________________
૪૮૦
અંચલગચ્છ દિગ્દર્શન ૨૦૮૦. વિદ્યાસાગરસૂરિએ અનેક દુર્વાદીઓને ધર્મ-સંવાદોમાં પરાસ્ત કર્યા હતા તે હકીક્ત વાચક લાવણ્યચંદ્ર કૃત 'વીરવંશાનુક્રમ” નામક અંચલગીય પટ્ટાવલી દ્વારા સૂચિત થાય છે. જુઓ – तत्पट्टांबुज भास्करा भृश धियो दुर्वादिदंताबलो ।
हर्यक्षा उपकेशवन्श जनुषो रोषादि दोष द्विषः ॥ विद्यासागरसूरयो युगवरा गौडीश कारुण्यतो ।
भ्राजतो विचरंतु भूरि भाविनः प्रबोधयंतो भुवि ॥४२॥ ૨૦૮૧. આ અરસામાં સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સંપ્રદાય વચ્ચે અનેક શાસ્ત્રાર્થે થયેલા છે. સ્થાનકવાસી સંપ્રદાયનું જોર ઓછું કરવા મૂર્તિપૂજક સંપ્રદાયે ભારે પરિશ્રમ કર્યો જણાય છે. અંચલ ગ૭ સમેત બધાયે ગચ્છના આચાર્યોને આવી ચર્ચાસભાઓમાં બેસવું પડ્યું હતું અને પોતાના વિચારોનું પ્રમાણ અને જુસ્સાભેર સમર્થન કરવું પડયું હતું. આ બધા પ્રયાસોને પરિણામે સ્થાનકવાસી સંપ્રદાયને પ્રસાર અંકુશમાં આવ્યો અને ક્રમે ક્રમે ઘટશ્યો પણ ખરો.
૨૦૦૨. મૂર્તિપૂજાના સમર્થનમાં અહીં ડું જણાવવું પણ પ્રસ્તુત ગણાશે. “જે જે જીવોને આત્મ સાક્ષાત્કાર નથી થયો તે તે જીવને પ્રતિમાના, મૂર્તિના, પરમાણુના આશ્રય વગર એક પળ પણ રહી શકાતું નથી. આત્માને નહીં જાણનાર લેકે મૂર્તિની જ ઉપાસના અહેરાત્રિ કર્યા જ કરે છે. પ્રતિમાને નહીં માનનારા સાધુઓ સામાયિક, પ્રતિક્રમણ, ઉપાશ્રય, શરીર, લૂગડાં, પુસ્તક, ચેલા–ચેલી, સંઘાડા, શિષ્ય, મન વગેરેની ઉપાસના કરનારા હોઈ પ્રતિમાના જ ઉપાસકે છે, કારણ કે આત્મજ્ઞાન તે તે પૈકી ઘણુંખરામાંથી ઘણું દૂર હોય છે. માત્ર એક પ્રકારની પ્રતિમાને નહિ માનતા ઘણા પ્રકારની પ્રતિમાઓને તેઓ માને છે અને તે માન્યા વગર ચાલી શકતું જ નથી. જેમ જેમ આત્માનુભવ થતો જાય છે તેમ તેમ બહિક્રિયા–રુચિ સ્વતઃ ઘટતી જાય છે અને છેવટે નિજ સ્વરૂપમાં જ સ્થિતિ થાય છે. જ્યાં સુધી આવી ઉત્તમ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મૂર્તિપૂજા જરૂરની જ છે. કદાચ તે એક મૂતિને નહિ માને તે બીજી ઘણી મૂર્તિઓ તેનાં મનમાં ચોંટી રહેશે કે જે માન્યા વગર છૂટકે જ નથી. આવા હેતુઓ ધ્યાનમાં રાખીને જૈન શાસ્ત્રમાં તો મૂર્તિપૂજાનું વિધાન ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે. જેનનાં શાસ્ત્ર-પ્રમાણ અને પરંપરા પ્રમાણુ પ્રમાણે જેમાં પ્રતિમા પૂજન સનાતન કાલથી જ અવિચ્છિન્નપણે ચાલ્યું આવે છે. પ્રતિમા માટે સ્થાનાંગ સૂત્ર, ઉપાશક દશાંગસૂત્ર, ભગવતીસૂત્ર, જ્ઞાતાસૂત્ર, વગેરે સ્થળે લખાણ જોવામાં આવે છે. દેવતાઓ પણ જિન પ્રતિમાના પૂજકે છે અને દેવલોકમાં ઘણી શાશ્વતી જિન પ્રતિમાઓ પદ્માસને બેઠેલી છે એમ સૂત્રોમાં મૂળ પાઠ છે' જે. હૈ. કે. હેરલ્ડ, પૃ. ૪૩૭–૪".
૨૦૮૩. કેશવલાલ હિંમતરામ કામદારના શબ્દોમાં સ્થાનકવાસી સંપ્રદાય વિશે પણ ઉલ્લેખ કરીએ. એ વિરોધ માત્ર નવો મત બેઠા કરવા માટે નહોતો, તેમાં સિદ્ધાંત હતો, તક હતો; સંસ્કૃત માનસના ઊંડા ને ચા લક્ષણને અભ્યાસ હતું, અને મૂર્તિપૂજાથી કાળાંતરે પરિણમતા જડતા ને વહેમ સામે ખરો પ્રકોપ હતો. જૈન શાસનને, જેન આચારવિચારને સુધારવાની તેમાં તીવ્ર ઉત્કંઠા હતી. દુર્ભાગ્યે સ્થાનકવાસી સુધારકની આ શક્તિ પ્રતિyજ સામે પ્રકોપ કરવામાં બધી ખરચાઈ ગઈ...' જે. સા. સં. ઇતિહાસની પ્રસ્તાવના. કચ્છ-ગુજરાતમાં વિહાર
૨૦૮૪, વિદ્યાસાગરસૂરિ કચ્છમાં ઘણું વિચર્યા. આ પ્રદેશમાં સવિશેષ વિચરનારાઓમાં તેઓ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com