________________
અંચલગરછ દિગ્દર્શન ૪૭. ધરમાંથી ૧૪ પટ્ટધરો તે મહા ગુજરાત બહારના જ હતા, બાકીના પદધરો પણ પંચાલદેશને બાદ કરતાં ગુજરાત પ્રદેશના જ હતા.
૨૦૬૭. વિદ્યાસાગરસૂરિ વિશે ઉલ્લેખનીય બીજી બાબત એ છે કે તેઓ માત્ર ૧૬ વર્ષની ઉમરે જ ગચ્છનાયકના સર્વોચ્ચ પદે બિરાજ્યા હતા. આ હકીકત એમની બહુમુખી શક્તિઓને ખરેખર, અંજલિરૂપ છે. આટલી નાની ઉમરમાં આ પદ મેળવનારાઓમાં તેઓ સૌ પ્રથમ છે.
૨૦૬૮. અહીં બીજી એક બાબતનો ઉલ્લેખ પણ પ્રસ્તુત છે. લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે દશા જ્ઞાતિ લઘુ સજનીય હોઈને તેમાંથી ગચ્છનાયક થઈ શકે નહીં. પરંતુ આ માન્યતા ભ્રાન્તિજનક છે. વિદ્યાસાગરસૂરિ એ લધુ જ્ઞાતિના જ હતા. જૈનસંઘમાં ઉચ્ચ કે નીચ જ્ઞાતિપ્રથાને તીર્થકરોએ સ્વીકૃતિ આપેલ નથી. સૌને સામાજિક રીતે સમાન દરજ્જો અપાવવાના મહાન પુરસ્કર્તા જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર પોતે જ હતા. કચ્છી દશા ઓશવાળ જ્ઞાતીય નાગડાગોત્રીય જ્ઞાતિ-શિરોમણિ શેઠ નરશી નાથા ૧૯ મી શતાબ્દીમાં પ્રતાપી પુરુષ થઈ ગયા. આ વંશના મહોપાધ્યાય રત્નસાગરજી પણ હતા. રામજીયા–પશાઈયા પણ લઘુ નાગડા ગોત્રીય જ હતા. લધુ નાગડા વંશમાં બીજા પણ અનેક મહાનુભાવો થઈ ગયા. જેમને ઉલ્લેખ પ્રસંગોપાત કરીશું. ધર્મપ્રચાર
૨૦૬૯. સં. ૧૭૬૨ માં આચાર્યપદ–સ્થિત થયા બાદ વિદ્યાસાગરસૂરિને એ વર્ષે જ માતરમાં ગઝેશપદ પ્રાપ્ત થયું. તે અવસરે વડેરા સૌભાગ્યચંદે ઘણું ધન ખરચીને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. સંઘાગ્રહથી આચાર્ય ત્યાં ચાતુર્માસ રહ્યા અને વ્યાખ્યાનમાં વિવરણ સહિત વિશેષાવશ્યક સૂત્ર શ્રાવકેને સંભળાવ્યું.
૨૦૭૦. સં. ૧૭૬૫ માં સુરતમાં ચાતુર્માસ હતા ત્યારે કપૂરચંદ સિંથાએ ગુરુની ઘણી ભક્તિ કરી. મૂરિના ઉપદેશથી તેણે સર્વ ગ૭ના યતિઓને વસ્ત્રો, પાત્રો વિગેરે વહેરાવ્યાં, સમસ્ત સંધમાં સાકર સહિત પિત્તળની થાળીઓની પ્રભાવના કરી, શ્રી ચંદ્રપ્રભુ સમેત પાંચ જિનબિંબ ભરાવી સુરતમાં પ્રતિષ્ઠા કરાવી.
૨૦૭. તદઅંતર આચાર્ય ત્યાંથી વિહરતા અમદાવાદમાં ચાતુર્માસ રહ્યા. તેમના ઉપદેશથી પારેખ વર્ધમાન અને તેની પત્ની રુકિમણીએ સ્વામીવાત્સલ્ય, પ્રભાવનાદિ કાર્યોમાં ઘણું ધન ખરચ્યું. વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી ત્યાંના શ્રેષ્ઠી ભગવાનદાસે શ્રી સંભવનાથાદિ સાત જિનબિંબ ભરાવી સં. ૧૭૭૩ ના વૈશાખ સુદી ૫ ના દિને પ્રતિષ્ઠા કરી, સંઘ સહિત શત્રુંજયની યાત્રા કરીને ઘણું ધન ધર્મકાર્યોમાં ખરચ્યું. મહારાવ ગોડજીને પ્રતિબંધ
૨૦૭૨. અંચલગચ્છના આચાર્યોને કચ્છન્ના મહારાવ સાથે સંપર્ક ઈતિહાસ–પ્રસિદ્ધ છે, તે વિશે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. વિદ્યાસાગરસૂરિએ એ સંપર્ક પૂર્વવત્ જાળવી રાખી ધર્મોદ્યોત કર્યો.
૨૦૭૩. ગ્રામનુગ્રામ વિચરતાં આચાર્ય અનુક્રમે સં. ૧૭૭૪ ની આસપાસ ભૂજ પધાર્યા. ત્યાં ટોડરમલને પુત્ર ઠાકરશીએ ઘણું ધન ખરચીને એમનો ઉમંગપૂર્વક પ્રવેશોત્સવ કર્યો. વા. નિત્યલાભ રાસમાં જણાવે છે–
ભૂજનગર ભલી ભાતનું, પૈસારા એછવ કીધ; ટોડરમલ સુત જાણુઈ, ઠાકરસીઈ યશ લીધ.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com