________________
૪૮૮
અંચલગઢ૭ દિગદર્શન દીપચંદગણિ પં. દેવચંદ્રગણિના. પ્રતિમા કાલી હૈ. મૂળનાયક પ્રતિમાસે જમણુ પાસે આવેલા મેં યક્ષ છે, પાસે પગલા હૈ. “અચલગચ્છ પ્રતિષ્ઠિતં” મન્દીરની ભીમતીમાં હૈ પ્રતિમા ૫ હૈ. ઔર પબાસણ ખાલી છે.” જુઓ-જૈ, પા. પ્ર. લેખ' ભા. ૧ પરિશિષ્ટ પૃ. ૯-૧૦. સં. મુનિ કાન્તિસાગરજી.
૨૧ર૬. ઉક્ત નોંધમાં સં. ૧૭૪૧ બ્રાંતિયુક્ત છે. અધ્યાત્મ કવિ દેવચંદ્રજીનો જન્મ પણ એ વખતે નહોતો થયો. એમણે સં. ૧૭૮૧-૮૭ સુધી શત્રુંજયમાં જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા કરાવી હોઈને એ વર્ષ સં. ૧૭૮૧ જ હશે. ગેડીદાસના ભાઈ જીવનદાસને બદલે તેમાં ચીમનદાસ હેઈને તે મુદ્રણદોષ હશે. સં. ૧૯૧૦ ની આસપાસ એ ગુટકે લખા હોઈને તે વખતે એ પ્રતિમાઓ છીપાવસહીમાં પ્રતિષ્ઠિત હતાં, પરંતુ હાલ તેનું અસ્તિત્વ ત્યાં નથી !
૨૧૨૭. સુરતના ગોપીપુરાનાં શ્રી સંભવનાથ જિનાલયમાં વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાઓના ખંડિત લેખો ઉપલબ્ધ થાય છે. મુનિ કાંતિસાગરજીએ કલકત્તાના ખરતરગચ્છના મોટા મંદિર( તુલાપટ્ટી)ની ધાતુપ્રતિમા પરથી આ પ્રમાણે લેખ ને છે. સન્ ૨૭૮ વર્ષે માથું वदि शुके श्री अंचलगच्छे पूज्य श्री विद्यासागरसूरीणा मुपदेशेन श्री श्रीमाल झातीय सुत पातागवाछदासेन श्री धर्मनाथ बिम्ब प्रतिष्ठापितं । परिख प्रतापसी श्रियभवतु ॥ જે. ધા. પ્ર. લેખ, ભા. ૧, લે. ૩૩૭. આ લેખ પાટણમાં થયેલી ઉકત પ્રતિષ્ઠાને સંભવે છે. ગ્રંથકાર વિદ્યાસાગરસૂરિ
૨૧૨૮. ગચ્છનાયકની ભારે જવાબદારીઓ બજાવ્યા ઉપરાંત આચાર્યે કેટલાક ગ્રંથની રચના પણ કરી. એમણે રચેલું “ગૌડિપાર્થપ્રભુ સ્તવન ' પ્રાપ્ત થાય છે. સંસ્કૃત મિશ્રિત હિન્દી સ્તવન માલિની અને શાર્દૂલવિક્રીડિત છંદમાં છે. અંતમાં કવિએ પોતાનું વિદ્યાર્ણવ' એવું નામ સચવ્યું છે.
૨૧૨૮. દેવેન્દ્રસૂરિકૃત “સિદ્ધ પંચાશિકા' નામક ગ્રંથ પર તેમણે સં. ૧૭૮૧ માં બાલાવબોધ રચ્યું. ૮૦૦ શ્લોક પરિમાણુના આ ગ્રંથની ૧૭ પત્રની પ્રત સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરામાં ઉપલબ્ધ છે. ગદ્યસાહિત્ય ઝાઝું ઉપલબ્ધ નથી, એટલે આ ગ્રંથની મહત્તા ઘણી છે. જુઓ–જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૬ ૪૧. વગમન
૨૧૩૦. પશ્ચિમ અને દક્ષિણ ભારતના અગત્યનાં નગરોમાં વિચરી, ભવિ અને ધર્મધ પમાડી, ધર્મોદ્યોતનાં અનેક કાર્યો કરી વિદ્યાસાગરસૂરિ સં. ૧૭૯૩ ના કાર્તિક સુદી ૫ ને મંગળવારે સુરતમાં દિવંગત થયા.
૨૧૩૧. ઉપા. જ્ઞાનસાગરજીને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એમનાં સ્વર્ગગમન વિશે બ્રાંતિયુક્ત વિધાન છે. તેમાં જણાવાયું છે કે સં. ૧૭૯૭ માં પાટણમાં એમને તાપ પીડા થઈ. અનેક ઉપચારો છતાં રોગ મટયો નહીં. સંઘના આગ્રહથી તેમણે ઉદયસાગરજીને સૂરિપદ આપ્યું અને પોતે શુભ ધ્યાનપૂર્વક કાર્તિક સુદી ૫ ના દિને કાળધર્મ પામ્યા. તેમની આજ્ઞાનુસાર સરસ્વતી નદીને કિનારે અ હિ કરી. ત્યાં ઉદયસાગરસૂરિના ઉપદેશથી સંઘે દેરી બંધાવી અને સં. ૧૭૮૯માં ગુપાદુકા સ્થાપી, શાલવીએએ અણહ્નિકા મહેસવ કર્યો.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com