________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
૨૦૭૪, જૈનધર્મના ઉદ્યોત અર્થે વિદ્યાસાગરસૂરિએ મહારાવ ગોડજીને દેશના આપી જૈનધર્મના સિદ્ધાંતો સમજવ્યા. અહિંસામ્ય ધર્મને ઉપદેશ આપી આયા મહારાવને પ્રતિબોધ આપે. પયુંષણ પર્વને પંદર દિવસ દરમિયાન તેમણે રાજ્ય તરફથી અમારિ–પડદની ઉપણ કરાવી, મહારાવ પર પ્રભાવ પાડી આચાર્ય ઉપકાર કર્યો. જુઓ–
જૈન ધરમ અજૂઆલવા, દેશના ધરમની દીધ; પ્રતિબોધ્યો રાઓ ગોડજી, જીવદયા ગુણ લીધ. પરવ પજૂસણે પાલવી, પનર દિવસની અમાર;
ધર્મશાસ્ત્ર ડિને, કી એ ઉપગાર. ૨૭૫. ઉક્ત પ્રસંગ સં. ૧૭૭૪ માં બન્યો હશે. એ પછી સં. ૧૭૭૭ માં વિદ્યાસાગરસૂરિએ ભૂજમાં જ્ઞાનસાગરજીને દીક્ષિત કર્યા એમ રાસકાર નિત્યલાભનાં વર્ણન પરથી પ્રતીત થાય છે.
૨૦૭૬. મહારાવ ભારમલજી અને ભોજરાજજી સાથેના અંચલગીય આચાર્યોના સમાગમ વિશે આગળ ઉલ્લેખ થઈ ગયું છે. એ પછી કચ્છની ગાદી પર આ પ્રમાણે રાજાઓ થયાઃ ખેંગારજી રજા, (ઈ. સ. ૧૬૪૫), તમાચીજી (ઈસ. ૧૬૫૫), રાયઘણજી ૧ લા (ઈ. સ. ૧૬૬૬), પ્રાગમલજી (ઈ. સ. ૧૬૯૮), એ પછી ગોડજી ઈ. સ. ૧૭૧૫ માં તખ્તનશીન થયા અને એમણે ઈ. સ. ૧૭૧૯ સુધી કચ્છ પર શાસન કર્યું. એ પછી મહારાવ દેશળજી થયા. ગોડજીની રાજ્યસભામાં ધર્મ-સંવાદ
૨૦૭૭. મહારાવ ગોડજીના સમયમાં કચ્છમાં સ્થાનકવાસી સંપ્રદાયનું ભારે પ્રભુત્વ હતું, આ સંપ્રદાયે પિતાના ઉગમ પછી થોડા જ વખતમાં બધે પિતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું. કચ્છમાં મૂર્તિપૂજક શ્રમણોનો વિહાર અન્ય પ્રદેશે કરતાં અલ્પ હોઈને લોંકાગચ્છને અહીં જેસભર્યો પ્રચાર કરવાનો અવકાશ મળ્યો. આ સંપ્રદાયે થોડા જ સમયમાં કચ્છને ઘેલું લગાડેલું.
૨૦૭૮. લંકાગચ્છીય મૂલચંદ ઋષિનો વિહાર કચ્છમાં સવિશેષ હતો. આ ગચ્છના ધર્મદાસજીના ૧૯ શિષ્યો પૈકી ૨૨ શિષ્યો ભિન્ન ભિન્ન પ્રદેશમાં વહેંચાયા અને “બાવીશ ટોળા” એવાં નામથી પ્રસિદ્ધિ પામ્યા. મૂલચંદજી એ બધામાં મુખ્ય હતા. તેઓ અમદાવાદના દશા શ્રીમાળી વણિક હતા. તેમણે , ૧૮ વર્ષની ઉમરે દીક્ષા લીધી, સં. ૧૭૬૪ ના પોષ સુદી ૧૫ માં આચાર્યપદ પ્રાપ્ત કર્યું. તેમના સાત શિષ્યો હતા.
૨૦૧૭. વિદ્યાસાગરસૂરિએ મૂલચંદજીને મહારાવ ગોળની રાજ્યસભામાં બોલાવીને તેમની સાથે પ્રતિમા–સ્થાપના વિષયક શાસ્ત્રાર્થ કર્યો. જૈન શ્રુતમાંથી અનેક પ્રમાણે ટાંકીને આચાર્યો મૂતિ-વિધાનનું ભારે પ્રતિપાદન કર્યું. મૂલચંદજી આ ધર્મ-સંવાદમાં ટકી શક્યા નહીં. તેઓ નિરુત્તર બની ગયા. આ પ્રસંગ સં. ૧૭૭૫ માં બન્યો. એ પછી સ્થાનકવાસી સંપ્રદાયનો જુવાળ અંકુશિત થયે. નિત્યલાભ આ પ્રસંગને વર્ણવતાં જણાવે છે કે શાસ્ત્રાર્થમાં હાર પામેલા મૂલચંદજીને કચ્છ દેશમાંથી ચાલ્યા જવું પડે છે. જુઓ :–
મૂલચંદ ઋષ કછ દેશમાં, દેવ ગુર્ત પ્રત્યેનીક; કમતી મોટો કદાચડી, પ્રતિસ્થાપક તહકીક. તેહને તિહાંથી કાટી, તેડી રાય હજૂર; શાસ્ત્ર તણી ચરચા કરી, માન કર્યા ચકચૂર.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com