________________
શ્રા વિદ્યાસાગરસૂરિ
ભરૂચના સંઘ પાસે પણ લાડવા શ્રીમાળીઓને સંઘ બહાર કરાવ્યા ને તેમના સમ કા ડી કાઢયું કે એ તો મૂળને વાણિયા જ નથી, એમની સાથે ભજન-વ્યવહાર તો થાય જ નહિ ! બીજાં પાંચ દા ગામમાં લાડવા શ્રીમાળીઓની વસ્તી હતી તેમણે પણ સુરત, ભરૂચના મોટા સંઘનું અનુકરણ કર્યું એટલે સર્વ ઠેકાણે લાડવા શ્રીમાળી સંધ બહાર થઈ ગયા. વાત જૂની થતી ગઈ તેમ તેમ જડ થતી ગઈ. ન્યાત નાની, તેમાં માટે શ્રીમંત કે મેટ વગવસીલાવાળા એવા કોઈ મળે નહિ એટલે તેમની વાત આગળ આવી જ નહિ. વિરોધનું કારણ મારા સમજવામાં આવ્યું છે તે આ છે. આ હકીકતમાં ખરું શું ને ખોટું શું તે હું કહી શકતો નથી, પણ લાવા શ્રીમાળીઓને સંધ-વ્યવહાર તૂટવાના કારણની શોધ કરતાં મેં અનેક વાતો સાંભળી છે તેમાં આ વાત મને સર્વથી વધારે ખરી લાગી છે. અહીં હરિપુરામાં ઉપાસરો અને તેમાં પગલાં હજ છે. વચૌટાના દેરાસરમાં પ્રતિષ્ઠિત પ્રતિમાઓ ઉપર અંચલગચ્છના લેખ છે. તેમજ અંચલગચ્છના આચાર્યોને રાસમાં આ વાતને ટેકે મળનારી ઘણું હકીક્ત છે. (જુઓ અતિહાસિક રાસ માલા, ભાગ ૩.)”,
૨૧૦. “ અંચલગચ્છનો સરતમાં પ્રચાર તે આજથી પણ બર્સે વર્ષ પહેલાંની વાત છે. ઐતિહાસિક રાસમાળા ભાગ ૩ જો જેવાથી વાચકોને ખાત્રી થરો કે તે વખતે સુરત સંઘના આગેવાનો અંચલગચ્છના અતિ અનુરાગી થયા હતા. આવા રમતિ અનુરાગની સામે થનાર નાને સમૂહ દબાઈ જાય એ તદ્દન સાધારણ વાત છે. હરિપુરામાં અંચલગચ્છનો ઉપાશ્રય અને તેમાં પ્રતિષ્ઠિત થયેલાં અંચલગચ્છના આચાર્યોનાં પગલાં એ બધી વાતની સબળ સાબિતી છે. અંચલગચ્છના અનુયાયી હરિપુરામાં કેઈ નહોતા એ ઉપર બતાવેલા રાસ ઉપરથી જણાય છે, આથી તકરારનું કારણ છની તકરાર એ મને વાજબી લાગ્યું છે. આ સમયના તપગના આચાર્યો અને યશવિજય ઉપાધ્યાય જેવા પ્રભાવક સાધુઓનાં ચોમાસા સુરત કરતાં રાંદેરમાં વધારે થયાં છે તેનું કારણ પણ મને તો ઉપર જણાવેલ અનુરાગ લાગે છે.” “શ્રીમાળી( વાણી બા)ઓના જ્ઞાતિભેદ.” પૃ. ૨૨૨-૪; ૨૬-૬૭.
૨૧૦૧. સાક્ષર મણીલાલભાઈને મૂતિ–લેબ, પાદુકા-લેખો કે “વિદ્યાસાગરસૂરિ રાસ” ઉક્ત જ્ઞાતિઓ વચ્ચેની તડ માટેના પ્રમાણો રૂપે જણાયા છે. આવા લેખો માત્ર સુરતમાં જ નહીં, સમગ્ર ભારતવર્ષમાં ઠેર ઠેર થરાયેલા છે. સાક્ષરે ઉત્કીર્ણ લેખો કે અતિહાસિક રાસને ઉલ્લેખ કરીને પિતાની. નકકી કરી રાખેલી વાતને સાચી મનાવવાને અનિષ્ઠ પ્રયાસ કર્યો છે તે આશ્ચર્યજનક છે. અલબત્ત, એક વાત સાચી છે અને તે એ કે એ અરસામાં સુરત, ભરૂચ તથા અન્ય શહેરોમાં અંચલગચ્છશ્નો પ્રભાવસવિશેષ હતો, જે પછીના સમયમાં ઓસરતો ગયો. વા. નિત્યલાભ
૨૧૦૨. ૧૮ મા સૈકાના ઉત્તરાર્ધમાં વાચક નિત્યલાભ ઉચ્ચ કોટિના કવિ થઈ ગયા. તેમણે પદે, સ્તવનો, રાસ રચી જૈન સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. એમની અનેક કૃતિઓ જનસાધારણમાં સાર્વત્રિક પ્રસિદ્ધિ પામી હેઈને બહુધા કંઠસ્થ જ રહી. એમનું સાહિત્ય—પ્રદાન ઉચ્ચ સ્તરનું હતું એમ એમની કૃતિઓ દારા જ જાણી શકાશે.
૨૧૦૩. કવિની ગુપરંપરા આ પ્રમાણે છે : વા. વિલાભ–વા. મેલાભ-વા. સહજસુંદર-વા. નિત્યલાભ. કવિનાં અંગત જીવન વિશે કશું જ જાણી શકાતું નથી. તેઓ અંચલગચ્છની લાભશાખાના હતા તથા બીજી કેટલીક બાબતે એમના ગ્રંથોની પ્રશસિ-પુપિકાઓ પૂરી પાડે છે. એમની કૃતિઓ વિશે સંક્ષિપ્ત નોંધ પ્રસ્તુત છે :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com