________________
શ્રી અમરસાગરસૂરિ
૪૭૫ ૧૬૫ માં, આચાર્યપદ સં. ૧૬૮૪ માં. એ અસ્વીકાર્યા હોવા છતાં ચરિત્રનાયકની ઉમરની દષ્ટિએ તેમાં કાંઈક સામ્ય છે. સ્વીકાર્ય જીવનચારિકા આ પ્રમાણે છેજન્મ સં. ૧૬૯૪માં, દીક્ષા સં. ૧૭૦૫ માં, આચાર્યપદ સં. ૧૭૧૫ માં. ઉક્ત સ્વીકાર્ય અને અસ્વીકાર્યા પ્રમાણે દ્વારા એક વાત તો નિર્ણિત છે કે ચરિત્રનાયકે ૧૨ વર્ષની વયે દીક્ષા લીધી. અને એ પછી ૧૦ વર્ષ બાદ આચાર્યપદ પ્રાપ્ત કર્યું. એમનાં મૃત્યુનાં વર્ષ માટે સૌ એકમત છે.
૨૦૫૯. અમરસાગરસૂરિના સમયમાં અનેક કવિઓ થયા, જેમની કૃતિઓ ઉપલબ્ધ છે. એ કૃતિએની ગ્રંથપ્રશસ્તિઓમાં ગચ્છનાયક વિશે સુંદર ઉલ્લેખ થયા છે, જે દ્વારા અમરસાગરસૂરિની અસાધારણુ શક્તિઓને આપણને પરિચય મળી રહે છે. “ચંદ્ર જેવી કીર્તિવાળા,” “બડભાગી ભદારક ', “યુગ પ્રધાન બિરુદધારક”, “સૂર કલ્યાણને શિષ્ય સવાઈ' ઈત્યાદિ ઉલ્લેબ અમરસાગરસૂરિની પ્રતિભાના પારિચાયક છે. એમની વિદાયથી આ છે ગુજરાત બહારના છેલા ગચ્છનાયક ગુમાવ્યા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com