________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
૨૦૬૦. ક૭ અંતર્ગત ખીરસરા બંદરમાં દશા ઓશવાળ જ્ઞાતીય, નાગડા ગોત્રીય શાહ કર્મસિંહની પત્ની કમલાદેની કુક્ષિથી સં. ૧૭૪૭ના આ વદિ ૩ ને દિવસે એમને જન્મ થયે હતા. એમનું મૂલ નામ વિદ્યાધર હતું. એમણે સં. ૧૭પ૬ ના ફાગણ સુદ ૨ ને દિવસે અમરસાગરસૂરિ પાસે વૈરાગ્યપૂર્વક દીક્ષા અંગીકાર કરી. એ પ્રસંગે શાહ વીરલ નામના શ્રાવકે દીક્ષા મહોત્સવ કર્યો. સં. ૧૭૬૨ ના શ્રાવણ સુદી ૧૦ ને દિવસે અમરસાગરસૂરિએ ગ્ય જાણીને એમને ધોલકામાં આચાર્યપદે વિભૂષિત કર્યો. તે અવસરે સુરતના રહેવાસી શાહ કપૂરચંદ સિંધાએ ચોર્યાસી ગચ્છના યતિઓને પછેડી ઓઢાડી તથા શેર સાકર ભરીને એક થાળીની પ્રત્યેક ઘરે લહાણી કરી. અમદાવાદના રહેવાસી પારેખ વર્ધમાન તથા શ્રાવિકા રુકિમણીએ થાળી અને સાકરની લહાણી કરી. પારેખ ભગવાનદાસે મહમુદીની લહાણી કરી. તેમજ અન્ય ભક્ત શ્રાવોએ પણ ઉમંગપૂર્વક સાકર આદિની લહાણે કરી વિદ્યાસાગરસૂરિ આચાર્ય પદ મહોત્સવ ઉજવ્યો. એજ વર્ષે ગચ્છનાયક અમરસાગરસૂરિ છેલકામાં કાળધર્મ પામતાં, ભાતરમાં સં. ૧૭૬રના કાર્તિક વદિ ૪ ને બુધવારે સંઘે એમને ગચ્છનાયક પદે અભિયુક્ત કર્યા. એ પ્રસંગે વડેરા ગેત્રીય શાહ સૌભાગ્યચંદ્ર અણહ્નિકા મહોત્સવ કર્યો તથા શ્રાવકોને પહેરામણી આપી. સંઘના આગ્રહથી ગુરુ એ વર્ષે માતરમાં જ ચાતુર્માસ રહ્યા અને વિશેષાવશ્યક સૂત્રની વાચના કરી. તેઓ મેટા અતિશયવાન આચાર્ય હતા. જુઓ ભીમસી માણેકની ગુરુ-પટ્ટાવલી.
૨૦૬૧. ઉપાધ્યાય જ્ઞાનસાગરકત પટ્ટાવલીમાં વિદ્યાસાગરસૂરિ વિષે આ પ્રમાણે માહિતી પ્રાપ્ત થાય થાય છે: કચ્છ દેશમાં આવેલા ખીરસરા ગામમાં લઘુતાગડા ગેત્રીય કર્મસિંહ નામે શ્રાવક વસતા હતા. તેમને કમલાદે નામની સ્ત્રી હતી. તેઓને સં. ૧૭૩૭ માં વિદ્યાધર નામને પુત્ર થયો. તે વિદ્યાધરે વૈરાગ્ય પામીને સં. ૧૭૫૬ માં અમરસાગરસૂરિ પાસે દીક્ષા લીધી. ફાગણ સુદ બીજને દિવસે શ્રાવક વીરલે દીક્ષા મહોત્સવ કરેલ. ગુરુએ તેમનું વિદ્યાસાગરજી નામ પાડયું. સં. ૧૭૬રના શ્રાવણ સુદી ૧૦ ને દિવસે વેલકામાં તેમને આચાર્યપદ તથા સં. ૧૭૬ર ને કાર્તિક વદિ ૪ ને બુધવારે માતરમાં ગચ્છનાયક પદ પ્રાપ્ત થયાં. માતરના વડેરા ગોત્રીય સૌભાગ્યચંદ્ર નામના શ્રાવકવેર્યો ઘણું ધન ખરચીને અષ્ટાહ્નિકા મહત્સવ કર્યો. સંઘના આગ્રહથી આચાર્ય માતરમાં ચાતુમાં રહ્યા અને વ્યાખ્યાનમાં વિવરણ સાથે તેમણે વિશેષાવશ્યક સૂત્ર સંભળાવ્યું.
૨૦૬૨. પદાવલીમાં આચાર્યને જન્મ સં. ૧૭૩૭ માં દર્શાવેલ છે. વાસ્તવમાં જન્મનું વર્ષ સં. ૧૭૮૭ છે. એમની દીક્ષાનું સ્વીકાર્ય વર્ષ સં. ૧૭૫૬ છે. કિન્તુ નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કર્વક
અંચલગચ્છ પટ્ટાવની ” માં સં. ૧૭૫૮ છે તે વિચારણીય છે. તેમાં આચાર્યપદ સ્થળ તરીકે વૈરાટનગરીને પણ નિર્દેશ છે. જુઓઃ “૬૭ સડસઠમેં પાટે શ્રી વિદ્યાસાગરસૂરિ. શ્રી કચ્છદેશે ખીરસરા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com