________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
૪૮૫ અપૂર્વ આસ્થા હેઈને તેમણે પોતાના ગ્રંથમાં મંગળાચરણમાં ગોડીજીની સ્તુતિ કરી છે. “સદેવંત સાવલિંગા રાસ'ની પ્રશસ્તિમાં તેઓ પિતાને પંડિત પદ ધારક તથા વિદ્યાસાગરસૂરિ રાસની પ્રશસ્તિમાં વાચકપદ ધારક જણાવતા હોઈને કવિને એ ગ્રંથની રચના પહેલાં એ પદ પ્રાપ્ત થયાં હતાં એમ સ્પષ્ટ થાય છે. એમના ગ્રં વિહારપ્રદેશને પણ સુચવે જ છે. સત્યલાભગણિ
૨૧૦૬. લાભશાખાના વા. વિનયલાભ શિ. વા. મેલાભ શિ. વા. માણિલાલ શિ. સત્યલાભગાણિએ સં. ૧૭૬૪ ના ફાગણ વદિ ૯ ને ગુરુવારે નવાનગરમાં લાવણ્યસમય કૃત “સ્થૂલિભદ્ર એકવિસ” (સં. ૧૫૫૩ની પ્રત લખી. સં. ૧૭૭૫ ના માગશર વદિ ૨ ને ગુરુવારે અંજારમાં જ્ઞાનસાગર કૃત
નવિણ રામ સં. ૧૭૫)ની પ્રત લખી. સં. ૧૭૯૧ ના પોષ સુદી ૧૫ ને શનિવારે માંડવીમાં મતિકુશલ કૃત “ચંદ્રલેખા પઈની તથા એ વર્ષ શ્રાવણ વદિમાં ત્યાં જ “ઉપાસક દશાંગસૂત્ર તબક” ની પ્રત લખી. વા. જીતસાગરગણિ શિષ્ય લાલજી
૨૦૦૭. વા. છતસાગરગણિના શિષ્ય લાલજીએ જ્ઞાનસાગર કૃત “પરદેશી રાજાનો રાસ ની પ્રત સં. ૧૭૭૨ ને માઘ વદિ અમાસ ને શનિવારે પટણામાં રહીને લખી. પં. શાંતિરત્ન અને વા. આણંદજી
૨૧૦૪. વા. હરિચંદ શિ. ૫. મતિસાગર શિ. ૫. શાંતિરત્નગણિએ સં. ૧૭૭૯ના આપાઢ સુદી ૬ ને શુ વેરાટનગર–લિકામાં રહીને ધર્મહંસ કૃત “નવ વાડી ની પ્રત વા. આણંદજીના પઠનાર્થે લખી. લાલન
૨૧૦૯. વા. ભુવનરન શિ. વા. વિજયરત્નના ચાર શિષ્યો (૧) લાલરત્ન (૨) ન્યાયરન (૩) મહિમાર (૪) પુણ્યરત્ન પૈકી લાલરને સં. ૧૭૭૩ ના ભાવ વદિ ૩ ને ગુરુવારે પદ્માવતીનગરમાં રહીને “રત્નસારકુમાર ચેપઈ' રચી. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૪૩૭-૮.
૨૧૧૦. કવિ ગ્રંથ પ્રરાસ્તિમાં પોતાને અંચલગચ્છની “દુવીઝાડોલી ” શાખાના કહે છે. “નવકેટી માધર દીઠી ” એ કથન દ્વારા સૂચિત થાય છે કે તેઓ એ પ્રદેશમાં બહુધા વિચર્યા હતા. ઉપાધ્યાય હીરસાગરજી
૨૧૧૧. મહો. રત્નસાગરજીની પરંપરામાં ઉપા. મેઘસાગર શિ. હીરસાગરજી થયા. મારવાડના સોજીતરામાં ઓશવાળ શ્રેણી ઉત્તમચંદની ભાર્યા જસીબાઈની કુખે સં. ૧૭૦૩ ના કાર્તિક સુદી ૭ના દિને હીરાચંદનો જન્મ થયો. સં. ૧૭૧૫ ના વૈશાખ સુદી ૩ ના દિને તેણે ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી અને હીરસાગર નામ રાખવામાં આવ્યું. નલિયામાં પં. દેવશંકર પાસે શાસ્ત્રોનો અભ્યાસ કરી સં. ૧૭૨૭ ને કાર્તિક સુદી ૧૫ના દિને ત્યાં જ ઉપાધ્યાય પદ પામ્યા. ગુરુનું નિર્વાણ થતાં સં. ૧૭૭૩ના આધાઢ સુદી ૭ ના દિને તેમનો પાટ સંભા.
૨૧૧૨. તેઓ મંત્રવાદી અને પ્રભાવક હતા તે વિશે મુનિ ધર્મસાગરજી પટ્ટાવલીમાં પ્રસંગે નોંધે છે. સં. ૧૭૬૭માં નગરપારકરમાં ચાતુર્માસ હતા. ત્યાંના ઠાકોરે ત્યાં તળાવ બાંધવા દરેકને પાંચ સંડલી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com