનું હિત જોઈ ગોવર્ધનને દીક્ષા આપી અને તેનું નામ જ્ઞાનસાગર રાખ્યું. પછી તેઓ શિષ્યને સાથે લઈને કચ્છ દેશમાં વિચારવા લાગ્યા. જ્ઞાનસાગરે ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માં અને અનેક શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને પોતાના નામને ચરિતાર્થ કર્યું. આચાર્ય અને ગચ્છનાયકપદ
૨૧૪૪. જ્ઞાનસાગરજીનાં આચાર્યપદ વિશે નિત્યલાભ ચમત્કારી વર્ણન આપે છે. તેઓ જણું છે કે સુરતમાં અનુકૂળ સ્થાન જોઈને વિદ્યાસાગરસૂરિએ ચક્રેશ્વરીદેવીનું આરાધન કર્યું. દેવીએ પ્રત્યક્ષ થઈને કહ્યું કે- જ્ઞાનસાગરને આચાર્ય પદવી આપજો.' ગુરુ હર્ષિત થયા. એકદા તેઓ પાટ પર બેસી વ્યાખ્યાન આપતા હતા, તે વખતે સંઘે વિનતિ કરી કે –“મહારાજ, પટ્ટધરની સ્થાપના કરીને અમારી હાંશ પૂરી કરે!” ગુરુએ તે વાતને સ્વીકાર કર્યો અને તરત જોશીને તેડાવી મુક્ત જેવડાવ્યું. કાર્તિક સુદી ૩ ને રવિવારનું મુ નક્કી કર્યું.
૨૧૪૫. ખુશાલશાહ, મંત્રી ગેડીદાસ અને જીવનદાસે અપૂર્વ મહત્સવ આરંભ્યો. બધે માણસો મોક્લાવી સંઘને તેડાવ્યા. ઉત્સવમાં અનેક દાતા, ભોક્તા અને ધનપતિઓ એકત્રિત થયા, અનેક સ્થળેથી ગીતાર્થ મુનિઓ પણ આવવા લાગ્યા. સોરઠ, ગુજરાત, વઢિયાર, માલવ, દક્ષિણ, પૂર્વ, હાલાર, કચ્છ, વાગડ અને મારવાડ વિગેરે દેશોથી મોટા મોટા સાધુઓ હર્ષભેર આવવા લાગ્યા. કઈ પંડિત તો કઈ તાપસ, કેઈ તાર્કિક તો કોઈ જપેસરી, કઈ વૈયાકરણ તે કઈ નૈયાયિક, કેઈ જેવી તે કઈ જ્ઞાની અને કોઈ ધ્યાની તો કઈ ક્રિયાપાત્ર. આમ વિવિધ વિષયના વિશારદે એવા સવાસો સાધુઓ આવી પહોંચ્યા.
૨૧૪૬. ઉત્સવના દિને ધવળ મંગળ ગવાવા લાગ્યાં, સાથિયા પૂરાયા. એ પ્રમાણે સં. ૧૭૯૭ના કાર્તિક સુદી ૩ને રવિવારે જ્ઞાનસાગરને આચાર્યપદ આપી તેમનું ઉદયસાગરસૂરિ નામ પાડયું. એ પ્રસંગે ખુશાલ શાહ, મંત્રી ગેડીદાસ અને જીવણદાસે પ્રસન્નતાપૂર્વક છૂટે હાથે ધન વાપર્યું. ચોર્યાશી ગચ્છના સાધુઓને તેમણે આસન-વસ્ત્રો પહેરાવ્યાં. યાચકોને દાન આપ્યાં અને સાધર્મિક વાત્સલ્ય ક્ય.
૨૧૪૭. આચાર્ય–પોત્સવ પછી વિદ્યાસાગરસૂરિએ અણુશણ કરી. સં. ૧૭૯૭ના કાર્તિક સુદી ૫ ને મંગળવારે સુરતમાં પોતાને નશ્વર દેહ ત્યજે. એમના પટ્ટશિષ્ય ઉદયસાગરસૂરિને માગશર સુદી ૧૦ ના દિને ગઝેશપદે અભિયુક્ત કરવામાં આવ્યા.
ર૧૪૮. ઉદયસાગરસૂરિ હાલારમાંથી સૌ પ્રથમ પટ્ટધર થયા. બીજું, અમરસાગરસૂરિ પછીના લગભગ બધા જ પટ્ટધરો એશવાળ જ્ઞાતિના હતા, એ વાત પણ નોંધનીય છે. છેલ્લી ત્રણેક શતાબ્દીઓમાં આ ગ૭માં ઓશવાળ ની બહુલતા વર્તાય છે. એક વખતે શ્રીમાલીઓ બહુમતિમાં હતા. પરંતુ કાળક્રમે શ્રીમાલીઓ, પોરવાડા, નાગર ગચ્છના નિકિય શ્રાવક બની દૂર થતા ગયા. ગચ્છના સાધુઓને વિહાર પણ અ૫ થતાં એ શ્રાવકોને એટલું જ સ્મરણમાં રહ્યું કે તેઓ અચલગચ્છના અનુયાયી છે. એ પછી અચલગચ્છની પ્રતિઓનું મુખ્ય કેન્દ્ર ક–હાલાર તરફ ખસતું રહ્યું. આ પરિવર્તન પણ કાલચિત જ હતું. ધર્મપ્રચાર અને પ્રતિષ્ઠાઓ
૨૧૪૯. ઉદયસાગરસૂરિએ દીક્ષા અંગીકાર કર્યા પછી ગુરુ સાથે કચ્છમાં ઘણું વ વિચર્યા. ભૂજ, માંડવી, મુંદરા, અંજાર ઈત્યાદિ સ્થાનમાં ચાતુર્માસ રહ્યા તેમજ ગોડીજીની યાત્રા કરી. એ પછી પાટણ,
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com