________________
શ્રી વિદ્યાસાગરસૂરિ
૪૭૭ બિંદરે, એવંશે જ્ઞાતિ શાહ કર્મસી, ભાર્યો કમલાદે, પુત્ર વિદ્યાધર. સંવત્ ૧૭૪૭ સતર સડતાલે જન્મ, સંવત્ ૧૭૫૮ અઠાવને દીક્ષા, સતર બાસઠ ૧૭૬૨ આચાર્યપદ વિરાટનગરિ...' ધરાટનગરી એજ ધવલકકપુર કે હાલનું વેલકા. આ પ્રાચીન નગરી મમ્ય દેશની રાજધાની હતી. વિરધવલની રાજધાની પણ ત્યાં હતી.
૨૦૬૩. આચાર્યના આચાર્યપદ અને ગચ્છનાયક પદ અનુક્રમે સં. ૧૭૬૨ ના શ્રાવણ સુદી ૧૦ અને એજ વર્ષના કાતિક વદિ ૪ ને બે હેઈને પ્રશ્ન થાય છે કે એમ કેમ બની શકે ? ગુજરાતવતી પ્રચલિત સંવતાનુસાર કાર્તિક માસ પ્રથમ આવે અને પછી શ્રાવણ માસ આવે. અહીં કહી સંવતને ઉપયોગ સ્પષ્ટ થાય છે. તે સંવતાનુસાર આપાઢ માસથી નૂતન વર્ષના પ્રારંભ થાય છે. કાતિ કાદિ ગુજરાતી, ત્રાદિ મારવાડી અને આષાઢાદિ કચ્છી-હાલારી સંવતના ઉપયોગથી અનેક ગૂંચવાડાઓ થયા છે.
૨૦૬૪. ચરિત્રનાયક વિશેની પાશ્ચાત્ય વિદ્વાનોની નોરો પણ અહીં અવતરણીય છે. ડૉ. કલાટ નોંધે 9: Vidyasagara-suri, son of Sa Kiramasinha in Khirasara-bandara ( Kachchhadese ) and of Kamalade, mula naman Vidyadhara, born Samvat 1747 Aso vadi 3, diksha 1756 Phalgun2 sudi 2, acharya 1762 Sra. vana sukla 10 in Dholka; bhattaraka 1762 Karttika vadi 4 Budhavare in Matara-grama, +1797 Karttika sudi 5, at the age of 50. A Vidyasa gara-suri Stavan (6v.) composed by Nityalabha is printed in Vidhip. Pratikr. Bombay, 1889, p. 451. Vidyasagara-suri's pupil Jnanasagaragani composed Gunavarma-charitra ( see Mitra, Not. VIII. pp. 145-6) and Chotrisa atisayano chhanda, printed in Jaina Kavya Prakasa, 1, Bombay 1883, pp. 74-5. For Satyasagara gani see No. 69 (The Indian Antiquary, Vol. XXIII, pp. 174, No. 66).
૨૦૬૫. પ્રો. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક સને ૧૮૮૬–૯૨ના અહેવાલની પ્રસ્તાવનામાં નોંધે છે : Vidyasagara-Mentioned as pupil of Amarasagara (Amarabdhi) and guru of Udayasagara (Udayodadhi), author, in Samvat 1804 of the Snatripanchasika. See the entry Udayasagara. 3, App. p. 239 ( Journal of the Bombay branch of the Royal Asiatic Society, 1894.) કચ્છના પ્રથમ પધર
૨૦૬૬. આપણે જોઈ ગયા કે અંચલગચ્છને વિસ્તાર પશ્ચિમ ભારતમાં સર્વત્ર હતો. ઉત્તર ભારતના આગરા તથા દક્ષિણ ભારતના બુરહાનપુર, જાલણ પ્રમુખ કેન્દ્રોમાં પણ અંચલગચ્છીય શ્રાવકો પથરાયેલા હતા. અંચલગચ્છીય શ્રમણોને વિહાર પણ એ બધા પ્રદેશોમાં ખૂબ હતો. ગચ્છનાયક કલ્યાસુસાગરસૂરિ પછી આ ગ૭નું વ્યાપક ક્ષેત્ર મર્યાદિત થતું ગયું. ગચ્છનાયક અમસાગરસૂરિ ગુજરાત બહારના છેલ્લા પટ્ટધર બન્યા. અંચલગચ્છનું મુખ્ય કેન્દ્ર ગુજરાતમાંથી પણ ખસીને કરછ–હાલાર તરફ વળી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં વિદ્યાસાગરસૂરિનું આધ્યાત્મિક નેતૃત્વે અનિવાર્ય બન્યું અને તેઓ કચ્છમાંથી પહેલા જ પટ્ટધર બન્યા. અંચલગચ્છના પ્રાદુર્ભાવ પછી થઈ ગયેલા, વિદ્યાસાગરસૂરિ પહેલાના ૧૯ પટ્ટ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com