________________
૪૮૯
શ્રી વિદ્યાસાગરસૂરિ
૨૧૩૨. વાસ્તવમાં વિદ્યાસાગરસૂરિ પાટણમાં નહીં, પરંતુ સુરતમાં દિવંગત થયા. એમના સહચર શિષ્ય વા. નિત્યલાભે રાસમાં એમને સ્વર્ગવાસ વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે, જેને એતિહાસિક સાર આ પ્રમાણે છે : હવે વિદ્યાસાગરસૂરિએ સંધ સમક્ષ કહ્યું કે-“મારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે, માટે હું જિનભગવાનનું ધ્યાન ધરીને અણુશણ આદરીશ. આ પટોધર-ઉદયસાગરસૂરિની તમે સેવા કરજો અને તેમને સારી રીતે માન આપશે.”
૨૧૩૩. એ પ્રમાણે સંધને ભલામણ કર્યા પછી ઉદયસાગરસૂરિને પણ કહ્યું કે-આ અંચલગચ્છની મોટી ગાદી છે. તેને તમે યત્નથી સંભાળજે. મહાવીર ભગવાનનું શાસન દીપાવજે, ધર્મનું ધ્યાન નિરંતર ધરશે અને મારી શિખામણે બરાબર સ્મરણમાં રાખજે. તમે સમજુ અને બુદ્ધિમાન છે.'
૨૧૩૪. તે પછી વલ્લભસાગર, ક્ષમાસાગર અને સુંદરસાગરને પણ આચાર્યો યથાયોગ્ય શિખામણો આપી રાજી કર્યા. તદઅંતર ચારે શરણાઓને આદર કરીને સર્વ પ્રકારની આયણ કરી ગ૭પતિ વિદ્યાસાગરસૂરિએ અણુશણ કર્યું”. આ નિમિત્તે સંઘે ગુરુને સુખડી દાખલ આઠ હજાર ઉપવાસ, અનેક છકઅદમ, નવ લાખ નવપદને જા૫ અને બીજા યાત્રા-દાન વિગેરે પણ કરવાનું કહ્યું. તે પછી બરાબર ત્રણ દિવસનું અણુશણ પૂરું કરીને કાર્તિક સુદી ૫ ને મંગળવારના દિવસે વિદ્યાસાગરસૂરિ દેવગતિને પામ્યા.
૨૧૩૫. “ગુરુને નિર્વાણ થતાં જ સુરતના સંઘે બહુ શેકપૂર્વક નિષ્ણવની સામગ્રી કરવા માંડી. ગુરને પધરાવવા ઘણું ધન ખરચીને સુવર્ણમય ઝગમગતી, એકવીશ ખંડવાળી માંડવી તૈયાર કરાવી. તે ઉપર મનોહર ધ્વજા લહેરાતી હતી. ગુરુના દેહને પવિત્ર જલથી સ્નાન કરાવીને ઉત્તમ વસ્ત્રો પહેરાવ્યાં અને સુખડ, કેશર તથા કસ્તુરીનો અંગલેપ પણ કર્યો. તે પછી ગુરુને માંડવીમાં બેસાડ્યા. વાજિંત્ર વાગવાં લાગ્યાં. લોકો જયજયકાર કરતાં સેનાનાં ફૂલેએ વધાવવા લાગ્યા. મોટા મોટા ધનપતિ અને રાજદરબારી અધિકારીઓ એકત્રિત થયા.”
૨૧૩૬. “પાંચ શેર કૃષ્ણાગરૂ ધૂપ, એગણુશ મણ સુખડ કાષ્ટ, બાવીશ તોલા કપૂર, ચેત્રીશ શેર કુદરૂ, વીસ તોલા કસ્તુરી અને અંબર તથા ચૂઓ વિગેરે દહનક્રિયા માટે લીધાં. એ પ્રમાણે લઈ જઈને, ગુરુનો અગ્નિસંસ્કાર પૂર્ણ કરીને લેકે આંસુ સારતાં, ગુણગાન કરતાં સ્નાન કરીને દેરાસરે ગયા. અને દેવવંદન કર્યું. પછી ઘણું ધન ખરચીને વિશાળ સ્તુપ કરાવી તેમાં ગુરુનાં ચરણોની સ્થાપના કરી. એ રીતે ગુરુને નિર્વાણોત્સવ પૂર્ણ કર્યો.”
૨૧૩૭. હરિપરામાં ભવાનીના વડની પાસેના અચલગચ્છીય ઉપાશ્રયમાં વિદ્યાસાગરસૂરિની પાદુકાનો સં. ૧૭૯૭ નો લેખ ઉપલબ્ધ છે. જુઓ–“શ્રીમાળી(વાણી)ઓના જ્ઞાતિ ભેદ ', પૃ. ૨૨૨, મણીભાઈ બકોરભાઈ વ્યાસ કત. પાલીતાણા, રાધનપુર, વિગેરે સ્થાનોમાં પણ વિદ્યાસાગરસૂરિની પાદુકાઓની સ્થાપના કરવામાં આવી, શકય છે કે પાટણમાં પણ હશે, જે પરથી તેઓ ત્યાં કાલધર્મ પામ્યા એવી માન્યતા પટ્ટાલીમાં સીકારવામાં આવી. આ પ્રભાવશાળી પટ્ટધરનાં તેજસ્વી વ્યક્તિત્વનું શબ્દચિત્ર વા. નિત્યલાભ “વિદ્યાસાગરસૂરિ સ્તવન' અને “વિદ્યાસાગરસૂરિ રાસ માં આપે છે. એમના જ શબ્દોમાં તે જોઈએ
વંદ વીર વર ધીર ધર સૂરિ વિદ્યા સુગુરુ, સ્વછ વિધિપહો ગપતિ ગાજે; અમલ જલ સંગ સમ ધરન છત્રીશ ગુન, વ્યક્તતા પ્રકટ સુગુરુ દિવાજે. ૧
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com